GSTV

રૂપાણી સરકારમાં જાહેર સાહસો ખોટના ખાડામાં, 15 સાહસોમાં 2,569 કરોડની ખોટ

ગુજરાત રાજ્યમાં કુલ 77 જાહેર સાહસો છે જે પૈકી 11 જાહેર સાહસો માત્ર ઉર્જાક્ષેત્રમાં કાર્યરત છે. જયારે બાકીના જાહેર સાહસો અન્ય ક્ષેત્રમાં પ્રવૃતમય છે. કેગના રિપોર્ટમાં જાહેર થયુ છેકે, 15 જાહેર સાહસોએ રૂા.2569.84 કરોડની ખોટ કરી છે જયારે 44 જાહેર સાહસોએ 2487.28 કરોડનો નફો કર્યો છે.

77 જાહેર સાહસોમાં અધધ રોકાણ

ગુજરાતમાં કાર્યરત 77 જાહેર સાહસોમાં રૂા.142880.79 કરોડનું રોકાણ છે. આ જાહેર સાહસોની અંદાજીત સહાય રૂા.8150,79 કરોડ અને રૂા.9953.83 કરોડ હતી. કેગના રિપોર્ટમાં ટિપ્પણી થઇ છેકે, આ કુલ જાહેર સાહસો પૈકી 15 જાહેર ઉપક્રમોએ રૂા.2569.64 કરોડની ખોટ કરી હતી જયારે 15 જાહેર સાહસો રૂા.2569.84 કરોડની ખોટમાં રહ્યાં હતાં.

39 જાહેર ઉપક્રમોએ પાછલા નાણાંકીય હિસાબો રજૂ નથી કર્યાં

કાર્યરત 61 જાહેર ઉપક્રમો પૈકી 39 જાહેર ઉપક્રમોએ તો પાછલા નાણાંકીય હિસાબો રજૂ કર્યા ન હતાં. આ જાહેર ઉપક્રમોના એકથી માંડીના ચાર વર્ષ સુધીના નાણાંકીય હિસાબો બાકી રહ્યાં હતાં. કેગના અહેવાલમાં એવી ય નોંધ કરાઇ હતી કે, 57 જાહેર ઉપક્રમોમાંથી 47 ઉપક્રમોએ ઓડિટ કરેલા હિસાબો રજૂ કર્યા હતાં. બાકીના 21 ઉપક્રમોએ હિસાબી ધોરણોનું ય પાલન કર્યુ ન હતું. આમ, ગુજરાતના જાહેરસાહસોની ય આર્થિક સ્થિતી ડામાડોળ બની રહી છે.

Related posts

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana

પ્લેટફોર્મ ટિકિટનો રેટ ડબલ કરીને રેવન્યૂ વધારવાની તૈયારી રેલવે વિભાગ, 121 સ્ટેશનો પર નવેમ્બરમાં લાગુ થઈ શકે છે નિયમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!