GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

બેન્ક કર્મચારીઓએ જ બેન્કોને લગાવ્યો 2450 કરોડનો ચૂનો

પીએનબી કૌભાંડ બાદ અનેક ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે વર્ષોથી થઇ રહેલા અનેક કૌભાંડોમાં સરકારી બેન્કોના અધિકારીઓ જ સક્રિય ભુમિકા ભજવતા રહ્યાં છે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના આંકડાઓમાં જાણવા મળ્યું છે કે વિભિન્ન રાજ્યોમાં સ્ટાફની સંડોવણીના કારણે છેતરપિંડીના કેસ અને તેનાથી થયેલા નુકસાનની રકમનો રકોર્ડ છે.

એપ્રિલ 2013થી જૂન 2016ના આંકડાઓ દર્શાવે છે કે બેન્ક કર્મચારીઓની સંડોવણીના કારણે એક લાખ રૂપિયા થવા તેનાથી વધુ રૂપિયાની છેતરપિંડીના કુલ 1,232 કેસોમાં 2,450 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. આરબીઆઇ હાલ ક્વાર્ટર આધારે રાજ્યવાર આંકડો તૈયાર કરે છે. તેમાં કુલ કેસના 49 ટકા એટલે કે 609 કેસ મહારાષ્ટ્ર સહિત દક્ષિણી રાજ્યોના છે. જો કે આવા ગુનાઓમાં બેન્કોને થયેલા નુકસાનની કુલ રકમ એટલે કે 462 કરોડ રૂપિયા જ તેમના ભાગે આવ્યાં છે.

રાજ્યકુલ કેસકેસની ટકાવારીકુલ રકમનુ નુકસાનનુકસાન ટકાવારીમાં
તમિલનાડુ17014 %83.09 કરોડ રૂપિયા3%
આંધ્રપ્રદેશ15713%148.41 કરોડ રૂપિયા6%
કર્ણાટક12510%89.34 કરોડ રૂપિયા4 %
મહારાષ્ટ્ર1079%110.43 કરોડ રૂપિયા4.5 %
કેરળ504%30.53 કરોડ રૂપિયા1.2 %
રાજસ્થાન383%1,096 કરોડ રૂપિયા45%
ચંદીગઢ030.02%253.44 કરોડ રૂપિયા10%
દિલ્હી373%188.22 કરોડ રૂપિયા8%
પશ્વિમ બંગાળ696%167 કરોડ રૂપિયા7%
ઓવરસીઝ બ્રાન્ચ90.7%41.6 કરોડ રૂપિયા1.7%
21 અન્ય રાજ્ય46738%241.53 કરોડ રૂપિયા10%
કુલ1,232100%2450 કરોડ રૂપિયા100%

Related posts

ચાઈનીઝ નેવીની સાથે દેખાઈ પરમાણું હુમલો કરતી પાકિસ્તાની સબમરિન, ભારતને ઘેરવાનો પ્રયાસ

Mansi Patel

એન્જિનિયરો માટે સરકારી નોકરીની ઉજળી તકો : 35 હજારથી વધુ મળશે પગાર, જલદી કરો

Mansi Patel

પન્નાના એસપીના બૂટમાં છૂપાયો હતો ઝેરી સાપ, મોજા કાઢતા સમયે થયું કંઈક આવું કે…

Karan
Do NOT follow this link or you will be banned from the site!