GSTV
Auto & Tech Trending

PUBG મોબાઈલ ગેમમાં આવ્યું અપડેશન, તમે પણ કરી શકો છો ડાઉનલોડ, આ છે સમગ્ર પ્રક્રિયા

PUBG

PUBG મોબાઈલના નવા વૈશ્વિક 1.3 બીટા સંસ્કરણએ ગેમર્સને અમૂક નવા પરિવર્તનોથી રોમાંચિત કરી દીધા છે. તેમાં નવા દ્વીપને કારકીન કહેવામાં આવ્યો છે. PUBGનું આ સંસ્કરણ પહેલા પર્સનલ કમ્પ્યુટર માટે લોન્ચ કરવામાં આવ્યું છે. હવે તેને મોબાઈલ વર્ઝન માટે પણ લોન્ચ કરવામાં આવ્યું છે.

નવા સંસ્કરણમાં અનેક નવા ફીચર્સ જોડવામાં આવ્યા

PUBG મોબાઈલના નવા સંસ્કરણમાં 2*2  કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ દ્વિપમાં માત્ર 64 ખેલાડી ડ્રોપ કરી શકાય છે. અમે એક નવું ફિચર ડિમોલિશન જોન, FAMAS અસોલ્ટ રાઈફલ અને એક નવા મોટર એર ગ્લાઈડરને પણ જોડવામાં આવ્યા છે. કારકિન દ્વીપનો આકાર અમૂક હદ સુધી લિવિક દ્વીપ સમાન છે. પરંતુ સંખોક દ્વીપથી નાનો છે. ખેલાડીઓને નવા 1.3 બીટા સંસ્કરણના ઉપયોગ કરવા માટે તેમને પોતાના ગ્લોબલ અકાઉન્ટ જોડવું પડશે. PUBG મોબાઈલના આ બીટા વર્ઝનને કોઈ અન્ય ખાતાથી એક્સેસ કરી શકાય નહીં.

ડાઉનલોડ માટે લિંક પર કરો ક્લિક

PUBG મોબાઈલના 1.3 બીટા સંસ્કરણ માટે નવા એપીકે ડાઉનલોડ કરવા માટે તમારા આ લિંક (https://web.gpubgm.com/m/download_android.html) પર ક્લિક કરવું પડશે. ધ્યાન રાખો કે આ એપના ડાઉનલોડ લિંક માત્ર એન્ડ્રોઈડ ડિવાઈસ માટે ઉપલબ્ધ છે. આઈફોન પર નહિં. ફાઈલનો આકાર 624 MB છે. એક વખત અજ્ઞાત સ્ત્રોતથી ઈન્સ્ટોલ સક્રિય થયા બાદ ગેમ ડાઉનલોડ કરી શકાય છે. એપની ફાઈલ ડાઉનલોડ થયા બાદ કોઈ રિસોર્સ પેકની પસંદગી કરી શકે છે અને ગેસ્ટ વિકલ્પ પણ નક્કી કરી શકે છે.

એક્ટિવેશન કોડમાં નાખવાથી આવી શકે છે મુશ્કેલીઓ

જ્યારે આ વર્ઝનને એક્ટિવેશન કોડમાં નાખવામાં આવે તો અમૂક યુઝર્સને મુશ્કેલી આવી શકે છે. ગેસ્ટ ઓપ્શનની પસંદગી કર્યા બાદ આગામી ચરણ ઈન્વાઈટ કોડને સક્રિય કરે છે. જ્યારે કોઈ PUBG Mobile મેનુમાં પ્રવેશ કરે છે તો તેમને Beta Test Invitation પર જવું પડશે. ક્યારેક-ક્યારેક તેમને એક sms પણ મળશે. તમે એડવાન્સ સ્ક્વાડ લિડર પદ પ્રાપ્ત કરવા માટે સક્ષમ નથી, પરંતુ તમે હાર ન માનો, એવી સ્થિતિમાં તમારે કાં તો એપીકે લિંકને ફરી એક વાર ડાઉનલોડ કરવી પડશે અથવા તો થોડા સમય બાદ તમે ઈન્વેસ્ટિગેશન કોડ મળી જાશે.

ડાઉનલોડ માટે સુરક્ષિત VPNનો ઉપયોગ કરો

ભારતમાં PUBG Mobile ઉપયોગ કરનાર લોકો એના માટે સુરક્ષિત VPNનો ઉપયોગ કરી શકે છે. ત્યારબાદ તે APK લિંકને ડાઉનલોડ કરી PUBG મોબાઈલ 1.3ના ગ્લોબલ વર્ઝનને અપડેટ કરી શકે છે. આ સંસ્કરણને સુરક્ષિત VPN ડાઉનલોડ કરી અને ભારત ઉપરાંત કોઈ અન્ય સ્થાનને પસંદ કરી બાઈપાસ કરી શકાય છે. ભારતમાં PUBG Mobile Globalની પહોંચ અવૈધ નથી પરંતુ PUBG મોબાઈલના અમૂક સંસ્કરણ છે જે ભારતમાં પ્રતિબંધિત છે. અને તેને રમવા પર દંડ લગાવવામાં આવી શકે છે. જણાવી દઈએ કે, લદાખમાં ચીન સાથે તણાવ બાદ ભારતમાં સપ્ટેમ્બર 2020માં PUBG મોબાઈલ ઈન્ડિયા પર  ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી

Hardik Hingu

મોદીના ફરમાન પછી સંઘે તિરંગો અપનાવ્યો, કચવાટ થતાં ઈતિહાસ બદલાયો

GSTV Web Desk

મેડિકલ-એન્જીનિયરિંગ માટે એક જ એન્ટ્રન્સ ટેસ્ટ, મોદી સરકાર કરી રહી છે મોટા ફેરફારો

Hardik Hingu
GSTV