GSTV
Food Funda Life Trending

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

ખીરનું નામ સાંભળતા જ લોકોના મોઢામા પાણી આવી જાય છે. ખીર આપણા દેશમાં મોટાભાગે તહેવારો અને પૂજા-પ્રસંગો પર ખીર બનાવવામાં આવે છે. આ ખીર લોકોની ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે અને તેને ઠંડુ કરીને ખાવાનો સ્વાદ જ અલગ છે. પિતૃપક્ષ હાલ શરૂ થઈ ચુક્યો છે અને આવી સ્થિતિમાં તમે ચોખાની ખીર બનાવીને ભગવાનને અર્પણ કરી શકો છો. તો ચાલો આજે અમે તમને તેની સરળ રેસીપી વિશે જણાવીએ.

ખીર

સામગ્રી :

ફુલ ક્રીમવાળું દૂધ : 5 કપ
ચોખા : 1/4 કપ
ખાંડ : 1/2 કપ
કિસમિસ : 10-15 નંગ
લીલી ઈલાયચી : 4 નંગ
બદામ ટુકડા કરીને : 10-12 નંગ

ખીર

રીત :

સૌથી પહેલા એક કડાઈમાં તમે ચોખા અને દૂધ ને વ્યવસ્થિત રીતે ઉકાળી લો. ત્યારબાદ ચોખાને ધીમી આંચ પર પકાવો જેથી તે યોગ્ય રીતે પાકી જાય અને દૂધ પણ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો. ત્યારબાદ તેની અંદર એલચી પાવડર, ખાંડ અને કિસમિસ ઉમેરો જેથી ખીર થોડી વધુ સ્વાદિષ્ટ બને. ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો. ખાંડ ઓગાળી જાય એટલે ગેસ બંધ કરીને કડાઈ નીચે ઉતારી લો. હવે તેમા ગાર્નિશિંગ માટે બદામ અને પિસ્તા ઉમેરો. તો તૈયાર છે તમારીસવાદિષ્ટ ચોખાની ખીર.

Read Also

Related posts

હર ઘર તિરંગા / તિરંગાના રંગમાં રંગાઈ ટીમ ઈન્ડિયા, ધોની બાદ રોહિત-કોહલી સહિતના ક્રિકેટરોએ પણ ડીપી બદલી

Hardik Hingu

Tiranga Dhokla Recipe: તિરંગા ઢોકળા સાથે આઝાદીની ઉજવણી કરો, જાણો તેની રેસીપી

GSTV Web Desk

સુરત / મનપાએ વધાર્યો મિલકત વેરાનો ટાર્ગેટ, 2023માં 1700 કરોડની આવક થવાની શક્યતા

Zainul Ansari
GSTV