GSTV

મંદીથી બચવા બેન્કોએ 9 દિવસમાં 81,781 કરોડ રૂપિયાની વહેંચણી કરી, સરકારે કરી આ સુવિધા

કેન્દ્રીય નાણાં મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેન્કોએ 1લી ઓક્ટોબરથી 9 ઓક્ટોબર દરમિયાન યોજાયેલા લોન મેળામાં રૂપિયા 81,781 કરોડના ધિરાણની વહેચણી કરી હતી. નાણાં બાબતના સચિવ રાજીવકુમારના મતે આ ધિરાણ પૈકી રૂપિયા 34,342 કરોડ નવા લોનના સ્વરૂપમાં હતા.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે બેન્કો પાસે પૂરતા પ્રમાણમાં રોકડ ઉપલબ્ધ છે. એ બાબતને સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો (MSME)ની મોટી કંપનીઓ પાસેથી લેણાની બાકી નિકળતી ચુકવણી પણ થઈ જાય.

મોટી કંપનીઓ પર MSME સેક્ટરના રૂપિયા 40 હજાર કરોડ બાકી

નાણાં પ્રધાને જણાવ્યું હતું કે નાના ઉદ્યોગોને રોકડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે બેન્કો પાસે MSME માટે બિલ ડિસ્કાઉન્ટીગ સુવિધા ઉપલબ્ધ કરાવવા કહેવામાં આવ્યું છે. મોટી કંપનીઓના રિટર્ન ફાઈલિંગ પ્રમાણે તેમના પર MSME સેક્ટરના રૂપિયા 40 હજાર કરોડ બાકી છે. દિવાળી અગાઉ MSMEની ચુકવણી થઈ જાય તે માટે શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

READ ALSO

Related posts

સંસદમાં સીટ બદલવા પર સંજય રાઉત બોલ્યા- દિલ્હી કોઈના બાપની નથી, મોટા મોટા આવ્યા અને ગયા

Kaushik Bavishi

કેન્દ્ર સરકાર શિયાળુ સત્રમાં નાગરિકતા સંશોધન બિલ કરશે રજૂ, તમામ વિપક્ષ પક્ષોનો ઉગ્ર વિરોધ

pratik shah

1950થી અસ્તિત્વમાં આવેલા આ ડેટા કેન્દ્ર સરકાર જાહેર નહી કરે, લોકોએ ઉઠાવ્યા અનેક સવાલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!