ભારતમાં વકરી રહેલી આર્થિક મંદી અને સરકારી બેન્કિંગ સેક્ટરની કટોકટી મુદ્દે હાલના નાણાંપ્રધાન નિર્મલા સિતારમને રાજકીય વિપક્ષ ઉપર નિશાન ટાંક્યું છે. સિતારમને આજે કોલંબિયા યુનિવર્સિટીમાં એક લેક્ચર દરમિયાન કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો કાર્યકાળ દેશની સરકારી બેન્કોની માટે સૌથી ખરાબ રહ્યો છે. તેમના કાર્યકાળના સમયગાળામાં નજીકના નેતાઓને ફોનથી જ લોન મળી જતી હતી. આ કાદવમાંથી બહાર નીકળવા માટે પીએસયુ બેન્કો હજી પણ સરકાર તરફથી મળી રહેલી કાર્યકારી મૂડી ઉપર નિર્ભર છે. સિતારમને કહ્યું કે, હજી પણ સરકારી બેન્કોની મદદ કરવી તેમની પ્રાથમિકતા છે.

આ કાર્યક્રમ દરમિયાન નાણાંપ્રધાન નિર્મલા સિતારમને કહ્યું કે, હું રઘુરામ રાજનનો બહુ સમ્માન કરુ છું. તેઓ એક મહાન સ્કોલર છે, તેમને એવા સમયે ગવર્નર તરીકે પસંદ કરાયા હતા જ્યારે ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ ઘણી સારી હતી. પરંતુ રાજનના કાર્યકાળ દરમિયાન બેન્કો દ્વારા આપવામાં આવેલી લોનમાં મોટી ગેરરીતિઓ સામે આવી છે. તે રાજનનો કાર્યકાળ હતો જ્યારે જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા કેટલાક નેતાઓના એક ફોન પરથી લોન મંજૂરી થઇ જતી હતી. આ લોકોના કારણે જ બેન્કો હજી સુધી એનપીએના બોજમાંથી બહાર આવી શકી નથી.

સિતારમને કહ્યું કે – હું આભારી છું કે રાજને એસેટ ક્વોલિટી રિવ્યૂ કર્યો, પરંતુ લોકો એ જાણવા માંગે છે કે બેન્કોની આજે જે સ્થિતિ છે તે અંગે કોણ જવાબદાર છે?

નોંધનિય છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતની હાલની આર્થિક સ્થિતિ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. આ મામલે સિતારમને કહ્યું કે, જાહેર ક્ષેત્રની બેન્કોની આ ખરાબ સ્થિતિ મનમોહન સિંહના પ્રધાનમંત્રી અને રઘુરામ રાજનના RBIના ગવર્નર તરીકેના કાર્યકાળમાં સર્જાઇ હતી. તે સમયે આપણામાંથી કોઇને પણ આની ખબર ન હતી. બેન્કિંગ ક્ષેત્રની આ કટોકટી કંઇ રાતોરાત સર્જાઇ નથી.

આ કાર્યક્રમ દરમિયાન નીતિ આયોગના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પનગઢિયા, અર્થશાસ્ત્રી જગદિશ ભગવતી અને ન્યૂયોર્કમાં ભારતના કોન્સુલ જનરલ સંદીપ ચક્રવર્તી પણ હાજર હતા.
READ ALSO
- પ્લેનમાં પાઈલટ ઊંઘી જતા 37 હજાર ફૂટની ઊંચાઈએ પ્લેન ઉડતું રહ્યું, લેન્ડીગ સ્થળ પસાર થવા છતાં ન પડી ખબર
- પરિણીતી ચોપરાના આ લુકે મચાવી ધમાલ…જુઓ તસવીરો
- શેરબજારમાં રોકાણ કરતા પહેલા જાણી લો આ 6 વાત, નહીંતર ભવિષ્યમાં થશે પસ્તાવો
- આ છે ક્રિકેટના ઇતિહાસના 5 એવા રેકોર્ડ જેવા વિશે તમે નહીં સાંભ્યું હોય, વર્ષોથી કોઇ પણ નથી કરી શક્યુ બરાબરી
- ચૂંટણી ઈફેક્ટ/ રાજ્ય સરકાર ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક મારવાના મૂડમાં, ગરીબોને બખ્ખાં થઈ જશે