ફિલ્મ : શાદી મેં જરૂર આના
ડાયરેક્ટર : રત્ના સિન્હા
સ્ટાર કાસ્ટ : રાજકુમાર રાવ, કૃતિ ખરબંદા, ગોવિંદ નામદેવ, મનોજ પાહવા
સમય : 2.00 કલાક અને 17 મિનિટ
સર્ટિફિકેટ : U/A
રેટિંગ : 2.5 સ્ટાર
રાજકુમાર રાવ માટે વર્ષ 2017 ખુબજ સારુ રહ્યું. ‘ટ્રેપ્ડ’, ‘બહન હોગી તેરી’, ‘બરેલી કી બર્ફી’, અને ઓસ્કર માટે નોમિનેટેડ થયેલ ‘ન્યૂટન’ આ સૌ ફિલ્મ આ વર્ષે રિલીઝ થઇ. દરેક ફિલ્મમાં પોતાની અલગ છાપ છોડનાર પાવરપેક હિરો રાજકુમાર રાવ ફરી થી ‘શાદી મે જરૂર આના’ ફિલ્મ સાથે પડદા પર આવી ગયા છે.
ફિલ્મની સ્ટોરી
સત્યેન્દ્ર ઉર્ફ સત્તુ (રાજકુમાર રાવ ) અને આરતી (કૃતિ ખરબંદા)ના લગ્ન થવાનો હોય છે. પરંતુ વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે કે લગ્નની રાત્રે જ આરતી ઘર છોડીને ભાગી જાય છે. જેનું કારણ આરતી લગ્ન પહેલા પોતાની કરિયર પર ધ્યાન આપે છે.
5 વર્ષ બાદ સત્તૂ એટલે કે રાજકુમાર રાવ એક આઇએએસ ઓફિસર બની જાય છે. ત્યારે આરતી પણ પીસીએસ ઓફિસર બનીને કામ કરતી હોય છે. અહીં ફરી એક વાર બન્નેની મુલાકાત થાય છે. પરંતુ સત્તુ આરતીને નફરત કરે છે કારણ કે લગ્નની રાત્રે ઘર છોડી ને ભાગ જવાથી સત્તુના માતાપિતાની ખાનદાનમાં નામ ખરાબ થાય છે. જોકે આગળ શું થાય છે તે જાણવા તમારે ફિલ્મ જોવી પડશે.
કેમ જોવી જોઇએ ફિલ્મ :
-ફિલ્મની વાર્તા છોકરીઓની શિક્ષા, નોકરી અને સમાનતાના અધિકારની સાથે દહેદ પ્રથાની તરફ ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે.
-ફિલ્મનું ડાયરેક્શન સારુ છે. નાના શહેરની લાઇફ સ્ટાઇલને પડદા પર સારી રીતે દર્શાવવામાં આવ્યું છે.
-રાજકુમાર રાવે ફિલ્મમાં બે ભૂમિકા નિભાવી છે. પહેલી ભૂમિકા જેમાં તે એક પ્રેમ કરનાર આશિક તરિકે નજરે પડે છે. જ્યારે અન્યમાં તે નફરત કરતો જોવા મળે છે. તેની સાથે આરતી એટલે કે કૃતિ ખરબંદાનું પાત્ર પણ પ્રશંસનીય છે. આ સિવાય મનોજ પાહવા, ગોવિન્દ નામદેવ અને અન્ય કલાકરો નું કામ ઠીક છે.
-ફિલ્મના ગીતોની વાત કરવામાં આવે તો તે સ્ટોરીને આગળ લઇ જતા જોવા મળે છે. ફિલ્મના કેટલાક ડાઇલોગ્સ તમને હંસાવતા નજરે પડે છે.
– જોકે ફિલ્મની મર્યાદા એ છે કે શરૂઆતનો ભાગ રસપ્રદ બની રહે છે પરંતુ ઇન્ટરવલ બાદ તે ધીમી પડતી જાય છે.
શાદી મેં જરૂર આના ફિલ્મ લગભગ 15 કરોડમાં બની છે. તેને 800થી વધુ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી રહી છે. તેનો સામનો ઇરફાન ખાનની કરીબ-કરીબ સિંગલ સામે થશે.