GSTV

નવો નિયમ/ હવે PUC સર્ટિફિકેટને હળવાશથી ના લેતા! પેનલ્ટીની સાથે RC પણ થઇ જશે સસ્પેન્ડ

PUC

Last Updated on June 18, 2021 by Bansari

New PUC Rules: ગાડીઓના પોલ્યુશન સર્ટિફિકેટ એટલે કે PUCને લઇને સામાન્ય રીતે આપણે વધુ ગંભીર નથી હોતા અને નિયમિત રૂપે ગાડીઓનું પોલ્યુશન ચેકઅપ પણ નથી કરાવતાં. પ્રદૂષણ ચેકઅપના નામ પર ફક્ત PUC સર્ટિફિકેટ બનાવવાની ફક્ત પ્રોસેસ જ થાય છે, ભલે ગાડી ગમે તેટલો ધૂમાડો કેમ ન ફેંકતી હોય. પરંતુ હવે આ બધુ નહી ચાલે.

PUC સર્ટિફિકેટને લઇને નિયમ બદલાયા

PUC સર્ટિફિકેટને લઇને સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC)ને હવે તમામ ગાડીઓ માટે દેશભરમાં યુનિફોર્મ બનાવવામાં આવશે. સાથે જ PUCને નેશનલ રજીસ્ટર સાથે પણ લિંક કરવામાં આવશે. તમારી ગાડીનું પોલ્યુશન લેવલ કેવુ છે, તેના માટે તમારે એક નિશ્વિત સમય બાદ ગાડીના પ્રદૂષણની તપાસ કરવવાની હોય છે. એક સર્ટિફિકેટ લેવાનું હોય છે જેને PUC સર્ટિફિકેટ કહેવામાં આવે છે. આ દરેક રાજ્યમાં અલગ અલગ રૂપ અને ફોર્મેટમાં હોય છે. પરંતુ હવે સરકારે નિર્ણય લીધો છે કે હવે દેશભરમાં PUC એકસમાન હશે અને સાથે જ તેમાં કેટલાંક નવા ફીચર્સ જોડવામાં આવશે. જેથી ગાડીઓના માલિકોને અનુકૂળતા રહેશે.

PUC

નવા PUCના નિયમોમાં બદલાવ

  • માર્ગ પરિવહન મંત્રાલયે PUCનું એક નવુ ફોર્મેટ જારી કર્યુ છે, જે દેશભરમાં એકસમાન હશે.
  • PUC ફોર્મ પર QR કોડ હશે. જેમાં અનેક પ્રકારની જાણકારીઓ હશે. જેમ કે ગાડીના માલિકનું નામ અને તેના એડમિશનનું સ્ટેટસ શું છે. એટલે કે કેટલો ધુમાડી છોડી રહી છે.
  • PUC ડેટાબેસને નેશનલ રજીસ્ટર સાથે જોડવામાં આવશે. નેશનલ રજીસ્ટરમાં નોંધાયેલી જાણકારીથી પોલ્યુશન સર્ટિફિકેટ લિંક થશે.
  • નવા PUC ફોર્મમાં હવે ગાડીઓના માલિકોનો મોબાઇલ નંબર હશે. તેનું સરનામુ, ગાડીનો એન્જિન નંબર અને ચેસિસ નંબર પણ રજીસ્ટર થશે.
  • PUCમાં ગાડીના માલિકનો મોબાઇલ નંબર રજીસ્ટર કરાવવો જરૂરી હશે. જેના પર વેલિડેશન અને ફીસ માટે એસએમએસ એલર્ટ મોકલવામાં આવશે.
PUC
  • પહેલીવાર રિજેક્શન સ્લિપની શરૂઆત કરવામાં આવી છે. જો કોઇ ગાડીમાં પ્રદૂષણ સ્તર વધુ સમય સુધી લિમિટની બહાર છે તો તેને રિજેક્શન સ્લીપ પકડાવી દેવામાં આવશે.
  • આ સ્લિપને લઇને ગાડીની સર્વિસિંગ માટે સર્વિસ સેન્ટર જવાનું રહેશે. જો ત્યાં પોલ્યુશન માપતી મશીન ખરાબ હોય તો માલિકે અન્ય સેન્ટર જવુ પડશે.
  • જો પ્રવર્તન અધિકારી પાસે તે માનવાનું કારણ છએ કે ગાડી એમિશન માપદંડાની જોગવાઇનું ઉલ્લંઘન કરી રહી છે. તો તે લેખિત રૂપે અથવા ઇલેક્ટ્રોનિક મોડના માધ્યમથી ચાલક અથવા વાહનના પ્રભારી વ્યક્તિને ગાડીની તપાસ માટે કોઇ ઓથોરાઇઝ્ડ ટેસ્ટિંગ સેન્ટરમાં જમા કરવાનો આદેશ આપી શકે છે.
  • જો ગાડીનો માલિક તપાસ માટે વાહન ન લાવે તો તેના પર પેનલ્ટી લાગશે. રજીસ્ટ્રેશન અધિકારી લેખિતમાં કારણ નોંધીને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) અને પરમિટને સસ્પેન્ડ કરી શકે છે.
  • આ સસ્પેન્શન ત્યાં સુધી રહેશે, જ્યાં સુધી PUC બની ન જાય.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!