GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

યુવાનોમાં PUBG ગેમ રમવાનો ખૂબ જ ક્રેઝ જોવા મળે છે. ત્યારે આ ગેમમાં ખરીદવામાં આવતી ચિપ્સને લઈને યુવાનો દ્વારા છેતરપિંડી કરી હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. સાયબર ક્રાઈમે આ મામલે 2 આરોપીની પણ ધરપકડ કરી છે. અમદાવાદમાં રાણીપમાં રહેતા નીલેશ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના પર કોઈ OTP આવ્યો નથી છતાં તેમના ખાતામાંથી 5085 રૂપિયા ઉપડી ગયાં છે. જે અંગે સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી હતી. આ મામલે સાયબર ક્રાઈમે ટેક્નિકલ એનાલિસિસ કરીને રિયાઝ મહીડા અને રાહુલ ગોહિલ નામના આરોપીની ધરપકડ કરી છે. ઉપરાંત એક સગીરની ભૂમિકા સામે આવી છે.

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે રીયાઝ પબજી, તીન પત્તી, રમી જેવો ગેમો રમતાં લોકોના મોબાઈલ નંબરો મેળવી અલગ અલગ વોટ્સએપ ગ્રૂપ બનાવે છે અને તે ગ્રુપમાં ગેમની ચિપ્સ અડધી કિંમતે વેચવાની જાહેરાત આપતો હતો. જે બાદ આરોપી ઓનલાઈન વેબસાઈટ પરથી ડેબિટ કાર્ડનો ડેટા ખરીદતો હતો. ખરીદેલ ડેટાનો ઉપયોગ કરી ચિપ્સ ખરીદી અડધી કિંમતે વેચી દેતો હતો. આરોપી રીયાઝ 10 ડોલરમાં 1 ડેબીટ કાર્ડનો ડેટા ખરીદતો હતો અને ડેબીટકાર્ડના ઉપયોગથી ભોગ બનનારના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ચિપ્સ ખરીદવા ઉપયોગ કરતાં હતાં. આ નવા પ્રકારની ટેક્નિક છે જેનાથી ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવે છે હજુ અન્ય લોકો સાથે છેતરપિંડી કરી છે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય, અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ

Nilesh Jethva

ટાટાની સૌથી વધારે વેચાતી 3 કારો થઈ વધુ મોંઘી, આ કારના ભાવ ઘટ્યા

Pravin Makwana

વડોદરામાં બુટલેગરનો તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ, દારુના બોટલના આકારની બનાવી હતી કેક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!