આખા 22,000 રૂપિયાનો ફોન PUBG વાળા મફતમાં જીતવાનો મોકો આપે છે, બસ ખાલી એક વિડીયો જ જોવાનો છે

ભારતમાં લોકપ્રિય રમત PUBG ગ્રાહકો માટે સારા સમાચાર લાવી છે, જેમાં ઓપ્પો એફ9 પ્રોને જીતવાની તક આપવામાં આવી છે. પબ્જી મોબાઇન ઇન્ડિયા સીરીઝ 2019 એ આ રમત ક્વોલિફાયર્સ રાઉન્ડ માટે પરિણામો જાહેર કર્યા છે, જેમાં 2000 લોકોને પસંદ કરવામાં આવ્યા છે.

પ્લેઓફ રાઉન્ડ આજે એટલે કે 10મી ફેબ્રુઆરીથી 24મી ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. કંપનીએ ટ્વિટ કર્યું કે લોકો પ્લેઑફ રાઉન્ડની લાઇવ સ્ટ્રીમિંગ જોઈને ઓપન સ્માર્ટફોન એફ 9 પ્રો જીતી શકે છે.

પબ્જીએ ટ્વિટર પર લખ્યું હતું કે ઓપ્પો એક્સ પબ્જી મોબાઇલ ઇન્ડિયા સીરીઝનું લાઇવ સ્ટ્રીમિંગ – ઑનલાઇન પ્લેઑફ ફેબ્રુઆરી 10થી ફેબ્રુઆરી 24 સુધી ચાલશે અને ઑપ્પો ફોન જીતવા માટે મેચ જુઓ. ઉલ્લેખનીય છે કે ભારતમાં ઓપ્પો એફ 9 પ્રોની કિંમત 21,999 રૂપિયા છે.

પબ્જી મોબાઇલ માટે આ રમત ક્વોલિફાયર્સ 21 જાન્યુઆરીએ લોંચ કરવામાં આવ્યા હતા અને તે 27 જાન્યુઆરીના રોજ સમાપ્ત થઈ ગયું હતું. તમે https://pubgmobile.in/indiaseries/Pubg/Results પર પરિણામ જોઈ શકો છો.

ભારતીય ટુર્નામેન્ટ્સ ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. ખેલાડીઓએ પ્રથમ આ રમતોમાથી પાસ થવું આવશ્યક છે, પછી ઑનલાઇન પ્લેઑફ્સ અને પછી ગ્રેડ ફાઇનલ રાઉન્ડમાંથી પસાર થવું જોઈએ, જેમાં લોકો પ્લેઑફ રાઉન્ડની લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter