PUBG Mobile Global Championship 2020 ની શરૂઆત 21 જાન્યુઆરી એટલે કે આવતી કાલથી થવા જઇ રહી છે. PUBG ની આ ઓનલાઇન ગેમ ટુર્નામેન્ટને લઇને પૂરા વિશ્વમાં ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. 21થી 24 જાન્યુઆરીની વચ્ચે PUBG Mobile Global Championship 2020 ની મેચ રમવામાં આવશે. જાણકારી માટે તમને જણાવી દઇએ કે, PMGC 2020 માં વિશ્વભરની 16 ટીમો ભાગ લેશે અને વિજેતાને ઇનામમાં 1.2 મિલિયન ડૉલર એટલે કે 8.78 કરોડ રૂપિયા આપવામાં આવશે. આમ તો PUBG ગેમ પર ભારતમાં પ્રતિબંધ છે પરંતુ ભારતીય ફેન્સ તેનું લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકશે. તો આવો જાણીએ કે કેવી રીતે PUBG Mobile Global Championship માં કઇ-કઇ ટીમો ભાગ લેશે અને ભારતમાં લોકો આને કેવી રીતે અને કયાં જોઇ શકે છે.

PUBG Mobile Esports, Facebook, YouTube અને Twitch ચેનલ પર લાઇવ જોઇ શકશો
PMGC 2020 નું લાઇવ સ્ટ્રીમિંગ ભારતમાં 21થી 24 જાન્યુઆરીના રોજ દરરોજ સાંજે 5:30 વાગ્યે શરૂ થશે અને ફેન્સ તેની હિંદી, અંગ્રેજી, નેપાળી, થાઇ સહિતની અનેક ભાષાઓમાં કોમેન્ટ્રી સાંભળી શકશે. 21 જાન્યુઆરી ના રોજ ટુર્નામેન્ટની શરૂઆત 4 વાગ્યાથી જ શરૂ થઇ જશે. ભારતમાં આપ આ ચેમ્પિયનશીપને PUBG Mobile Esports, Facebook, YouTube અને Twitch ચેનલ પર જોઇ શકો છો.

આ છે વિશ્વની એવી 16 ટીમો જે આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે
Four Angry Men
Bigetron Red Aliens
RRQ Athena
Konina Power
Klas Digital Athletics
Secret Jin
Futbolist
Nova XQF
Power888 KPS
Abrupt Slayers
Alpha7 Esports
Z3US Esports
Natus Vincere
Aerowolf Limax
Team Secret
A1 Esports
દરેક મેચના પોઇન્ટ પ્લેસમેન્ટમાં વહેંચવામાં આવશે. 24 મેચના અંતિમમાં સૌથી વધારે પોઇન્ટવાળી ટીમને World Champions ના ટાઇટલથી નવાઝવામાં આવશે.
1st place: 15 points
2nd place: 12 points
3rd place: 10 points
4th place: Eight points
5th place: Six points
6th place: Four points
7th place: Two points
8-12th place: One point
13-16th place: Zero points

ચેમ્પિયનશીપમાં પ્રથમ સ્થાને આવનારી ટીમને મળશે રૂ. 5.12 કરોડ
PUBG Mobile Global Championship (PMGC) 2020 માં કુલ 8.78 કરોડ રૂપિયા ઇનામના રૂપમાં વહેંચવામાં આવશે અને પ્રથમ સ્થાન પર રહેલી ટીમને સૌથી વધારે રૂપિયા મળશે. આ ચેમ્પિયનશીપમાં પ્રથમ સ્થાન પર આવનારી ટીમને 7 લાખ ડૉલર એટલે કે 5.12 કરોડ રૂપિયા મળશે. જ્યારે બીજા સ્થાન પર રહેલી ટીમને રૂપિયા 1.46 કરોડ મળશે. જ્યારે ત્રીજા સ્થાને આવેલી ટીમને એક લાખ ડૉલર એટલે કે રૂપિયા 73.2 લાખ મળશે.
READ ALSO
- ભાજપ સાથે છેડો ફાડનાર ધર્મેન્દ્ર મિલન સામે ફરિયાદ,પોલીસ અને ધર્મેન્દ્રના ટેકેદારો વચ્ચે થયું ઘર્ષણ: પોલીસે કર્યો બળપ્રયોગ
- આઝમ ખાન સામે યોગી સરકારની કાર્યવાહી, લોકતંત્ર સેનાની તરીકે મળતું પેન્શન બંધ કરાયું
- નડ્ડાના બંગાળ પ્રવાસ પર કોલાહલ, ભાજપે કહ્યું પોલીસે રદ્દ કરી બૈરકપુર પરિવર્તન યાત્રા, હવે ખખડાવશે કોર્ટના દરવાજા
- ફ્લિપકાર્ટ તેના ગ્રુપમાં 25,000 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરશે, આ ત્રણ કંપનીઓ સાથે કરશે ભાગીદારી
- કામની વાત/ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ નહીં કરવા પર થશે અનેક ફાયદા, મળશે આટલુ ટકાનું ડિસ્કાઉન્ટ