PUBG Mobile India ના રસિયાઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. PUBG Mobile India ગેમના રસિયાઓ માટે નવું જ ટીઝર લોન્ચ કરી શકે છે. કંપનીઓ એક ટ્વિટને આધારે જણાવ્યું કે, PUBG નું નવું ટીઝર 15 જાન્યુઆરીથી 19 જાન્યુઆરીની વચ્ચે લોન્ચ થશે. જો કે સંભાવના એવી દર્શાવાઇ રહી છે કે તેમાં થોડુંક મોડું થઇ શકે છે.

PUBG Mobile India ના Relaunch ને લઇને ટૂંક સમયમાં જ એલાન થઇ શકે છે
ગયા ઓક્ટોબર-નવેમ્બર મહીનાથી જ એવી વાત ચાલી રહી છે કે, PUBG Mobile India ટૂંક સમયમાં જ લોન્ચ થઇ શકે છે. પરંતુ આ વર્ષે ચર્ચા કંઇક વધુ માત્રામાં થઇ રહી છે. તમામ રિપોર્ટ્સ અનુસાર એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, PUBG Mobile India ના Relaunch ને લઇને ટૂંક સમયમાં જ એલાન થઇ શકે છે. મળતી જાણકારી અનુસાર, જો કે હજી સુધી PUBG Mobile India ના રીલોન્ચને લઇને મંત્રાલય તરફથી લીલી ઝંડી નથી મળી.

PUBG ના રીલોન્ચને લઇને સરકાર હાલ પૂરતો કોઇ જ સંકેત નથી આપી રહી
તાજેતરમાં જ કેટલાંક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર ભારતીય યુઝર્સના ડેટાને લઇને ખૂબ ગંભીર છે. એટલા માટે PUBG Mobile India ના રીલોન્ચને લઇને સરકાર હાલ પૂરતો કોઇ જ સંકેત નથી આપી રહી. એવામાં એવા સમાચાર પણ સામે આવી રહ્યાં છે કે, તૈયાર વીડિયો ગેમ FAU-G પણ આ મહીને ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીના રોજ લોન્ચ થઇ શકે છે.આ બાબતે કંપનીએ પણ કેટલાંક સંકેત આપ્યા છે.
READ ALSO
- BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !
- ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ
- UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ
- ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર