GSTV

PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….

PUBG-mobile

TikTok બાદ હવે PUBG મોબાઇલ પર ભારત કાયમ માટે પ્રતિબંધ લગાવી શકે છે. જેના લીધે આ બેટલ રૉયલ ગેમની ભારતમાં એન્ટ્રી મુશ્કેલ થઇ શકે છે. મિનિસ્ટ્રી ઑફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY) એ PUBG Corporation સહિત અનેક કંપનીઓને આ સપ્તાહની શરૂઆતમાં જ પરમેનન્ટ પ્રતિબંધની નોટિસ આપી દીધી છે. ત્યારે હવે નથી લાગતું કે, PUBG પરથી પરેમેનન્ટ પ્રતિબંધ હટી શકે છે. જેથી આગામી ટૂંક સમયમાં PUBG મોબાઇલની એન્ટ્રી ભારતમાં મુશ્કેલ થઇ શકે છે.

આ ગેમ હવે પરત નહીં આવી શકે – IGN ઇન્ડીયા રિપોર્ટ

IGN ઇન્ડીયાના એક રિપોર્ટ અનુસાર, PUBG મોબાઇલને વિશે કહેવામાં આવ્યું છે કે, ‘આ ગેમ હવે પરત નહીં આવી શકે. સરકાર પાસે PUBG બેટલગ્રાઉન્ડ ગેમના મોબાઇલ વર્ઝનને અનબેન (unban) કરવાની કોઇ જ યોજના નથી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ‘ડેવલોપર્સ અને અધિકારીઓમાં ફેરફાર જરૂર થયા છે પરંતુ ગેમ ચીનમાં જ માન્ય છે. સાથે અન્ય સૂત્રોના જણાવ્યાં અનુસાર, PUBG Corporation ની પાસે સરકાર સાથે વાતચીત કરવા માટે હજી સુધી યોગ્ય સમય નથી. આ સૂત્રોએ એવી આશા જતાવી છે કે, PUBG કોર્પોરેશન અને ભારત સરકારની વચ્ચે માર્ચ અથવા તો એપ્રિલ સુધીમાં વાતચીત શરૂ થઇ શકે છે. જેનાથી ભારતીય ઇ-સ્પોર્ટ્સ ટીમ ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ્માં વર્ષના આગામી છ મહીનામાં ભાગ લઇ શકે છે.

PUBG મોબાઇલનું વર્ઝન PUBG Mobile India ભારતમાં પરત લાવવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, PUBG કોર્પોરેશને જણાવ્યું હતું કે, ‘PUBG મોબાઇલને એક વર્ઝનમાં ભારતમાં પરત લાવવામાં આવી રહ્યું છે જેનું નામ PUBG Mobile India હશે.’ ગયા વર્ષે કેટલાંક રિપોર્ટસએ જણાવ્યું હતું કે, ‘સરકાર PUBG ની વાપસી પર PUBG કોર્પોરેશન સાથે વાતચીત કરવા માટે તૈયાર નથી.’

આ પહેલાં PUBG Corporation એ PUBG Mobile India ને બેંગલુરૂમાં કોર્પોરેટ મામલાના મંત્રાલય સાથે રજિસ્ટર્ડ કર્યું હતું. બાદમાં બે અલગ-અલગ RTI ના જવાબમાં આઇટી મંત્રાલયે ગેમની વાપસીને નકારી દીધી. આઇટી મંત્રાલયે જણાવ્યું કે, ‘તેઓ કોઇ પણ વેબસાઇટ, મોબાઇલ એપ અથવા તો સર્વિસની શરૂઆત માટે પરવાનગી નથી આપતું. જેના કારણે PUBG મોબાઇલને પણ અનુમતિ નથી આપવામાં આવી.’

PUBG મોબાઇલ પર સરકારનું વલણ સ્પષ્ટ નથી. કંપની તરફથી પણ વધારે કન્ફ્યુઝન છે. એટલે સુધી કે ક્રાફ્ટન હજી સુધી ભારતમાં મહત્વપૂર્ણ હાયરિંગ કરી રહ્યું છે. ગયા મહીને ક્રાફ્ટને PUBG મોબાઇલ ઇન્ડીયા માટે અનીશ અરવિંદને કન્ટ્રી મેનેજરના રૂપમાં હાયર કર્યા હતાં. જેઓ પહેલાં ચીનના Tencent પેરોલ પર હતાં.

FAUG

ભારતમાં FAU-G ગેમ એન્ડ્રોઇડ ફોન માટે લોન્ચ કરાઇ

જો કે તમને જણાવી દઇએ કે, હવે ભારતમાં FAU-G ગેમ પણ એન્ડ્રોઇડ ફોન માટે લોન્ચ થઇ ચૂકી છે. જો કે આ ભારતીય ગેમ PUBG મોબાઇલ જેવી નથી. આ ગેમ ખૂબ સરળ છે. જે ગયા વર્ષે ભારત અને ચીનની વચ્ચે ગલવાન ઘાટીની હિંસક ઝડપ પર આધારિત છે. આ ગેમને માત્ર એક જ દિવસમાં 1 મિલિયનથી પણ વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે.

READ ALSO :

Related posts

કામનું / WhatsApp પર મોકલો છો વીડિયોઝ તો તમારી માટે આવ્યુ છે આ જબરદસ્ત ફીચર, જાણો શું થશે ફાયદો?

Mansi Patel

કંગના રાણાવતે પોતાના જન્મને લઇ કર્યો મોટો ખુલાસો, જયારે ઘરેમાં પેદા થઇ હતી બીજી છોકરી

Sejal Vibhani

વ્હાઇટ હાઉસને ફરીથી કબ્જે કરવાનો ટ્રમ્પનો હુંકાર: મોદીના દોસ્તે હાર બાદ પ્રથમવાર જ જાહેરમાં ભારતને ઉતારી પાડ્યું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!