GSTV
Home » News » પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત મામલે મોટો ઘટસ્ફોટ, સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાનો રિપોર્ટ આવ્યો નીલ

પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત મામલે મોટો ઘટસ્ફોટ, સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાનો રિપોર્ટ આવ્યો નીલ

અમદાવાદના પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાતને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં તેમના પર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યા સંબંધિત રિપોર્ટ નીલ આવ્યો હોવાનો ક્રાઈમબ્રાન્ચે ખુલાસો કર્યો છે. કેસની તપાસ કરી ક્રાઈમ બ્રાન્ચે પીએસઆઈના કપડાં અને હથિયાર સહિતનો મુદ્દામાલ એફએસએલમાં તપાસ અર્થે મોકલાવ્યા છ.અને આ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે.

દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત મામલે ચાર મહિનો વિતવા છતાં ન્યાય ન મળતા પરિવારે પત્રકાર પરિષદ કરી હતી. તેમજ ડીવાએસપી એન.પી પટેલ સામે કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે આ કેસમાં કરાઈ અકેડમીના અધિકારીઓ, કર્મચારીઓ, તાલીમાર્થીઓ સહિત 100થી વધુ લોકોના નિવેદન લીધા છે. મૃતકના મિત્ર અને પરિવારજનોના નિવેદન લીધા છે. જોકે હજુ સુધી કોઈ મહત્વના પુરાવાઓ સામે આવ્યા નથી. હવે ક્રાઈમ બ્રાન્ચ પણ એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહ્યુ છે. જે બાદ કાર્યવાહી કરશે. ઉલ્લેખનિય છે કે, મૃતક પીએસઆઈની પત્નીએ સાત દિવસમાં ન્યાય નહી મળે તો આપઘાતની ચીમકી ઉચ્ચારી છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

T20 World Cup : પાકિસ્તાને વેસ્ટઈંડીઝને 8 વિકેટે હરાવ્યું, ગ્રુપ-બીમાં પાકિસ્તાન બીજા નંબરે આવ્યું

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!