GSTV

આ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર આપશે આર્થિક મદદ, સર ધરાવનાર ઉમેદવારને મળશે ટ્રેનિંગ

કેન્દ્ર સરકાર દ્વારા મધ્ય પ્રદેશ સહિત દેશના બધા રાજ્યો માટે સૂક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગોને શરૂ કરવા માટે ઘણા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. એટલુ જ નહી તે સિવાય ઘણા પ્રકારની ફંડિંગ સ્કીમ પણ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. જોકે, દેશભરમાં ખૂબ જ ઓછા લોકો એ વાતને જાણે છે કે, સરકારા દ્વારા કેટલાક એવા પણ બિઝનેસ છે, જેની શરૂઆત કરવા માટે સરકાર આર્થિક મદદ આપવાની સાથે-સાથે તેની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. એટલે કે, સંબંધિત કારોબાર શરૂ કરવા માટે ઈચ્છુક વ્યક્તિને પૈસાની સાથે-સાથે જરૂરી સામાન અને હુનર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. MSME મંત્રાલય દ્વારા સુચારુ બે યોજનાઓ જેમાં માટીના વાસણ અટલે કે, Pottery અને મધમાખી પાલન માટે નવી ગાડઈલાઈન પણ લોન્ચ કરવામાં આવી છે.

યોજનાનો ઉદ્દેશ્ય

માટીના વાસણના બિઝનેસ માટે સરકાર માટીની વાસણ બનાવવા વ્હીલ અથવા ચાક માટીને મળનાર યંત્ર અને એક પીસનાર યંત્ર પણ આપશે. સાથે જ સ્વયં સહાયતા સમૂહોમાં માટીના વાસણને પારંપરિક કારીગરો અને ગેર-પટરી કારીગરોને પણ માટીના વાસણ અથવા આર્ટ બનાવવાની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. આ માટીના વાસણોના કારીગરોનું ઉત્પાદન અને ટેકનીકી જાણકારીને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી રહ્યુ છે. સાથે જ આ પહેલનો ઉદ્દેશ્ય ઓછી ખર્તમાં નવું ઉત્પાદ શરૂ કરવાનો છે. પ્રશિક્ષણ અને આધુનિક/સ્વંચાલિત ઉપકરણોના માધ્યમથી માટીના વાસણના કારીગરની ઈનકમમાં વધારો થશે.

સરકાર જ કરશે આર્થિક મદદ

મધ્યપ્રદેશમાં કુલ 6 હજારથી વધુ પારંપરિક અને ગેર-પારંપરિક માટીથી વર્તન અને અન્ય કારીગરી કરનાર/ગ્રામીણ બેરોજગાર યુવા/ પ્રવાસી મજૂર કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી આ યોજનાથી લાભ ઉઠાવી શકશો. વર્ષ 2020-2021 માટે નાણાકીય સહાયતાના રૂપમાં આ કારીગરોને આર્થિક સહાયતા પહોંચાડવા માટે લગભગ 19 કરોડ રૂપિયાની રકમ ખર્ચ થશે. મંત્રાલયની સ્ફૂર્તિ યોજના હેઠળ ટેકકોટા, લાલ માટી પોટરીમાં ક્લસ્ટર તૈયાર કરવા માટે લગભગ 50 કરોડ રૂપિયાની અતિરિક્ત સહાયતા રકમની પણ જોગવાઈ કરવામાં આવી છે. તેનાથી ક્રોકરી/ટાઈલ બનાવવા યોગ્ય માટીના વાસણ બનાવવામાં નવા વેલ્યુ વર્ધિત ઉત્પાદ તૈયાર કરવામાં આવશે.

આ લોકોને મળશે લાભ

મધ્ય પ્રદેશ સહિત દેશના અન્ય રાજ્યમાં મધમાખી પાલન માટે સરકાર મધમાખીના બક્સા અને ટૂલ કિટ પ્રદાન કરશે. આ યોજના હેઠળ મધમાખીની છતની સાથે મધમાખીના બોક્સ આપવામાં આવશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન જિલ્લામાં પ્રવાસી શ્રમિકોને આ સહાયતા આપવામાં આવશે. શરૂઆતી રીતથી યોજના હેઠળ 2020-21 દરમિયાન કુલ 2 હજારથી વધુ મધમાખી પાલનકર્તાઓ, ઉદ્યમી, કિસાન, બેરોજગાર યુવાન આદિવાસીઓને કવર કરવામાં આવશે. આ બધાને યોજનાનો લાભ મળી શકશે. આ ઉદ્દેશ્ય માટે 2020-21 દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી 13 કરોડ રૂપિયાની નાણાકિય સહાયતાની જાહેરાત કરવામાં આવશે.

READ ALSO

Related posts

કોરોનાકાળમાં યોજાયા અનોખા લગ્ન : સાડા પાંચ ફૂટની ઉંચાઈ ધરાવતી પ્રજ્ઞાચક્ષુ યુવતીના લગ્ન થયા 3 ફૂટના શિક્ષક સાથે

Nilesh Jethva

પિંક રંગની બિકિની પહેરીને પૂલમાં પોઝ આપતી જોવા મળી રશ્મિ દેસાઇ, સોશ્યલ મીડિયામાં લગાવી દીધી આગ

Karan

રાજ્યમાં 462 કોરોના વોરિયર્સ આવ્યા મહામારીની ઝપેટમાં, મૃત્યુદર 1.02 ટકાથી વદીને 4 ટકાએ પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!