GSTV

નવો નિયમ/વાહનચાલકો વાંચી લેજો: આ સર્ટિફિકેટ નહીં હોય તો ધંધે લાગી જશો, સરકારે બદલી નાંખ્યા છે આ રૂલ્સ

સર્ટિફિકેટ

Last Updated on August 26, 2020 by Karan

હવેથી વાહનનો વીમો રિન્યુ કરાવતી વખતે પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ (પીયુસી) સર્ટિફિકેટ ફરજિયાત રજૂ કરવાનું રહેશે. દેશની દરેક જનરલ ઈન્સ્યુરન્સ કંપનીઓને ‘ધ ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઈરડા)’ દ્વારા આ અંગે પરિપત્ર કરવામાં આવ્યો છે. વીમા વખતે પીયુસી હોવુ જ જોઈએ એવો આદેશ અગાઉ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. ઈરડા હવે તેનું પાલન કરાવી રહી છે.

જાણો શું છે પીયુસીનો આ નવો નિયમ

આ પરિપત્રનો અમલ થયા પછી પીયુસી વગરના વાહનો માટે ઈન્સ્યુરન્સ ક્લેઈમ કરવો અઘરો પડી જશે. કેમ કે નિયમ પ્રમાણે ઈન્સ્યુરન્સ ક્લેઈમ કરતી વખતે સાથે પીયુસી સર્ટિફિકેટ પણ જોડવાનું રહેશે. અકસ્માત વખતે વાહન પીયુસી ધરાવતું હશે તો જ વીમો પાસ થશે. દેશમાં અને ખાસ તો દિલ્હી-એનઆરસી વિસ્તારમાં વાહનોને કારણે હવા પ્રદૂષણ વધી રહ્યું છે.

હવા પ્રદૂષણ કાબુમાં રહે એ માટે સુપ્રીમે વિવિધ પગલાં ભરવા સૂચન કર્યા છે અને આદેશ પણ આપ્યા છે. એ પછી 20 ઓગસ્ટે ઈરડાએ દેશની દરેક મોટી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓના એમડી અને સીઈઓને કાગળ લખી આ આદેશનું પાલન કરવા કહ્યું છે. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પણ વાહન પ્રદૂષણની ફરિયાદ કરી હતી.

Read Also

Related posts

કોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ

Damini Patel

કારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી

Damini Patel

ગુજરાતના 9 મંત્રી અને 30થી વધુ BJP MLAના 3થી લઇને 7 સંતાનો! વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવા સરકાર તલપાપડ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!