GSTV
Home » News » પીએસઆઈ આપઘાત કેસમાં પરિવારે આ ગંભીર આરોપ લગાવતા રહસ્ય ઘેરાયું

પીએસઆઈ આપઘાત કેસમાં પરિવારે આ ગંભીર આરોપ લગાવતા રહસ્ય ઘેરાયું

જે સ્થળે વડાપ્રધાન મોદી આવ્યા હતા તે કેવડિયા ખાતે એક પીએસઆઇએ પોતાના જ લમણે પિસ્ટલ મૂકીને ટ્રીગર દબાવી દીધુ. અને ગણતરીની સેકેન્ડમાં જ પીએસઆઇ ફિણવીયાનું પ્રાણ પંખેરુ ઉડી ગયું. નર્મદા નીરના વધામણા કરવા મોદી કેવડીયા કોલોની આવવાના હતા..ત્યારે બંદોબસ્ત અર્થે આવેલા નવસારી એલઆઇબીના પીએસઆઇ એન.સી.ફિણવીયાએ પોતાના સહકર્મીની સર્વિસ પિસ્ટલને લમણે મૂકીને ટ્રીગર દબાવી દીધુ.અને પીએસઆઇ ફિણવીયા ત્યાં જ ઢળી પડ્યા હતા.

મળતી માહિતી મુજબ મૃતક પીએસઆઇએ ઉપરી અધિકારીના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાની ચર્ચા છે. ત્યારે તેના પરિવારજનોએ ગંભીર આક્ષેપો પણ કર્યા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સર્કિટ હાઉસના પેસેજ પાસે જ પીએસઆઇ ફિણવીયાએ આપઘાત કર્યો કરી લીધો હતો. ત્યારે આ ઘટનાના કવરેજને રોકવા માટે બંદોબસ્તમાં હાજર પોલીસકર્મીઓએ પ્રયાસ કરીને સમગ્ર જગ્યાને કોર્ડન કરી લીધી હતી.

સાડા દસ વાગ્યાની આસપાસ પીએસઆઈ ફિણવિયાએ સર્કિટહાઉસના મુખ્ય ગેટ પર ફરજ બજાવતા પીએસઆઈ એમ બી કોંકણી પાસેથી ફોટો પડાવવાના બહાને સર્વિસ રિવોલ્વર માંગી હતી. આ સર્વિસ રિવોલ્વરને કપાળ પર મૂકીને ફિણવીયાએ ફાયર કરી દેતા તેનું મોત થઇ ગયું. આ ઘટના બાદ તપાસ અધિકારીએ ઘટના સ્થળ તેમજ વેપનની તપાસ શરૂ કરી હતી. પીએસઆઇ ફિણવીયા વર્ષ 2013ની બેચના પીએસઆઈ હતા. તો મળતી માહિતી મુજબ તેમની સાથે આરોપીને નગ્ન કરવાની ખાતાકીય તપાસ પણ ચાલુ હતી. તેમજ તેઓ આર્થિક સંકડામણમાં પણ હતા.

READ ALSO

Related posts

કોંગ્રેસની ટિકિટ પર નિર્ભયાની માતા ચૂંટણી લડશે ? આશાદેવીએ આપી આ પ્રતિક્રિયા

Ankita Trada

સ્વીટ માર્ટ કે ઝેર માર્ટ : આ મિઠાઈની દુકાનનો વીડિયો જોયા બાદ મિઠાઈ ખાતા પહેલા હજાર વખત વિચારશો

Nilesh Jethva

પાકિસ્તાનના વડાપ્રધાને ફરી વખત આર્ટિકલ 370નો રાગ આલાપ્યો, કહ્યું…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!