GSTV
Gujarat Government Advertisement

PSIની પરીક્ષામાં પાસ થયા છત્તાં 52ને કરવી પડશે કોન્સ્ટેબલોની નોકરી, જાણો એવું તો શું થયું?

PSI

Last Updated on August 30, 2020 by Arohi

કોન્સ્ટેબલમંથી પી.એસ.આઇ.(PSI) ની ખાતાકીય બઢતીની લેખિત પરીક્ષામાં પાસ થયેલા બાવન ઉમેદવારોને ઉત્તરવહીઓના પુન:મૂલ્યાંકન દરમિયાન નાપાસ કરવામાં આવ્યા છે. જેથી બઢતીની રાહ જોઇ રહેલાં આ ઉમેદવરાનો હજુ પણ કોનસ્ટેબલ તરીકે નોકરી કરવી તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નિયત કરવામાં આવેલી પરીક્ષાની પેટર્ન સામે કેટલાંક ઉમેદવવારોએ રિટ કરી હોવાથી સરકારે પેપરોનું મૂલ્યાંકન કર્યું હતું. વર્ષ 2015-16માં ગૌણસેવા પસંદગી મંડળે ખાતાકીય બઢતીની પરીક્ષાની જાહેરાત કરી હતી અને 2017માં લેખિત પરીક્ષા લેવામાં આવી હતી.

પરિણામમાં 376 ઉમેદવારો પાસ થયા

ડિસેમ્બર-2017માં જાહેર થયેલા લેખિત પરીક્ષાના પરિણામમાં 376 ઉમેદવારો પાસ થયા હતા. લેખિત પરીક્ષાની પેટર્ન અટપટી તેમજ અન્યાયી હોવાની રજૂઆત સાથે કેટલાંક ઉમેદવારોએ હાઇકોર્ટના સિંગલ જજ સમક્ષ અરજી કરી હતી. સપ્ટેમ્બર-2018માં સિંગલ જજે અરજી ફગાવતા ઉમેદવારોએ હાલ ડિવીઝન બેન્ચમાં અરજી કરી છે. જેથી રાજ્ય સરકારે ઉત્તરવહીઓનું પુન:મૂલ્યાંકન કરી હાઇકોર્ટમાં સોગંદનામું કર્યું છે.

PSI

પુન:મૂલ્યાંકન બાદના નવાં પરિણામ મુજબ 356 ઉમેદવારો જ પાસ થયા

સોગંદનામામાં હાઇકોર્ટની રજૂઆત છે કે લેખિત પરીક્ષાના અગાઉના પરિણામ મુજબ 376 ઉંમેદવારો પાસ થયા હતા અને પુન:મૂલ્યાંકન બાદના નવાં પરિણામ મુજબ 356 ઉમેદવારો જ પાસ થયા છે. પુન:મૂલ્યાંકન દરમિયાન  376 ઉમેદવારો પૈકી 32 ઉમેદવારો એવાં હતા જે અગાઉના પરિણામ મુજબ નાપાસ હતા પરંતુ પુન:મૂલ્યાંકન બાદ તેઓ પાસ થયા છે, જ્યારે બાવન ઉમેદવારો એવા છે જે અગાઉના પરિણામ મુજબ પાસ હતાં પરંતુ પુન:મૂલ્યાંકન બાદ તેઓ નાપાસ થયા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પડઘા: દર્દીઓના જીવ બચાવવામાં મળી સફળતા, GSTVના અહેવાલ બાદ કુંદન હોસ્પિટલ સામે તપાસના આદેશ

Pravin Makwana

ગંભીર બાબત: એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ બીજા દિવસે તલાટીઓ આવ્યા નહીં, 3 તલાટી ફરજ પરથી ભાગ્યા

Pravin Makwana

સુરત: મોડી રાતે સ્લેબ તૂટી પડતા નિંદ્રાધીન બે બાળકોના થયા કરૂણ મોત, તંત્ર થયું દોડતુ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!