ચીનમાં લોકો છેલ્લા બે વર્ષથી કોરોનાથી બેહાલ થયેલા છે. બીજી તરફ તાજેતરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યા બાદ ચીને ફરી લોકડાઉન લગાવ્યું છે અને કરોડો લોકો તેનાથી પ્રભાવિત થયા છે. કોરોના સામે ચીનની ઝીરો કોવિડ નીતિ સામે જોકે હવે ચીનના લોકોનો રોષ બહાર આવી રહ્યો છે. ચીને બનાવેલી કોરોનાની રસીની પણ કોઈ અસર દેખાઈ રહી નથી ત્યારે લોકો સોશિયલ મીડિયા થકી પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

ચીનના ટેકનોલોજીકલ હબ તરીકે ઓળખાતા શેનજેન શહેરમાં રવિવારે લોકોએ મોટા પાયે દેખાવો કર્યા હતા. આ શહેરમાં લાંબા સમયથી લાગું લોકડાઉનનો લોકો વિરોધ કરતા નજરે પડ્યા હતા. એક દેખાવકારે કહ્યું હતું કે, અમને ખાવાની પણ જરૂર છે અને ભાડું પણ આપવાનું હોય છે. બધુ ખોલી દેવામાં આવે અને લોકડાઉન હટાવવામાં આવે.

આ પહેલા અન્ય એક શહેર ગુઆંગજાઉનો પણ એક વિડિયો સામે આવ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં લોકો લોકડાઉનમાંથી બહાર આવવાનો પ્રયાસ કરતા દેખાતા હતા. ચીનમાં લોકો સરકાર સામે આ પ્રકારે જાહેરમાં વિરોધ કરે તે બહુ દુર્લભ કહેવાય તેવી ઘટના ગણાય છે. લોકો કોરોના સામે ચીનની સરકારની નીતિથી હવે ભારે કંટાળ્યા હોવાનું દેખાઈ રહ્યું છે.
Read Also
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા