પુડ્ડચેરીમાં ભાજપની સરકાર હોવા છતાં ભાજપના કાર્યકર સેંથિલ કુમારની હત્યા કરી દેવાતાં ખળભળાટ મચ્યો છે. સેંથિલ એક બેકરીની બહાર ઉભો હતો ત્યારે સાત હુમલાખોરોએ તેના પર દેશી બોમ્બ ફેંકીને હુમલો કર્યો હતો. બોમ્બ ફેંકાતાં નીચે પટકાયેલા સેંથિલને હુમલાખોરોએ છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ હત્યાની ઘટના ત્યાં સીસીટીવીમાં કેદ થઈ હતી. ફૂટેજમાં એક વ્યક્તિ સેંથિલ પર બે દેશી બોમ્બ ફેંકતો નજરે પડે છે. તેના ફૂટેજ સેશિયલ મીડિયા પર વાયરલ થતાં ભાજપના કાર્યકરોમાં આક્રોશ છે.

સેંથિલના મોતના સમાચાર મળતા ગૃહમંત્રી એ.નમસ્સિવમ એક હજારથી વધુ ભાજપ કાર્યકરોની સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમની સામે ભાજપના કાર્યકરોએ આક્રોશ ઠાલવ્યો હતો. જોકે સેંથિલની હત્યાના આરોપીઓએ ત્રિચીની કોર્ટમાં આત્મસમર્પણ કરી દીધું હતું. સેંથિલ કુમારની હત્યાનું કાવતરું અસામાજિક તત્વ નિત્યાનંદે ઘડ્યું હોવાનું કહેવાય છે. કુખ્યાત નિત્યાનંદે પોતાની સેંથિલ સાથે અંગત દુશ્મનાવટ હતી એવો દાવો કર્યો છે.
READ ALSO…
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ