GSTV

64 લાખ લોકોને EPFOએ આપી મોટી ભેટ, હવે ઘરે બેઠા થઇ જશે તમારુ આ કામ

જો તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના પેન્શનધારક હોવ તો તમારા માટે એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા અંતર્ગત તમે ઘરે બેઠા જ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકશો. હકીકતમાં પેન્શનધારકોએ દર વર્ષે લાઇફ સર્ટિફિકેટ દ્વારા જીવંત હોવાનું પ્રમાણપત્ર આપવુ પડે છે. આ જ કારણ છે કે પેન્શનધારક ઇપીએફઓમાં લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરે છે.

પહેલાં આ સુવિધા ફક્ત ઑફલાઇન હતી પરંતુ તાજેતરમાં જ ઇપીએફઓએ ઓનલાઇન પણ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાનો ઓપ્શન આપ્યો છે. ઇપીએફઓ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર પેન્શનધારકો હવે પોતાની સુવિધા અનુસાર વર્ષના કોઇપણ સમયે ઑનલાઇન માધ્યમથી જીવન પ્રમાણપત્ર જમા કરી શકે છે.

64 લાખ લોકોને મળશે આ નવી સુવિધાનો લાભ

જમા કરવાની તારીખના એક વર્ષ પહેલા સુધી આ લાઇફ સર્ટિફિકેટ માન્ય હોય છે. દર વર્ષે આ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવુ ફરજિયાત છે. જણાવી દઇએ કે દેશભરમાં આશરે 64 લાખ લોકોને દર વર્ષે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાનું હોય છે. એટલે કે ઇપીએફઓની નવી સુવિધાનો ફાયદો આ લોકોને મળશે.

જણાવી દઇએ કે પેન્શનભોગીઓએ દર વર્ષે નવેમ્બર મહિનામાં પોતાના જીવંત હોવાનું પ્રમાણ પત્ર બેન્કમાં જમા કરાવુ પડે છે જેથી તેમનું પેન્શન અટકી ન પડે.

બેન્કોને અપાયો આ નિર્દેશ

તમામ પેન્શનભોગીઓનું લાઇફ સર્ટિફિકેટ જમા થાય , તે સુનિશ્વિત કરવા માટે મંત્રાલયે બેન્કોને કહ્યું છે કે તે દર વર્ષે 1 ડિસેમ્બરે જીવન પ્રમાણપત્ર જમા ન કરનારાઓની લિસ્ટ તૈયાર કરે. બેન્કોને લાઇફ સર્ટિફિકેટ જમા ન કરાવનારા પેંશનરોને એસએમએસ અને ઇમેલ દ્વારા યાદ કરાવવાનું કહેવામાં આવ્યું છે.

મેસેજ કે મેલ મોકલવાની સાથે જ બેન્કોએ તે પણ પૂછવાનું રહેશે કે શું તમે ઘરે બેઠા જીવન પ્રમાણ પત્ર જમા કરવાની સુવિધા મેળવવા ઇચ્છે છે? જણાવી દઇએ કે સરકારી પેંશનભોગીઓને દર વર્ષે 30 નવેમ્બર સુધી જીવન પ્રમાણ પત્ર આપવાનું હોય છે.ગત વર્ષે જુલાઇ 2019ના રોજ એક સર્ક્યુલર જારી કરીને કેન્દ્ર સરકારે 80થી વધુ ઉંમરના પેંશનરોને પોતાનું જીવન પ્રમાણ પત્ર જમા કરાવાની સુવિધા 1 નવેમ્બરના બદલે 1 ઓક્ટોબર સુધી આપી હતી.

Read Also

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!