GSTV
Banaskantha Trending ગુજરાત

મોંઘવારી-બેરોજગારી મુદ્દે કોંગ્રેસના ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન, ભાજપ સરકાર હાય-હાયના લગાવ્યા નારા

કોંગ્રેસ

ગુજરાત સહિત દેશભરમાં હાલ મોંઘવારી ચરમ પર છે. લોકો મોંઘવારીથી ત્રાહિમામ થઈ ગયા છે. વધતી મોંઘવારી વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. ઉપરાંત બેરોજગારી પણ એક મુદ્દો છે. આ મુદ્દાઓને લઈ કોંગ્રેસ ચૂંટણી મેદાને છે. મોંઘવારીના મુદ્દાને લઈ કોંગ્રેસ ગુજરાતમાં ઠેરઠેર પ્રદર્શન કરી રહી છે. ત્યારે આજરોજ કોંગ્રેસ દ્વારા વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસ

સિદ્ધપુરમાં મોંઘવારી મુદ્દે ધરણાં પ્રદર્શન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે શનિવારના રોજ સિદ્ધપુર ધારાસભ્યની આગેવાનીમાં સિધ્ધપુર મામલતદાર કચેરી ખાતે મોઘવારી, બેરોજગારી મુદ્દે ધરણાં પ્રદર્શન સાથે સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામા આવ્યો. આ બેઠકમાં ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે, પ્રજાએ જંગી બહુમતી આપી સત્તાનું સુકાન ભાજપને સોંપ્યા બાદ ભાજપ સરકારે પ્રજા સાથે વિશ્વાસધાત કર્યો હોવાના આક્ષેપ કર્યાં હતા.

સાબરકાંઠામાં ભાજપ સરકાર હાય હાયના નારા લગાવી વિરોધ નોંધાવ્યો

સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના સતત વધતાં ભાવના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ભાજપ સરકાર હાય હાયના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. જેથી પોલીસ દ્વારા 35 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી.

જાનગરમાં બેનરો પોસ્ટરો લઈ વિરોધ પ્રદર્શન

જામનગરમાં મોંઘવારી મુદ્દે લાલ બંગલા સર્કલ ખાતે કોંગી કાર્યકરો ધરણા પર બેઠા હતા. કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં બેનરો રાખીને સૂત્રોચ્ચાર કર્યો હતો. મોંઘવારી નહિ ઘટે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જામમગર શહેર-જિલ્લા કોંગી પ્રમુખો, કોર્પોરેટરો સહિતના કાર્યકરો વિરોધમાં જોડાયા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

Weight Loss Tips: શું તમે પણ મૂંઝવણમાં રહો છો કે રોટલી ખાવાથી વજન વધે છે કે નહી? જાણો શું કહે છે નિષ્ણાંત

Kaushal Pancholi

સુકી ઉધરસ માટે રામબાણ ઈલાજ છે આ દાદીના આ નુસખા

Padma Patel

બોક્સ ઓફિસ પર હોરર કોમેડી ‘ભેડિયા’ અને ‘દૃશ્યમ 2’ વચ્ચે જોરદાર ટક્કર, દેવગણ- ધવન બંને સ્ટાર્સે એકબીજાને સક્સેસના પાઠવ્યા અભિનંદન

HARSHAD PATEL
GSTV