GSTV
Ahmedabad PSM100yrs Trending ગુજરાત

PSM 100/ પોતાની જીવનશૈલીથી અને કાર્યોથી સમાજ ઘડતરનું કાર્ય કરવું એ સાધુ સમાજનું કર્તવ્ય છે : કૃષ્ણમુનિ મહારાજ

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત રવિવારે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં યોજાયેલા રાષ્ટ્રીય સંત સમેલનમાં 250 જેટલા સંતો, મંહતો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રમુખસ્વામી મહારાજે કરેલા વિરલ કાર્યોને યાદ કરીને કહ્યું હતું કે સાચા અર્થમાં પ્રમુખસ્વામી એવા સંત હતા કે જેમણે એક માનવતાની જ્યોત જગાવી છે અનેતેમના કારણે જ હજારો સ્વંયસેવકો અને બીએસપીએસના નિષ્ણાંત સંતો દ્વારા 600 એકરમાં ફેલાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ શક્ય બન્યું છે. ત્યારે સંતો અને મંહતોએ પ્રમુખસ્વામી મહારાજને શંબ્દાજંલી આપી હતી..

જગદગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે જણાવ્યું હતું કે “આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને ખૂબ આનંદ થયો છે અને મહંતસ્વામી મહારાજને ધન્યવાદ આપું છું આ શતાબ્દી મહોત્સવના આયોજન માટે. આપણે સૌ સંતો મહંતો એક થઈને કાર્ય કરીશું તો સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરી શકીશું.”

ભારતીય આચાર્ય સભાના પ્રમુખ, પૂજ્યપાદ પરમાત્માનંદજી મહારાજે જણાવ્યું,“સૌ પ્રથમ વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજને પ્રણામ. આ પ્રમુખસ્વામી મહારાજ નગર અને ગુજરાતની ધરતી ખૂબ જ પવિત્ર છે કારણ કે આજે આ ભૂમિ સાધુ સંતોનાં ચરણકમળથી પાવન થઈ છે. કોઈ પણ સંસ્થાના પ્રાણ એ તેના સાધુ અને તેમની સાધુતા છે અને એ જ રીતે પ્રમુખસ્વામી મહારાજે ચારિત્ર્યયુક્ત સાધુ સમાજનું નિર્માણ કર્યું છે..”

લહેર

અખાડા પરિષદ અધ્યક્ષના પૂજ્ય રવીન્દ્રપૂરી મહારાજે જણાવ્યું,

“સૌ પ્રથમ હું દિવ્ય મહાન વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને વંદન કરું છું કારણકે તેમના જન્મશતાબ્દી મહોત્સવમાં આપણે સૌ અહીં મળ્યા છીએ. પ્રમુખસ્વામી મહારાજે જીવનમાં ગુજરાતથી લઈને વિશ્વનાં દરેક ખૂણે હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કર્યો છે અને જે લોકો હિન્દુ ધર્મને માનતા નથી તેવા દેશમાં પણ સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. દેશમાં ક્યાંય પણ ભગવા કપડાંને જોઈને સૌ વંદન કરે છે તે માટે આપણે સૌ પ્રમુખસ્વામી મહારાજના આભારી છીએ કારણ કે તેમણે સાધુ સમાજનું ગૌરવ વધાર્યું છે.”

પૂજ્ય કૃષ્ણમુનિ મહારાજે જણાવ્યું,

“ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને વિશ્વવ્યાપી બનાવવા અનેક સાધુ સંતોનું યોગદાન રહ્યું છે. પોતાની જીવનશૈલીથી અને કાર્યોથી સમાજ ઘડતરનું કાર્ય કરવું એ આપણાં સાધુ સમાજનું કર્તવ્ય છે અને પ્રમુખસ્વામી મહારાજે તેમના સાધુતાયુક્ત જીવનથી અનેક લોકોને પ્રેરણા આપી છે.”

નિર્મલ અખાડાના અધ્યક્ષ પૂજ્ય જ્ઞાનદેવસિંહજી મહારાજે જણાવ્યું,

“સૌ પ્રથમ ભારતમાં જેટલા સંપ્રદાયો છે તેના તમામ સંતો-મહંતો તેમજ પ્રમુખસ્વામી મહારાજ અને સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સંતોને વંદન કરું છું. આજે માત્ર ને માત્ર પ્રમુખસ્વામી મહારાજની કૃપાથી ભારતવર્ષના તમામ સાધુ-સંતોનાં દર્શન આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થાય છે એ આપણાં માટે સૌભાગ્યની વાત છે. પ્રમુખસ્વામી મહારાજે તેમની પાસે આવેલા તમામ માણસોને અમૃત પીવડાવ્યું છે અને તેઓ સાચા અર્થમાં સંત પરમહિતકારી અને માનવતાના પૂજારી છે.”

આચાર્ય અવિચળદાસજી મહારાજે જણાવ્યું,

“સંતોની ભૂમિકા સમાજ માટે શું હોવી જોઈએ એ સમજવું હોય તો તેનું ઉત્તમ ઉદાહરણ પ્રમુખસ્વામી મહારાજ અને બી.એ.પી.એસ સંસ્થા છે. આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈ રહ્યા છીએ એના નિર્માણ કાર્યમાં આ સાધુ સંતોએ ખૂબ જ પરિશ્રમ કર્યો છે અને ઉત્તમ વ્યવસ્થાનું આયોજન કર્યું છે. ભારતમાં અનેક ધર્મો અને સંપ્રદાયો છે અને દરેક ધર્મમાં આદર્શ ઉત્તરાધિકારીની જરૂર હોય છે અને પ્રમુખસ્વામી મહારાજે ૧૦૦૦ થી વધારે સંતોની ફોજ તૈયાર કરી દીધી છે.”

અટલ પીઠાધીશ્વર ,જમ્મુ કાશ્મીરના પૂજ્ય વિશ્વાત્માનંદજી મહારાજે જણાવ્યું,

“પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આપણે સૌ ઉપસ્થિત છીએ એ આપણાં માટે ગૌરવની વાત છે. આ ભારત વર્ષ સંતો, તપસ્વીઓ અને ઋષિમુનિઓની ભૂમિ છે અને તેમાં પણ પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાપુરુષનું અવતરણ થયું એ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે. મારા મતે આ પ્રકારના મહોત્સવમાં સમાજના વિદ્યાર્થી અને યુવાવર્ગ ને આવકારવા જોઈએ તો આપણી હિન્દુ સંસ્કૃતિ અને વારસો જળવાઈ રહેશે અને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવનાર તમામ માણસો હિન્દુ સંસ્કૃતિથી વધારે પરિચિત થશે.”

શ્રી શ્રી આચાર્ય બાલકાનંદજી મહારાજે જણાવ્યું,

“આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં તમામ સંતો અને સ્વયંસેવકો પ્રમુખમય થઈને કાર્ય કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજની શરણમાં જે જે ગયા તેમનાં તમામ દુઃખ દર્દો દૂર થઈ જાય છે.આજે ભલે પ્રમુખસ્વામી મહારાજનું સદેહ અસ્તિત્વ નથી દેખાતું પરંતુ તેમનું વ્યક્તિત્વ અનંત કાળ સુધી જીવિત રહેશે અને આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દરેકમાં મને પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન થઈ રહ્યા છે.

જગદગુરુ શ્રીધરાચાર્યજી મહારાજે જણાવ્યું,

“આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરની પાવનધરા પર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનાં દર્શન થાય છે. આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંતો મહંતો ને જોઈને પ્રમુખસ્વામી મહારાજ પણ આનંદિત થઈ ગયા હશે. ભગવાન સ્વામિનારાયણે આ ગુજરાતની પાવન ધરાને દિવ્ય બનાવી છે અને અહીં પધારીને ભક્તોનું કલ્યાણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાપુરુષે તમામ ભક્તો સંતોને ભગવાન સાથે જોડ્યા છે અને એક સાચા સંતનું તે પરમ કર્તવ્ય છે. અયોધ્યામાં બની રહેલ ભવ્ય રામ મંદિરને જોઈને સ્વામિનારાયણ ભગવાન તેમજ અનેક મંદિરોનું નિર્માણ કરનાર પ્રમુખસ્વામી મહારાજને ખૂબ જ પ્રસન્નતા થતી હશે.પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતો દ્વારા હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ જીવિત રહેશે.”

શ્રી રામાનંદાચાર્યજી મહારાજે જણાવ્યું,

“સનાતન સભ્યતાનો મહાકુંભ આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જોવા મળી રહ્યો છે. આજે આ સંસ્થામાં યુવાશક્તિ અને સંતોમાં ભક્તિ ભાવ જોવા મળે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં યુવાશક્તિને જાગ્રત કરવામાં આવે છે અને તેનો પ્રચાર વિશ્વભરમાં કરવામાં આવે છે.”

મહામંડલેશ્વર પૂજ્ય હરિચેતનાનંદ મહારાજે જણાવ્યું હતું,

“આજે સાબરમતી નદીના કિનારે સંતોનો મહાકુંભ યોજાયો છે તેનું શ્રેય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને જાય છે. પ્રમુખસ્વામી મહારાજે ૧૧૦૦ થી વધારે મંદિરોનું નિર્માણ કરીને હિન્દુ સંસ્કૃતિને જીવિત રાખી છે અને ભારતના વિકાસમાં સૌ સાધુ સંતોનું અતુલ્ય યોગદાન છે. મારા મતે આ શતાબ્દી મહોત્સવ એ વિશ્વનો સૌથી મોટો શતાબ્દી મહોત્સવ છે અને તેનું શ્રેય અહીંના સંતો અને સ્વયંસેવકોને જાય છે.”

મહામંડલેશ્વર યતીન્દ્રનાનંદજી મહારાજે જણાવ્યું,

“પ્રમુખસ્વામી મહારાજનો જન્મ સમગ્ર વિશ્વમાં સત્ય સનાતન ધર્મના પ્રસાર માટે થયો હતો.”

મહંતશ્રી દેવીપ્રસાદજી મહારાજે જણાવ્યું,

“પ્રમુખસ્વામી મહારાજ કેટલા મહાપુરુષ અને પુણ્યશાળી હશે કે તેમના શતાબ્દી મહોત્સવમાં આટલા બધા મહાપુરુષો પધાર્યા છે.”

મહામંડલેશ્વર ભગવતસ્વરૂપદાસજી મહારાજે જણાવ્યું,

“પ્રમુખસ્વામી મહારાજ ૨૫૦ સંતો સાથે અમારા હરિદ્વારના આશ્રમમાં આવ્યા હતા તે અમારું સૌભાગ્ય હતું. ભલે આપણે સૌ અલગ અલગ સંપ્રદાયના છીએ પરંતુ આપણો ધર્મ અને લક્ષ્ય એક જ છે. આપણે સૌ પ્રમુખસ્વામી મહારાજ જેવા સાધુ જોડે મન જોડી દઈશું તો આપણને મોક્ષ પ્રાપ્ત થઈ જશે.”

સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજે((ગોવા) જણાવ્યું,

“આજે સમગ્ર દુનિયા ઉચ્ચ જીવન જીવવા માટે હિંદુ સંસ્કારો અને હિન્દુ સંસ્કૃતિ તરફ નજર રાખે છે અને આ સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન વૈદિક હિન્દુ ધર્મના પ્રવર્તનનું કાર્ય કરી રહી છે. આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થયેલ સંત સંમેલનથી વિશ્વભરમાં હિન્દુ એકતાનો સંદેશો જશે.”

દેવનાથ પીઠના મઠાધીશ જિતેન્દ્રનાથજી મહારાજે જણાવ્યું,

“ગુજરાતમાંથી ભક્તિનો પ્રસાર વિશ્વભરમાં થયો છે અને અક્ષરપુરુષોત્તમ મહારાજનો જય જયકાર થઈ રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ પ્રથમ સંપ્રદાય છે જેના સાધુ સંતો વિશ્વભરમાં હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ગુરુના રૂપમાં ભગવાન જો પૃથ્વી પર કાર્ય કરવા આવવા માગતા હોય તો પ્રમુખસ્વામી મહારાજ દ્વારા અવતરણ કરે એવું હું દૃઢપણે માનું છું. મારા માટે ભારત વર્ષને વિશ્વગુરુ બનાવવામાં સ્વામિનારાયણ સંપ્રદાયનો મહત્ત્વનો ફાળો રહેશે.”

અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજે જણાવ્યું,

“પ્રમુખસ્વામી મહારાજે ધર્મ અને સમાજ માટે કરેલાં કાર્યો એટલા અદ્ભુત હતા કે આજે ભારતભરના સંતો મહંતો તેમના શતાબ્દી મહોત્સવમાં હાજર રહ્યા છે.”

પૂજ્યપાદ આચાર્ય જીયર સ્વામી લક્ષ્મીપ્રપન્નાજીએ જણાવ્યું,

“સાચા સંત એ પ્રભાવથી નહિ પરંતુ સ્વભાવથી લોકોનું જીવન પરિવર્તન કરે છે અને પ્રમુખસ્વામી મહારાજ સાચા અર્થમાં તેવા સંત હતા અને પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતોને ભગવાન વારંવાર જન્મ આપે એવી મનોકામના કરું છું.”

મહંત ફુલડોલવિહારીદાસજીએ જણાવ્યું,

“સંતો આ દેશ અને સમાજનું રક્ષણ કરે છે અને પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતોમાં ભગવાન પ્રગટ હોય છે.”

મહામંડલેશ્વર આત્માનંદ સરસ્વતીજી મહારાજે જણાવ્યું,

“સંત સમાગમથી જીવન ચારિત્ર્ય યુક્ત બને છે અને પ્રમુખસ્વામી મહારાજે ચારિત્ર્ય યુક્ત સત્સંગ સમાજનું નિર્માણ કર્યું છે.”

પૂજ્યપાદ ચૈતન્યશંભુજી મહારાજે જણાવ્યું,

“મારા મતે પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ એ આ સદીનો સૌથી મોટો મહોત્સવ છે. પ્રમુખસ્વામી મહારાજના જીવન ચરિત્રને જીવનમાં ઉતારીએ તો આપણું જીવન ઉજ્જવળ થઈ જશે. મંદિરોએ આધ્યાત્મિક ચેતનાના કેન્દ્રો છે અને પ્રમુખસ્વામી મહારાજે ૧૧૦૦ થી વધારે મંદિરોનું નિર્માણ કરીને સમાજસેવાનાં અનેક કાર્યો કર્યા છે. પ્રમુખસ્વામી મહારાજે ઘરસભા દ્વારા પારિવારિક મૂલ્યોનું જતન કર્યું છે અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા યુવાધનને ભગવાનના માર્ગે જોડ્યા છે. ભગવો એ માત્ર રંગ નથી પરંતુ હિંદુ ચેતનાનું કેન્દ્ર છે.”

પરમ પૂજ્ય મહંતસ્વામીજી મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું ,

“આજે ભારતભરમાંથી પધારેલા સંતો મહંતોના એકસાથે દર્શન થવાથી હું ખૂબ જ ધન્યતા અનુભવું છું અને તમામનાં ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું કારણકે આપ સૌ સમાજની સારામાં સારી સેવા કરી રહ્યા છો. આપ સૌ વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પધાર્યા તે માટે હું આપ સૌનો ઋણી છું. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે “પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ” અને આજે આપણે સૌ જુદા જુદા સંપ્રદાયોના સંતો મહંતો ભેગા થયા છીએ ત્યારે તેમણે કહેલું આ વાક્ય સાચું થતું જણાય છે. આપણે સૌ સાથે મળીને સમાજની સેવા કરી શકીએ અને આપ સૌના આશીર્વાદ અમને હમેશાં મળતા રહે તેવી અભ્યર્થના.”

READ ALSO

Related posts

1 એપ્રિલ 2023થી થઈ રહ્યો છે મોટો બદલાવ, 15 વર્ષ જૂની ગાડીઓ માટે નવો કાયદો બનશે અમલી

GSTV Web Desk

પેપરલીક મામલે ભાજપના નેતાઓનું મૌન પણ હાર્દિક પટેલે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

Nakulsinh Gohil

Delhi Accident: આઈજીઆઈ સ્ટેડિયમ નજીક મોટી દુર્ઘટના, આપસમાં ટકરાઈ 4 સ્કૂલ બસ, કેટલાય વિદ્યાર્થીઓ થયા ઘાયલ

HARSHAD PATEL
GSTV