GSTV
Surat ગુજરાત

ગૃહ રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ E -FIR અંગે યોજાયો જનજાગૃતિ કાર્યક્રમ

ગૃહ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ E -FIR અંગે લોકોમાં જાગૃતી આવે તે હેતુસર સુરતના સિટી લાઈટ સ્થિત અગ્રસેન ભવન ખાતે રાજ્યગૃહ મંત્રીની અધ્યક્ષતામાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે,ભરૂચ જિલ્લામાં લૂંટારુઓના લૂંટનો પ્રયાઆ કરવામાં આવ્યો હતો.જે પ્રયાસને ભરૂચ જિલ્લા પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.ઘટનામાં સાહસપૂર્વક એક આરોપીની પોલીસે ઝડપી પાડ્યો હતો,જ્યારે બાકીના તમામ આરોપીઓની પણ મોડી રાત્રે ધરપકડ કરી લેવામાં આવી છે.

વાહન ચોરી અથવા મોબાઈલ ચોરીની ફરિયાદ લોકો સરળતાથી નોંધાવી શકે તે માટે ગૃહ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ E -FIR એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.જેનો વધુથી વધુ લોકો ઉપયોગ કરે તે હેતુસર જન જાગૃતિ અભિયાનના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.જેની ઉપલક્ષીમાં આજ રોજ રાજ્યગૃહ મંત્રીની અધ્યક્ષતામાં પણ સુરતના સીટી લાઈટ સ્થિત અગ્રસેન ભવન ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

E -FIR નો ઉપયોગ કઈ રીતે કરવો અને તે કઈ રિરે કામ કરે છે,તે માટેની સમજણ અને માહિતી ગૃહમંત્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ લોકોને આપી હતી.વધુમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે,સાબરકાંઠામાં નવજાત બાળક મળી આવવાની ઘટનામાં પોલીસે જુદી જુદી ટિમો બનાવી કસૂરવાર માતા-પિતાને પણ ઝડપી પાડ્યા છે.જ્યારે ભરૂચ જિલ્લામાં લૂંટની ઘટના ને અંજામ આપવા આવેલ લૂંટારુઓના પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવી એક આરોપીને સ્થળ પર જ ઝડપી પાડી અન્ય તમામ આરોપીઓની પણ મોડી રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં ધરપકડ કરી લેવામાં આવી છે.

Related posts

શ્રાવણમાં મેઘો મંડાણો / અમદાવાદમાં ધોધમાર વરસાદ, માર્ગો પર વરસાદી પાણી ભરાયા

Hardik Hingu

મોટી રાહત / ગુજરાતમાં કોરોનાની ગતિ પડી ધીમી : 24 કલાકમાં નોંધાયા ૪૫૯ કેસ, એક પણ મોત નહીં

GSTV Web Desk

એલર્ટ / નર્મદા ડેમના 5 દરવાજામાંથી છોડાઈ રહ્યું છે 1.5 લાખ ક્યુસેક પાણી, લાગ્યો આ પ્રતિબંધ

GSTV Web Desk
GSTV