GSTV

લૉન્ચિંગ પહેલાં જ સામે આવ્યો PUBG ની ઇન્ડિયન વર્ઝન Battlegrond Mobile India ગેમનો નવો મેપ, પોસ્ટર જાહેર

Last Updated on May 12, 2021 by Dhruv Brahmbhatt

PUBG મોબાઇલ ગેમના ભારતીય વર્ઝન Battlegrounds Mobile India એ પોતાના ઓફિશીયલ ફેસબુક પેજ પર એક પોસ્ટરના આધારે PUBG મોબાઇલના ફેમસ Sanhok મેપને દેખાડેલ છે, જેનાથી ખ્યાલ આવે છે કે, બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયામાં આ મેપ યુઝર્સને મળશે. તમને જણાવી દઇએ કે, Battlegrounds mobile India PUBG નું જ ભારતીય વર્ઝન છે, તે બેટલ રૉયલ ગેમ ખાસ રીતે ભારતીય યુઝર્સ માટે બનાવવામાં આવેલ છે. કંપનીએ આ ગેમના લોન્ચિંગ પહેલાં એ સુનિશ્ચિત કર્યું છે કે, ભારતીય યુઝર્સની પ્રાઇવેસી અને ડેટા સુરક્ષિત છે.

આ ગેમની રિલીઝની તારીખ વિશે હજુ સુધી કંઇ જ ખ્યાલ નથી પરંતુ તેને ડેવલપ કરનારી કંપની Krafton અનુસાર ટૂંક સમયમાં જ આ ગેમ ભારતીય યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયાએ પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર એક પોસ્ટરને શેર કર્યું છે. આ પોસ્ટરમાં ગેમનો મેપ દેખાડવામાં આવ્યો છે, જો કે PUBG મોબાઇલના Sanhok મેપના Ban Tai લોકેશન જેવું છે.

PUBG માં પણ હતો આ મેપ

Sanhok મેપની સાઇઝ 4×4 છે અને આ મેપને PUBG ગેમમાં પ્રથમ વાર સપ્ટેમ્બર 2018 માં જોડવામાં આવી હતી. પોસ્ટર દ્વારા ખ્યાલ આવે છે કે, આગામી ગેમમાં આ મેપ યુઝર્સને રમવા માટે મળશે. Sanhok મેપ PUBG ના અન્ય મેપ Erangel અને Miramar મેપથી નાનો છે, પરંતુ ગેમનો લેટેસ્ટ મેપ Livik થી મોટો છે. કંપનીએ શેર કરવામાં આવેલા પોસ્ટરમાં આ સિવાય અન્ય કોઇ જાણકારી નથી આપી.

PUBG-mobile

કંપનીએ આ નવી ગેમ માટે પોતાની અપડેટેડ પ્રાઇવેસી પોલિસીને શેર કરી હતી, જે અનુસાર 18 વર્ષથી ઓછી ઉંમરના પ્લેયરને આ ગેમ રમવા માટે પોતાના માતા-પિતાનો નંબર આપવો અનિવાર્ય છે. આ પોલિસી અનુસાર, માતા-પિતા જ્યારે પણ અનુભવ કરે કે, તેમની પરવાનગી વગર કોઇ જાણકારી શેર કરવામાં આવી છે અથવા તો પ્લેયર તેઓની પરવાનગી વગર ગેમ રમી રહેલ છે, તો તેઓ કંપની સાથે સંપર્ક કરીને તે જાણકારીને સિસ્ટમમાંથી હટાવવા માટે કહી શકે છે.

Krafton એ ગેમને Battleground Mobile India નામ આપ્યું

PUBG મોબાઇલને ભારતમાં સપ્ટેમ્બર 2020માં યુઝર્સના ડેટાને અસુરક્ષિત રૂપથી સ્ટોર અથવા તો ઉપયોગ કરવાને ધ્યાને રાખી 117 અન્ય ચાઇનીઝ એપ્સની સાથે બેન કરી દેવાઇ હતી. ત્યારથી આ ગેમને ડેવલોપ કરનારી કંપની Krafton આ ગેમને ભારતમાં ફરીથી લોન્ચ કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. એ પ્રયાસમાં આ ગેમને Battleground Mobile India નામ આપવામાં આવેલ છે. કંપનીએ હજુ સુધી આ ગેમને લોન્ચ કરવાની ઓફિશીયલ કોઇ જ તારીખ જાહેર નથી કરી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ઈ-શ્રમ પોર્ટલ પર અત્યાર સુધી એક કરોડથી વધુ રજીસ્ટ્રેશન, તમે પણ ફટાફટ કરાવો નોંધણી અને મેળવો 2 લાખ રૂપિયાનો લાભ

Zainul Ansari

ભાજપ નેતા બીએસ યેદિયુરપ્પાએ જણાવ્યું કે મોદી લહેરથી ભાજપ વિધાનસભા ચૂંટણી જીતી શકતી નથી

pratik shah

Pension New Rule :1 ઓક્ટોબરથી બદલાશે પેન્શનના નિયમો! બધાને પડશે લાગુ, અહીં જાણો વિગતો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!