GSTV

મુંબઈ લોકલમાં હવે સામાન્ય લોકો પણ કરી શકશે મુસાફરી પરંતુ દર વખતે નહી, વાંચો આ રાખી છે શરત

મુંબઈની લોકલ ટ્રેન કોરોના વાયરસના રોગચાળાને કારણે બંધ છે. ધીરે ધીરે ટ્રેનો શરૂ કરાઈ હતી. જો કે આ ટ્રેનોમાં સામાન્ય માણસોને મુસાફરી કરવાની છૂટ નથી. ફક્ત આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકોને જ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ છે. રેલ્વેએ લખીને સામાન્ય માણસોને પણ મુસાફરી માટે પરવાનગીની માંગ કરી છે. મહારાષ્ટ્ર સરકારનો પત્ર મળ્યો છે. સામાન્ય લોકોને નોન-પીક અવર્સમાં મુસાફરી કરવાની છૂટ હોવી જોઈએ. જેમાં સરકાર દ્વારા 3 સ્લોટ સૂચવવામાં આવ્યા છે. મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને લોકલ ટ્રેનોની સંખ્યામાં વધારો કરવાની માંગ પણ કરવામાં આવી છે.

સવારે 7 વાગ્યા સુધી લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ મળી શકે છે. આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોને સવારે 8 થી સવારે 10.30 સુધી ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ મળી શકે છે. સવારે 11 થી સાંજનાં 4 સુધી કોઈ પણને મુસાફરી કરવાની છૂટ મળી શકે છે. સાંજે 5 થી 7.30 નો સમય ફરીથી આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકો માટે રહેશે. ત્યારબાદ સવારે 8 વાગ્યાથી મોડી રાત સુધી સામાન્ય માણસને પણ મુસાફરીની છૂટ મળી શકે છે. દર કલાકે એક મહિલા વિશેષ ટ્રેન ચલાવવા સૂચન કર્યું હતું. હાલમાં મુંબઇમાં સેન્ટ્રલ લાઇન (મેઇન લાઇન) અને વેસ્ટર્ન રેલ્વે વચ્ચે કુલ 1410 લોકલ ટ્રેનો દોડી રહી છે. 12 ડબ્બાની લોકલ ટ્રેનમાં 700 લોકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!