GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

Coronaના સંકટમાં તમે તમારા PF ખાતામાંથી કેટલા રૂપિયા ઉપાડી શકો? આ રહ્યો જવાબ

pf

Corona વાયરસની મહામારી અને સંપૂર્ણ દેશના લૉકડાઉને સામાન્ય જનતા માટે મોટી સમસ્યા ઉભી કરી છે. ઘણાં લોકોના કામ-ધંધા બંધ થઇ ગયાં છે. અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે અને લોકો રોકડના સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે. ઘણાં લોકો એવા હશે જેને આ સ્થિતિમાં રૂપિયાની જરૂરિયાત ઉભી થઇ હશે અથવા તો જરૂર પડી શકે છે. આવા સમયમાં તમે EPF ખાતામાં બચાવવામાં આવેલી રકમનો યુઝ કરી શકો છો. કારણ કે સરકારે આ રૂપિયા ઉપાડવાની મંજૂરી આપી છે. જણાવી દઇએ કે  સમયે તમે તમારા EPF ખાતામાંથી 75 ટકા રકમ ઉપાડી શકો છો.

pf

ઉદાહરણ તરીકે જો 31 માર્ચ 2020 સુધી તમારા EPF ખાતાનું બેલેન્સ 10 લાખ રૂપિયા છે અને તમારુ મૂળ વેતન 50 હજાર રૂપિયા પ્રતિ માસ છે, તો તમે ફક્ત 1.5 લાખ રૂપિયા જ ઉપાડી શકશો.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે કર્મચારી પોતાના PF ખાતામાં જમા રકમના 75 ટકા અથવા વધુમાં વધુ ત્રણ મહિનાની સેલરી (જે ઓછુ હોય તે) ઉપાડી શકે છે. સરકારના આ પગલાથી 4.8 કરોજ કર્મચારીઓને ફાયદો થશે.

PFના રૂપિયા ઉપાડવાની આ છે પ્રોસેસ

જો તમને પણ તાત્કાલિક ધોરણે રૂપિયાની જરૂર હોય તો તમે PFના રૂપિયા કેવી રીતે ઉપાડી શકો છો, તેની પ્રોસેસ જાણો વિગતે…

  • સ્ટેપ 1- આ લિંકના માધ્યમથી તમારા UAN ખાતામાં જાઓ-https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/
  • સ્ટેપ 2- ઑનલાઇન સેવાઓ પર જાઓ અને ક્લેમ ફોર્મ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3- તમને એક પપેજ વપર ફરીથી નિર્દેશિત કરવામાં આવશે જેમાં તમારી તમામ ડિટેલ હશે. (તેમાં તમારા એકાઉન્ટ નંબરના છેલ્લા ચાર આંકડા નાખીને તમારા બેન્ક એકાઉન્ટને માન્ય કરાવાનુ છે).
  • સ્ટેપ 4- ડિટેલ ભરીને આગળ વધો.
  • સ્ટેપ 5- PF એડવાન્સ ફોર્મ 31 પર ક્લિક કરો.

જણાવી દઇએ કે તમારે તમારા બેન્કનો ચેક અથવા પાસબુકની સ્કેન કરેલી કૉપી અપલોડ કરવાની છે. તે પછી તમારે આધાર ઓટીપીના માધ્યમથી અનુરોધને માન્ય કરાવાનો છે. ફરી એકવાર ઓટીપી વેરિફિકેશન બાદ રાશિ ત્રણ વર્કિંગ ડેઝમાં તમારા ખાતામાં જમા કરી દેવામાં આવશે.

Read Also

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!