GSTV
Home » News » મોદીના બંદોબસ્તમાં આવેલા પીએસઆઈની આત્મહત્યા, કપાળમાં રિવોલ્વરથી ગોળી મારી

મોદીના બંદોબસ્તમાં આવેલા પીએસઆઈની આત્મહત્યા, કપાળમાં રિવોલ્વરથી ગોળી મારી

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે નર્મદા નદીના નવા નીરના વધામણાં કર્યા છે. ગુજરાતમાં અતિ ઉત્સાહના માહોલ વચ્ચે આ ઘટનાસ્થળે જ બંદોબસ્તમાં હાજર એક પોલીસ કર્મીએ રિવોલ્વરથી કપાળમાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. ઘટનાને પગલે પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ છે. કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમના બંદોબસ્ત દરમિયાન નવસારીના એલઆઇબીના પીએસઆઇ એન.સી. ફિણવિયા બંદોબસ્ત માટે આવ્યા હતા. પીએસઆઈએ અંતિમ ચીઠ્ઠી લખી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ફોટો પડાવવાના બહાને માગી રિવોલ્વર

સવારના સાડા દસ વાગ્યાની આસપાસ પીએસઆઈ ફિણવિયાએ સર્કિટહાઉસના ગેટ પર ફરજ બજાવતા પીએસઆઈ એમ બી કોંકણી પાસેથી ફોટો પડાવવાના બહાને સર્વિસ રિવોલ્વર માંગી હતી. જે રિવોલ્વર હાથમાં આવતાંની સાથે જ ફિણવિયાએ સર્કિટ હાઉસના ગ્રાઉન્ટ ફ્લોરના પેસેજ પાસે કપાળમાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ફિણવિયા પાસેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી હતી. તેઓ 2013ની બેચના પીએસઆઈ હતા. ફીણવિયા 29 વર્ષના છે. આ ઘટના બાદ નવસારી પોલીસના ઉચ્ચ અધિકારીઓ બંદોબસ્તની જગ્યાએથી દોડીને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પીએસઆઈ ફિણવીયા હાલમાં લીવ રિઝર્વ પર હતા.

પોલીસ વિભાગમાં દોડધામ

મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવવાના હોવાથી વીવીઆઈપી બંદોબસ્ત માટે કેવડિયા મોકલવામાં આવ્યા હતા. મોદીના કાર્યક્રમમાં જ એક પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી લેતાં પોલીસ વિભાગમાં પણ દોડધામ મચી હતી. આ ઘટના ઘટી છે. જ્યાં ગુજરાતના મંત્રી મંડળના સભ્યો અને સીનિયર આઈપીએસ અધિકારીઓને રહેવા માટેની સગવડ કરાઈ છે.

READ ALSO

Related posts

દિવાળી પહેલાં આ રાશિના જાતકો થઇ જશે માલામાલ, લક્ષ્મીજીએ લખ્યાં છે ખાસ ધન પ્રાપ્તિના યોગ

Bansari

દિવાળીમાં આ દિવસે ભૂલથી પણ ગૃહ પ્રવેશ ના કરતાં, નહીંતર જીવનમાં આવશે આટલી મોટી સમસ્યાઓ

Bansari

પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!