GSTV
Gujarat Government Advertisement

PoKમાં વિદ્રોહ/ગિલગિટ બાલ્ટિસ્તાનના નાગરિકોમાં ઇમરાન સરકાર સામે ભારે રોષ,લોકોએ રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ પ્રદર્શનો કર્યા

ઇમરાન

Last Updated on November 28, 2020 by Bansari

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર સામે ૧૧ વિપક્ષોએ મોરચો માંડયો છે. આખાય પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. એ બધા વચ્ચે પીઓકેમાં પણ પાકિસ્તાન સરકારનો વિરોધ ઉઠયો છે. પીઓકેમાં રહેતા નાગરિકોએ હિંસક અને આક્રમક પ્રદર્શનો કરીને સરકારનો વિરોધ કર્યો હતો.

પાકિસ્તાન સરકારોએ અન્યાય કર્યો હોવાની લાગણી સાથે લોકોએ વિરોધ આદર્યો

ઇમરાન

પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં પાક.સરકારનો વિરોધ ઉઠયો છે. ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોએ સરકારી કચેરીઓમાં આગ ચાંપીને વિરોધ પ્રદર્શનો શરૃ કર્યા છે. ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોએ પાકિસ્તાન સરકારોએ અન્યાય કર્યો હોવાની લાગણી સાથે વિરોધ આદર્યો છે. આ પ્રાંતના નાગરિકોએ સરકારના વિરોધમાં નારેબાજી કરીને સ્પષ્ટ મિજાજ બતાવ્યો હતો.

પાકિસ્તાન લશ્કરે આ વિરોધ દબાવી દેવાની મથામણ આદરી છે, પરંતુ લોકોમાં પાક. સૈન્ય માટે પણ ભારે આક્રોશ છે. ઈમરાન ખાનના પુતળાં બાળવાની સાથે સાથે સૈન્યની વિરોધમાં પણ લોકોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. પાકિસ્તાન સરકારે થોડાં સમય પહેલાં ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારને દેશનો પાંચમો સુબો જાહેર કર્યો હતો. એ વખતથી જ લોકો રોષે ભરાયા હતા. લોકોએ જ પાક. સરકારના એ નિર્ણયનો વિરોધ કર્યો હતો. આ વખતેના વિરોધમાં ફરીથી એ માગણી ઉઠી છે કે ગિલગિટ બાલ્ટિસ્તાનને લઈને ઈમરાન ખાનની સરકાર કોઈ જ નિર્ણય ન કરે.

ઇમરાન સરકાર વિરુદ્ધ ૧૧ વિપક્ષોએ મોરચો માંડયો

ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોમાં સરકાર સામે ભારે વિરોધ અવારનવાર ઉઠતો રહે છે. આ વખતે ૧૧ વિપક્ષોએ મોરચો માંડયો હોવાથી ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોને ફરીથી વિરોધ પ્રદર્શનની તક મળી હતી. ઈન્ટેલિજન્સ અહેવાલો પ્રમાણે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં લોકોએ ભારે વિદ્રોહી મિજાજ બતાવીને વિરોધ શરૃ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પીઓકેમાં ચીન સાથે મળીને પાકિસ્તાને જે પ્રોજેક્ટ શરૃ કર્યા હતા. ખાસ તો ચીન-પાક.ઈકોનોમિક કોરિડોરના પ્રોજેક્ટ શરૃ કર્યા હતા, તેનો પણ સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોનો અવાજ દબાવી દેવા માટે પાક. સૈન્ય એ વિસ્તારોમાં ભારે ત્રાસ વર્તાવે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એસબીઆઈમાં આવતા મહિનાથી બદલાશે એટીએમ અને ચેક બુકમાંથી પૈસા ઉપાડવાના નિયમો, જાણો અહીં બધું

Vishvesh Dave

જોબ લોસ / આ મોટી સરકારી કંપનીના ઘણા કર્મચારીઓની નોકરીઓ જોખમમાં,બંધ થઈ શકે છે ‘હેડ ઓફિસ’!

Vishvesh Dave

ભાજપની લીલાઃ ઠાકરેના નામનો વિરોધ કરવા જેનું કટ્ટર વિરોધી હતું એને સન્માન અપાવવા પાડ્યો આ ખેલ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!