GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ટ્રિપલ તલાકને કેન્દ્રએ આપ્યા તલાક, વિધેયકમાં આવી છે જોગવાઇ

ટ્રિપલ તલાકને ગુનો ગણાવતા ખરડો હવે આગામી દિવસોમાં કાયદાનું સ્વરૂપ ધારણ કરશે. ત્યારબાદ એક સાથે ત્રણ તલાક આપનારા વ્યક્તિ દોષિત ગણાશે. ખરડામાં દોષિત વ્યક્તિને ત્રણ વર્ષની જેલની જોગવાઇ છે. સરકારનો દાવો છે કે આ બિલ મુસ્લિમ મહિલાઓ માટે ટ્રિપલ તલાકથી આઝાદી અને ન્યાય અપાવનારૂ છે. મોદી સરકારે લોકસભા ચૂંટણીમાં કરેલા સૌથી મહત્વના વાયદામાંથી એક ટ્રિપલ તલાક બિલને રાજ્યસભામાં પાસ કરાવી લીધું છે.

સરકારે આ બિલમાં કઇ કઇ જોગવાઇ કરેલી છે, આવો જાણીએ.

  • ટ્રિપલ તલાક બિલની જોગવાઇ મુજબ જો કોઇ મુસ્લિમ પતિ પોતાની પત્નીને મૌખિક, લેખિત અથવા ઇલેક્ટ્રોનિક ઉપકરણના માધ્યમથી ટ્રિપલ તલાક આપે તો તે બિનકાયદાકીય હશે.
  • આરોપી પતિ વિરૂદ્ધ મહિલા પોતે, તેના લોહીના સંબંધી પાસે જ કેસ નોંધાવવાનો અધિકાર રહેશે.
  • કોઇ અજાણ્યો વ્યક્તિ કેસ નોંધાવી શકશે નહીં.
  • પીડિત મહિલા પોતાના પતિ પાસેથી સ્વયં અને પોતાના આશ્રિત સંતાનોના ભરણપોષણ માટે ભથ્થુ મેળવવાની હકદાર હશે.
  • બિલમાં ત્વરીત ટ્રિપલ તલાકને ગુનો ગણવામાં આવ્યો છે.
  • પોલીસ વોરંટ વગર ટ્રિપલ તલાક આપનારા વ્યક્તિની ધરપકડ કરી શકે છે.
  • ટ્રિપલ તલાક બિલ મુજબ ગુનેગાર વ્યક્તિને ત્રણ વર્ષની જેલની સજા થઇ શકે છે.
  • આરોપીએ જામીન માટે મેજિસ્ટ્રેટ સમક્ષ અપીલ કરવાની રહેશે.
  • જામીન માટે મેજિસ્ટ્રેટે બંને પક્ષની દલીલ સાંભળવી ફરજીયાત હશે.
  • ટ્રિપલ તલાક આપનારો વ્યક્તિ સમજૂતી કરવા ઇચ્છે તો પીડિતાની હામી જરૂરી હશે.
  • પીડિત મુસ્લિમ મહિલાની વિનંતી પર જ મેજિસ્ટ્રેટ સમજૂતીની મંજૂરી આપી શકે છે.
  • જો કે મુસ્લિમ સંગઠનો આ જોગવાઇ સામે વિરોધ નોંધાવી રહ્યા છે.

કેન્દ્ર સરકાર ટ્રિપલ તલાક બિલ 26 જુલાઇએ લોકસભામાં પાસ કરાવી ચુકી  હતી. જો કે મોદી સરકાર પોતાના પહેલા કાર્યકાળમાં પણ ટ્રિપલ તલાક બિલને પાસ કરાવવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ સફળ થઇ ન હતી.

READ ALSO

Related posts

પીએમ નરેન્દ્ર મોદી 26 જુલાઈએ કરશે ‘Mann ki Baat’, કહ્યું, “તમે પણ આપી શકો સૂચન”

pratik shah

દેશમાં 14 દિવસ સુધી ફરી લાગુ થઈ શકે છે લોકડાઉન, મોદીને આ ટોપના તબીબે કોરોના ચેઈન તોડવા આપી સલાહ

Bansari

સુરતની ST બસોને અમદાવાદમાં ‘નો-એન્ટ્રી’, અહીંથી આવતી બસોને પણ AMC હદમાં નહીં મળે પ્રવેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!