GSTV

બ્યુટી ટિપ્સઃ ફૂદીનાના પાનના આ ફાયદા જાણતા નથી લાગતા, ત્વચા નિખારમાં કેટલું મહત્વ છે તે વાંચશો તો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં

Last Updated on August 2, 2021 by Harshad Patel

ફુદીનાના પાન ત્વચા માટે ખૂબજ ફાયદાકારક હોય છે. એનો ઉપયોગ ફેસવોશ, મોઈશ્ચરાઈઝર અને લોશન જેવા સ્કિન કેર ઉત્પાદનોમાં વપરાય છે. ફૂદીનાના પાન પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. જે ત્વચાને સ્વસ્થ બનાવી રાખવામાં ફાયદાકારક હોય છે. ફુદીનાના પાનમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે. જે ત્વચામાં ક્લિન્જર, ટોનર અને મોઈશ્ચરનું કામ કરે છે. આવો જાણીએ તેના ફાયદાની બાબતમાં.

ફુદીનો

ફુદીનામાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ

ફૂદીનાના પાનમાં સૈલિસિક એસિડ અને વિટામિન એ હોય છે. જે ત્વચામાં સીબમ ઓઈલના ઉત્પાદનોને ઓછું કરતું હોય છે. જે લોકોની સ્કિન ઓઈલી હોય છે. તેને ખીલ જેવા પ્રોબ્લેમ થતા હોય છે. ફુદીનામાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. જે ત્વચાની રેડનેસ ઓછી કરીને ખીલથી છુટકારો આપે છે. તમારા ચહેરા પર ફુદિનાના પાનની પેસ્ટ લગાવીને લગભગ 15 મિનિટ સુધી છોડી દો. જ્યારે પેસ્ટ સારી રીતે સુકાઈ જાય તો પાણીથી ધોઈ લો. આ પેસ્ટ ખીલના દાગ ધબ્બાને ઓછા કરે છે. અને ત્વચાના ડાર્ક ભાગને પણ સાફ કરે છે.

ફુદીનો

ઘાવમાં બળતરા ઓછી કરી ઝડપી રૂઝ લાવે

ફૂદીનામાં એન્ટી ઈન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે. જે કપાયેલ, છોલાયેલ, મચ્છર કરડવાથી અને ખંજવાળથી રાહત આપે છે. એના માટે તમારે ફુદીનાના પાનનો જ્યૂસ એફેક્ટેડ એરિયામાં લગાવવો જોઈએ. આ વસ્તુ તમારા ઘાવને ઠીક કરે છે અને બળતરા ઓછી કરવામાં મદદરૂપ થાય છે.

ત્વચાને ટોન્ડ રાખી તંદુરસ્ત બનાવે

ફુદીનાના પાન માઈલ્ડ એસ્ટ્રીજેટ તરીકે કામ કરે છે જે ત્વચાને ટોન્ડ રાખવામાં મદદ કરે છે. તે ત્વચાના છિદ્રોમાંથી ગંદકી દૂર કરીને ત્વચાને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. આ તમારી ત્વચામાં બ્લડ સર્ક્યુલેશન વધારવામાં મદદ કરે છે. ફુદીનાનો ફેસપેક લગાવીને લગભગ 20થી 25 મિનિટ માટે રાખીને પછી તેને પાણીથી ધોઈ લો.

આંખોના કાળા કુંડાળા દૂર કરે

ફૂદીનાના પાનમાં એન્ટિ ઓક્સિડન્ટ હોય છે. જે આંખોના ડાર્ક સર્કલ્સને ઓછા કરવામાં મદદ કરે છે. એના માટે તમારે આંખોની નીચે ફુદીનાની પેસ્ટ લગાવવાની છે અને રાતભર તેને છોડી દેવાની. આ તમારી આંખોના કાળા સર્કલને ઓછા કરવામાં મદદ કરશે.

ફુદીનાના પાનમાં એન્ટી સેપ્ટિક ગુણ હોય છે. જે તડકામાં ડાર્સ સ્પોર્સ અને રૈશેજ ને ઓછા કરવામાં મદદ કરે છે. આ ત્વચાને તડકાના હાનિકારક કિરણોથી બચાવવામાં મદદરૂપ થાય છે. ત્વચામાં નિખાર લાવવા માટે ફુદીનાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!