GSTV

દારૂના ગુન્હામાં કબ્જે કરેલી કારનો અંગત ઉપયોગ કરવો પીએસઆઈને પડ્યો ભારે, એસપીએ કરી દીધા સસ્પેન્ડ

જામનગર ખાતે પોલીસ વિભાગને સર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જામનગરના કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ એસએમ રાદડીયાના પત્નીનો હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમા પોતાના પતિએ કબજે કરેલી કારમાં પીએસઆઈના પત્ની ફરતા જોવા મળ્યા હતા. બીજી તરફ આ વિડીયો વાયરલ થતા એસપી શ્વેતા શ્રીમાલીએ તપાસના આદેશ આપી પીએસઆઈ રાદડિયાને સસ્પેન્ડ કરી દીધા છે.

જીલ્લા પોલીસ વડા શ્વેતા શ્રીમાલીએ તપાસના આદેશ આપ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર પીએસઆઈ એસએમ રાદડીયાએ ગયાલમહીને એક શખ્સને વિદેશી દારુ સાથે પકડી પાડ્યો હતો અને કાર કબજે કરવામાં આવી હતી. ત્યારબાદ પીએસઆઈ આ કારનો પોતાના ખાનગી કામ માટે ઉપયોગ કરવા લાગ્યા હતા. એક વીડિયો સામે આવ્યો હતો જેમા કારમાં પીએસઆઈ રાદડિયા પત્ની અને બાળકો ફરતા જોવા મળ્યા હતા. આ વિડીયોમાં કરવામાં આવેલ દાવા મુજબ પીએસઆઈના પત્ની ખુદ કહે છે મને ખબર નથી આ કાર કબજે કવામાં આવી છે. બીજી તરફ વિડીયો વાયરલ થતા જ જીલ્લા પોલીસ વડા શ્વેતા શ્રીમાલીએ તપાસના આદેશ આપ્યા છે. કબજે કરેલ કોઈ પણ મુદ્દામાલનો અંગત ઉપયોગ ન કરી શકાય એ બાબત સ્પષ્ટ છે.

કબ્જે કરેલી કારમાં PSI રાદડિયાના પત્ની જોવા મળ્યા

જામનગરમાં PSI દ્વારા જપ્ત કારના ઉપયોગનો મામલે ઉચ્ચ અધિકારીએ કાર્યવાહી કરી છે. PSI સંદીપ રાદડિયાને જામનગર SPએ સસ્પેન્ડ કર્યા છે. મહત્વનું છે કે, કબ્જે કરેલી કારમાં PSI રાદડિયાના પત્ની જોવા મળ્યા હતા. એક માસ પૂર્વે દારૂ કેસમાં કબ્જે કરાઈ કાર હતી. કાર સાથે PSIના પત્નીનો વીડિઓ વાયરલ થતા સમગ્ર મામલે તપાસના આદેશ અપાયા હતા.

આ રીતે સમગ્ર મામલો આવ્યો સામે

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં તારીખ 26 ઓગસ્ટના રોજ ઇંગ્લિશ દારૂ અંગેનો એક કેસ કરવામાં આવ્યો હતો. જેમાં GJ-3-LG-8413 નંબરની કાર દારૂના જથ્થા સાથે કબજે કરીને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી હતી. જે કાર દોઢ મહિનાથી પોલીસ સ્ટેશનમાં પડી હતી. દરમિયાન કાલાવડ ગ્રામ્યના PSI રાદડિયા તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા કારનો દુરુપયોગ કરવામાં લાગ્યા હતા. પોલીસ અધિકારી દ્વારા પોતાના અંગત ઉપયોગમાં લેવામાં આવતો હોવાની માહિતી કારના માલિકને મળતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

READ ALSO

Related posts

પાકિસ્તાનના કરાચીમાં બસમાં લાગી એટલી ભીષણ આગ કે હોમાઈ ગયા 13 યાત્રાળુ, 5 ઘાયલ

pratik shah

લગ્નજીવનને કેવી રીતે બનાવશો રોમાંચક? કામ આવશે રિલેશનશિપ એક્સપર્ટની આ 5 સલાહ

Mansi Patel

વાહ રે તંત્ર/ શહેરની સોલા સિવિલમાંથી સામે આવ્યું ઓક્સિજન કૌભાંડ, ઓક્સિજનની અછત વચ્ચે કટકી બાજો સક્રિય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!