જો તમે FY2019-20 દરમિયાન ભવિષ્ય નિધિ (EPF) માંથી પૈસા કાઢ્યા છે. તો તમારે પોતાનું આયકર રિટર્ન ફાઈલ કરતા સમયે આ વાતની જાણકારી આપવાની રહેશે કે, કાઢવામાં આવેલી રકમ ટેક્સના દાયરાની બહાર કેમ ન હોય. સામાન્ય રીતે તો કર્મચારીના 5 વર્ષની નિરંતર સેવા પૂર્ણ કરવા પર નિકાસીની છૂટની જોગવાઈ છે, પરંતુ જો કોઈ કર્ચમારી 5 વર્ષના સમયગાળા પહેલા પોતાનું PF કાઢી લે છે તો તેને ઈનકમ ટેક્સ કાયદાના નિયમના હિસાબથી ટેક્સ ભરવો પડે છે.
જાણો શા માટે જરૂરી છે કાઢવામાં આવેલી રકમની જાણકારી આપવી
સરકારે Covid-19 ના કારણે લોકોને PPF થી નિકાસીની મંજૂરી આપી છે. કર્મચારી પોતાના ખાતામાંથી 75 ટકા સુધીની રકમ અથવા થ્રી મંથ બેસિક+ડીએ જે પણ ઓછુ હોય છે તે કાઢી શકે છે. ઉદાહરણ કરીતે જો તમારા પીએફ ખાતામાં 1 લાખ રૂપિયાના બકાયા અને તમારુ મૂળ વેતન+ મોંઘવારી ભથ્થુ કુલ 20 હજાર પ્રતિ મહિના છે, તો તમે 60 હજાર સુધીની નિકાસી માટે પાત્ર બનશઓ. સરકારી ગાઈડલાઈન પ્રમાણે કર્મચારીને 5 વર્ષની સેવા પૂર્ણ નહી કરવા પર પણ કોવિડ રાહત નિકાસી કરથી છૂટ આપી દેવામાં આવી છે. જોકે, વિશેષજ્ઞ આયકર રિટર્ન ફાઈલ કરતા સમયે કાઢવામાં આવેલ રકમની જાણકારી આપવાની સલાહ આપવામાં આવે છે.
વિશેષ કોલમ આપવામાં આવી
કારણ કે, જો આયકર વિભાગ કરદાતાના ખાતાની તપાસ કરે છે અને તેમાં તેને સામેલ નથી કરવામાં આવતું તો આ મિસમેચ થઈ શકે ચે. ભલે પછી તેમાં છૂટની જોગવાઈ કેમ ન કરવામાં આવી હોય. ફોર્મમાં તેની જાણકારી આપવા માટે વિશેષ કોલમ આપવામાં આવી છે. તેનો મતલબ એ થાય છે કે, છૂટના દાયરામાં છે, પરંતુ તો પણ દેખાડવું જરૂરી છે. આ રકમ પર કોઈ પ્રકારની કોઈ પેનલ્ટી લાગશે નહી.
ક્યાં પ્રસંગ પર PF પર ટેક્સ આપવો જરૂરી
- એમ્પલોઈનું યોગદાન, નિયોક્તા દ્વારા જમા કરાવવામાં આવેલ રકમ અને બંને પર વ્યાજ. આ ચારમાંથી ત્રણ પર તમારે ટેક્સ ચૂકવવો પડે છે- નિયોક્તાના યોગદાન, તમારું યોગદાન પર વ્યાજ અને નિયોક્તાના યોગદાન પર વ્યાજ.
- પાંચ વર્ષ પહેલા PF એકાઉન્ટથી રકમ કાઢી લેવામાં આવે તો તેના પર તમારે ટેક્સ ચૂકવવો પડે છે. આ પરિસ્થિતિ EPF ના બધા ચાર કંપોનેંટ પર ટેક્સ ચૂકવવો પડશે. આ રકમ પર ટેક્સની ગણના દર વર્ષના હિસાબથી કરવામાં આવશે જેમાં તમારે પીએપ એકાઉન્ટમાં રકમ જમા કરાવવામાં આવી છે.
- તમારા PF માં રોકાણ પર ટેક્સની ગણના આ વાત પર પણ નિર્ભર હોય છે કે, તમારે તે વર્ષમાં આઈટીઆર ફાઈલ કરતા સમયે ઈનકમ ટેક્સ કાયદાના સેક્શનમાં 80C હેઠળ ડિડક્શનનો લાભ લીધો છે અથવા નહી.
- ઈનકમ ટેક્સ કાયદાના હિસાબથી જો તમે PF માં રકમ જમા કરો છો તો તમારે યોગદાન પર ઈનકમ ટેક્સમાં છૂટ મળે છે. જો આ સમયે તમારી આવક શૂન્ટ છે. ત્યારે પણ તમારે PF એકાઉન્ટમાંથી રકમ કાઢવા પર ઈનકમ ટેક્સ ચૂકવવો પડશે. આ કારણ છે કે, જે વર્ષે PF માં યોગદાન આપવામાં આવ્યું છે તે વર્ષે તમારી અને તમારા નિયોક્તાની ટેક્સ દેણદારી ઘટી ગઈ હતી.
READ ALSO
- હરિયાણાના મંત્રીએ દીદીને આપી સાંઢની ઉપમા, કહ્યું: મમતા સામે જય શ્રીરામ બોલવું સાંઢને લાલ કપડું બતાવવા જેવું
- આનંદો/ અમદાવાદીઓ બીઆરટીએસમાં હવે આ સુવિધા થશે ઉપલબ્ધ, નવી વ્યવસ્થા થઈ શરૂ
- જલ્દી કરો/ આ બેંક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન, કોરોના સંકટના સમયમાં પણ કરી શકો છો પોતાના ઘરનું સપનું પૂરું
- રોકાણકારોને ચૂનો લગાડનાર કંપની સામે ઇડીનું એક્શન, દાખલ કરી મની લોન્ડરિંગની ચાર્જશીટ
- ‘પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા’: વ્હોટ્સ એપ દ્વારા પરીક્ષાના પ્રારંભે જ આવી ખામી, માત્ર 36 હજાર વિદ્યાર્થીઓ જોડાઈ શકાયા