GSTV

અબ્દુલા અને મહેબૂબાની સમસ્યામાં વધારો, હવે ત્રણ મહિના સુધી કોઈપણ ટ્રાયલ વિના જેલમાં રાખી શકાશે

Last Updated on February 7, 2020 by Mayur

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પર પબ્લિક સેફ્ટી એક્ટ (પીએસએ) લાગુ કરવામાં આવ્યો છે. ગુરૂવારે તંત્રના આ પગલાંથી આગામી ત્રણ મહિના સુધી કોઈપણ ટ્રાયલ વિના તેમને જેલમાં રાખી શકાશે. આ બંને નેતાઓને તકેદારીના ભાગરૂપે અટકાયત કરવાની મુદત ગુરૂવારે પૂરી થઈ રહી હતી.

ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર થયા પછીથી આ નેતાઓ નજરકેદ હતા. કેન્દ્ર સરકારે નેશનલ કોન્ફરન્સના વડા ફારૂખ અબ્દુલ્લા પર અગાઉ જ 17મી સપ્ટેમ્બરે પીએસએ લગાવી દેવાયો હતો. આ બધા નેતાઓ ગયા વર્ષે પાંચમી ઓગસ્ટથી અટકાયત હેઠળ હતા. આ ઉપરાંત નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના અન્ય ત્રણ નેતાઓ પર પણ પીએસએ લગાવાયો છે.

ગૃહમંત્રાલય દ્વારા નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના અન્ય ત્રણ નેતાઓ પર પણ પીએસએ લાગુ કરવામાં આવ્યો છે, આ નેતાઓમાં નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી અલી મોહમ્મદ સાગર, ભૂતપૂર્વ ધારાસભ્ય બશીર અહેમદ વીરી અને સરતાજ મદનીનો સમાવેશ થાય છે.

દરમિયાન પીએસએ લગાવાયા પછી પીડીપીનાં વડાં મહેબૂબા મુફ્તી તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્પીટ કરી, જેમાં મુફ્તીએ તેમના પર પીએસએ લગાવાયો હોવાની માહિતી આપી હતી. તેમણે લખ્યું છે, આ તાનાશાહી સરકાર પાસેથી રાજ્યના બે ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ પર પીએસએ જેવો કઠોર કાયદો લાગુ કરવાની આશા રાખી શકાય છે. દેશના મૂલ્યોનું અપમાન થઈ રહ્યું છે, એવામાં આપણે ક્યાં સુધી દર્શક બની રહીશું.

પબ્લિક સેફ્ટી એક્ટ (પીએસએ) એવા લોકો પર લગાવાઈ શકે છે, જેમને દેશમાં સલામતી અને શાંતિ માટે જોખમી માનવામાં આવે છે. 1978માં શેખ અબ્દુલ્લાએ આ કાયદો લાગુ કર્યો હતો. 2010માં તેમાં સુધારો કરાયો હતો, જેના હેઠળ ટ્રાયલ વિના ઓછામાં ઓછા છ મહિના સુધી જેલમાં રાખી શકાય છે. રાજ્ય સરકાર ઈચ્છે તો આ સમય મર્યાદા વધારીને બે વર્ષ સુધીની પણ કરી શકે છે.

READ ALSO

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

IND vs ENG: જસપ્રિત બુમરાહ- મોહમ્મદ શામીની ઘાતક બોલિંગ સામે અંગ્રેજો બન્યા પાંગળા, પ્રથમ ટેસ્ટમાં સામાન્ય સ્કોર પર ઓલઆઉટ

pratik shah

ખતરો વધ્યો: ચીનના વુહાનમાં ફેલાયો ઘાતક વાયરસ,મુખ્ય શહેરોમાં ફરી વખત પ્રતિબંધો લાગુ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!