GSTV

સરકારની આ સ્કીમમાં થશે ફાયદો જ ફાયદો, ક્યારેય નહી આવે પૈસાની તંગી!

લાંબાગાળાના રોકાણ પર ટેક્સ છૂટ માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડને સૌથી સારું રોકાણ કરવાનું સાધન માનવામાં આવે છે. લોકોની વચ્ચે આમ ઘણું પોપ્યુલર છે. તેમાં જમા કરેલી રકમ પર ટેક્સ છૂટ જ નથી મળતી. પરંતુ વ્યાજ પર પણ ટેક્સ છૂટનો લાભ મળે છે.

સરકારી સ્કીમ હોવાના કારણે મળે છે ડબલ ફાયદો

આ સરકારી યોજના નાના રોકાણકારો માટે સારો વિકલ્પ છે. જેમાં તેઓ એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકે છે. PPF એકાઉન્ટની મેચ્યોરિટી અવધિ (PPF Maturity Period)15 વર્ષ માટે હોય છે. આજે અમે તમને તેની સાથે જોડાયેલી એવી પાંચ વસ્તુઓ કહેવા જઈ રહ્યા છીએ. જેની ઉપર તમારે પીપીએફ ખાતાના મેચ્યોરિટીના સમયે જરૂર ધ્યાન રાખવું જોઈએ.

  • 15 વર્ષની મેચ્યોરિટી અવધિ પૂરી થયા બાદ તમે ઈચ્છો તો રોકાણ કરવામાં આવેલી રકમ અને તેની ઉપર મળતા વ્યાજ કાઢીને આ ખાતાને બંધ કરી શકો છો. તેના માટે તમારે બેંક અથવા પોસ્ટ ઓફિસથી ફોર્મ લઈને ભરવાનું રહેશે. ત્યારબાદ તમારા એકાઉન્ટ સેટલમેન્ટની પ્રક્રિયા શરૂ થઈ જશે.
  • જો તમે તમારા પીપીએફ ખાતાને મેચ્યોરિટી અવધઝિ પુરી થયા બાદ બંધ કરવા માંગો છો તો તમે તેને પાંચ-પાંચ વર્ષનાં બ્લોકમાં આગળ વધારી શકો છો. તેના માટે તમારે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ફોર્મ H (એચ) ભરવું અનિવાર્ય રહેશે.
  • PPF એકાઉન્ટને લઈને ઘણા નાણાકીય સલાહકારોનું કહેવું છેકે, તેમાં એક નાણાકીય વર્ષ દરમ્યાન 1.5 લાખ રૂપિયા સુધીની મહત્તમ સીમામાં રોકાણ કરવુ સૌથી વધારે ફાયદાકારક રહે છે. આ રોકાણને ટેક્સ છૂટનો પૂર્ણ લાભ મળવાની સાથે જ વ્યાજ પણ વધારે મળે છે, કારણકે વ્યાજની રકમ પર પણ ટેક્સ છૂટ મળે છે.
  • PPF સ્કીમ નાણાકીય વર્ષના આધાર પર હોય છે. જે એપ્રિલથી લઈને માર્ચ સુધીની હોય છે. એવામાં જો તમે 31 માર્ચે પણ PPF ખાતું ખોલ્યુ હોય તો બીજા દિવસે તમારે એક વર્ષ પૂર્ણ થઈ જશે. એટલે તમારી પાસે 1 એપ્રિલથી ફક્ત 14 વર્ષ જ બચશે.
  • 15 વર્ષની મેચ્યોરિટી પહેલાં તમે PPF એકાઉન્ટમાંથી બધી જ રકમ ઉપાડી શકશો નહી. જોકે, ગંભીર બીમારી તે ઉચ્ચ શિક્ષાના સમયે વિશેષ છૂટ મળે છે. મેચ્યોરિટી અવધિ પૂરી થતાં પહેલાં તમે રકમનો અમુક હિસ્સો જરૂર ઉપાડી શકો છો. તેના માટે નિયમ છેકે, ગયા નાણાકીય વર્ષનાં અંતમાં જે રકમ હશે તેની 50 ટકા રકમ જ ઉપાડી શકો છે.

READ ALSO

Related posts

રાજકોટ પોલીસે એક યુવકને દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો, અન્ય રાજ્યમાંથી આવતા લોકો હથિયારો લાવતા હોવાની આશંકા

Nilesh Jethva

ટી20માં ભારતનો ધમાકેદાર દેખાવ, ઓસ્ટ્રેલિયાને 11 રનથી હરાવ્યું

Pravin Makwana

ગરીબોના ઝૂંપડાઓ તોડતી મનપા ગેરકાયદે બાંધકામ ધરાવતી હોસ્પિટલ સામે કેમ પગલાં નથી ભરતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!