GSTV

PSL / પાકિસ્તાનના બેટ્સમેને એક જ ઓવરમાં કર્યો છગ્ગાઓનો વરસાદ, વીડિયોમાં જુઓ તોફાની બેટિંગ

Last Updated on June 22, 2021 by Zainul Ansari

પાકિસ્તાન સુપર લીગ 2021 (PSL 2021)ને કોરોનાના વધી રહેલા સંક્રમણના કારણે પાકિસ્તાનમાં સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આ લીગને યૂએઈમાં ખસેડવામાં આવી. આ લીગમાં સોમવારે ઇસ્લામાબાદ યૂનાઇટેડ અને મુલ્તાન સુલ્તાન્સ વચ્ચે મેચ થઈ હતી, જેમા તોફાની બેટિંગનો નજારો દર્શકોને જોવા મળ્યો.

એક જ ઓવરમાં લાગ્યા ચાર છગ્ગા

ઇસ્લામાબાદ યૂનાઇટેડ વિરુદ્ધ મુલ્તાન સુલ્તાન્સના બેટ્સમેન ખુશદિલ શાહે એક જ ઓવરમાં 4 છગ્ગા ફટકારી દીધા. તેણે આકિફ જાવેદની ઓવરની ત્રીજી, ચોથી અને પાંચમી બોલે સિક્સર મારી. તેના કારણે જ આ ઓવરમાં 29 રન મેળવ્યા. ખુશદિલના ચાર છગ્ગાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

એક જ ઓવરમાં બોલરની લેન્થ બગાડી દીધી

ઇસ્લામાબાદના આકિફે આ મેચમાં પહેલા ત્રણ ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે ચોથી ઓવર પહેલા માત્ર 21 રન ખર્ચ કર્યા હતા. પરંતુ ચોથી ઓવરમાં 29 રન આપી આ આંકડો 50 રન સુધી પહોંચી ગયો. તેની આ ઇનિંગના કારણે તેની ટીમનો સ્કોર 180/5 રન રહ્યો.

મુલ્તાને જીતી મેચ

મુલ્તાનના 180 રનના જવાબમાં ઇસ્લામાબાદની સમગ્ર ટીમ 149 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. ઇસ્લામાબાદ તરફથી માત્ર ઉસ્માન ખ્વાજાએ 70 રનની ઇનિંગ રમી. જ્યારે સોહેલ તનવીરે મુલ્તાન તરફથી 4 ઓવરોમાં માત્ર 17 રન આપી 3 વિકેટ ઝડપી. તેની શાનદારી બોલિંગના કારણે તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો.

Read Also

Read Also

Related posts

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana

મોદીનો નવો પ્રયોગ ગુજરાતને મોંઘો પડ્યો: સરકાર બદલવાની લ્હાયમાં કોરોના ભૂલી ગયા, બે દિવસ મંત્રી વગર રહેલા ગુજરાતમાં કેસોનો રાફડો ફાટ્યો

Pravin Makwana

Birthday Special/ બોલ્ડનેસમાં નિયા શર્મા બધાને આપે છે મ્હાત, આ સીરિયલથી એક્ટ્રેસે બનાવી ઓળખ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!