GSTV

લેખિત પરીક્ષાની તૈયારી શરૂ કરી દો: PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખ પછી લેવાશે પ્રલિમીનરી પરીક્ષા

PSI

Last Updated on January 15, 2022 by GSTV Web Desk

રાજ્યમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની શારીરિક પરીક્ષા વિવિધ 15 કેન્દ્રો પર લેવાઈ હતી. આ પરીક્ષા 3 ડિસેમ્બરના રોજ લેવામાં આવી હતી. તેનું પરીણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે. પાસ થયેલા ઉમેદવારોની વિગત વેબસાઈટ પર મુકવામાં આવી છે. પાસ થયેલા ઉમેદવારો પોતાનું નામ વેબસાઈટ પર આપેલી PDFમાં જોઈ શકે છે. આઈપીએસ અધિકારી હસમુખ પટેલે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. શારીરિક કસોટીનું પરીણામ જાણવા માટે અહીં ક્લિક કરો

PSI

વેબસાઈટ પર મુકવામાં આવેલ પરીણામ અંગે જો કોઇ ઉમેદવારને વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી તા.૨૧/૦૧/૨૦૨૨ સુધીમાં પો.સ.ઇ. ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-13, સરિતા ઉધાનની નજીક, સેકટર-9, ગાંધીનગર – 382007 ખાતે રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી મોકલી આપવાની રહેશે. હાલ કોરોના હોવાથી રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં.

15 તારીખ પછી લેવાશે પ્રલિમીનરી પરીક્ષા

શારીરીક કસોટી પ્રક્રિયા પૂર્ણ થયેલ હોઇ ઉતીર્ણ થયેલ ઉમેદવારોની નિયમ મુજબ પ્રિલિમીનરી પરિક્ષા લેવાની થાય છે. આ પ્રિલિમીનરી પરિક્ષા ફેબ્રુઆરી માસના ૧૫ તારીખ પછીના કોઇપણ રવિવારે લેવાનું આયોજન કરવામાં આવી રહેલ છે. ચોકકસ તારીખ નકકી થયેથી વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. જે અંગે લાગતા-વળગતાઓએ નોંધ લેવી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

ચેતી જજો/ ગુજરાતમાં કોરોનાની લહેર નહીં પણ સુનામી આવી, જાન્યુઆરીના 20 દિવસમાં કોરોનાથી 81નાં મોત

Pravin Makwana

બાપ રે… શહેરને મહામારીની લાગી કાળી નજર! છેલ્લા 24 કલાકમાં કેસો 9800ને પાર, તો 7 ના મોતે તંત્રને પણ હચમચાવ્યું!

pratik shah

Gujarat Corona Update / છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24,485 કેસ, ગુજરાતમાં કેસના આંકડામાં આજે પણ એક નવો રેકોર્ડ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!