GSTV

મોદી સરકારના આ નિર્ણયથી નારાજ થઇ સરકારી કંપનીઓ, સૌથી બધું કમાણી કરી આપતી કંપનીઓ હડતાલ પર

મોદી

Last Updated on August 4, 2021 by Damini Patel

સરકારે જાહેર ક્ષેત્રની ચાર સામાન્ય વીમા કંપનીઓનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. તેના વિરોધમાં આ વીમા કંપનીઓના કર્મચારીઓ બુધવારે એક દિવસની દેશવ્યાપી હડતાલ પર છે. આ કંપનીઓ વીમા પ્રીમિયમ કલેક્શન અને ક્લેમ સેટલમેન્ટમાં પ્રથમ સ્થાને છે. હડતાલને બેંક અધિકારીઓની સર્વોચ્ચ સંસ્થા ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC) દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે.

ઓલ ઇન્ડિયા જનરલ ઇન્શ્યોરન્સ એમ્પ્લોઇઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે. ગોવિંદને કહ્યું કે યુનિયનોએ લોકસભામાં જનરલ ઇન્શ્યોરન્સ બિઝનેસ (રાષ્ટ્રીયકરણ) સુધારા વિધેયક, 2021 પસાર થવા સામે એક દિવસની હડતાલનું એલાન આપ્યું છે. તેમણે કહ્યું કે PSGI ની ચારેય કંપનીઓના કર્મચારીઓ દિવસભરની હડતાલમાં ભાગ લઈ રહ્યા છે.

આ કંપનીઓ હડતાલ પર ઉતરી

જે કંપનીઓ હડતાલ પર ઉતરી છે તેમાં જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડનો સમાવેશ થાય છે. હકીકતમાં, પેગાસસ જાસૂસી અને અન્ય મુદ્દાઓ પર વિપક્ષી પાર્ટીઓના સતત વિરોધ વચ્ચે લોકસભાએ સોમવારે ચર્ચા વગર બિલ પસાર કર્યું હતું. રાજ્યસભામાં બુધવારે ચર્ચા અને પાસ માટે બિલ આવવાનું છે. આ બિલ પસાર થયા બાદ કેન્દ્ર સરકાર વીમા કંપનીમાં 51 ટકાથી ઓછો હિસ્સો રાખી શકે છે, એટલે કે તેનું ખાનગીકરણ કરી શકાય છે.

આ કંપનીઓ કમાણીમાં ટોપ 5 માં સામેલ છે

ઓલ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ એમ્પ્લોઇઝ એસોસિએશન (AIIEA) એ જણાવ્યું હતું કે આ પગલાંઓને કારણે સરકાર તમામ ચાર જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા અને પુનર્વીમાકર્તા GICનું ખાનગીકરણ કરી શકે છે. AIIEA એ કહ્યું, “નાણામંત્રીનીનું એ તર્ક હાસ્યાસ્પદ લાગે છે કરે આ ખાનગીકરણ નથી, પરંતુ વધુ ખાનગી ભાગીદારી તરફ એક પગલું છે” વાસ્તવમાં, PSGI કંપનીઓ પ્રીમિયમ કલેક્શન અને ક્લેમ સેટલમેન્ટની દ્રષ્ટિએ પ્રથમ પાંચમાં ક્રમે છે.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!