GSTV

ખેડૂત આંદોલન/ પ્રદર્શનકારી ખેડૂતો સામે પોલીસે નમતુ જોખ્યું, દિલ્હી આવવાની મળી પરવાનગી, પરંતુ આ છે શરત

ખેડૂતો

પંજાબથી ખેડૂતોને દિલ્હી આવવાની મંજૂરી મળી ગઇ છે. ખેડૂતો સિંધુ બોર્ડરથી દિલ્હી આવી શકશે. આ દરમિયાન પોલીસની ટીમ તેમની સાથે જ રહેશે. પરંતુ તે બાદ તરત જ ખેડૂતોએ સિંધુ બોર્ડર પર પત્થરમારો શરૂ કરી દીધો. ખેડૂતો ગઇકાલથી જ દિલ્હી આવવાના પ્રયાસમાં હતાં અને આ દરમિયાન ઘણીવાર તેમનુ પોલીસ સાથે ઘર્ષણ પણ થયું.

ખેડૂતોને બુરાડીના નિરંકારી ગ્રાઉન્ડ આવવાની પરવાનગી

દિલ્હી પોલીસે ખેડૂતોને બુરાડીના નિરંકારી ગ્રાઉન્ડમાં એકઠા થવાની મંજૂરી આપી દીધી છે. પોલીસનું કહેવુ છે કે ખેડૂતો ત્યાં એકત્રિત થઇને પ્રદર્શન કરી શકે છે.

સિંધુ બોર્ડ પર શરૂ થયો હોબાળો

ખેડૂતોને સિંધુ બોર્ડર પાર કરવાની મંજૂરી મળ્યાની ખબર મળતાં જ ત્યાં હોબાળો શરૂ થઇ ગયો. ખેડૂતો તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો અને બેરિકેડ તોડવામાં આવ્યા. જવાબમાં પોલીસે પાણીનો મારો ચલાવ્યો અને ટીયર ગેસના શેલ પણ છોડ્યાં.

કેન્દ્ર સરકારને કેપ્ટનની અપીલ

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તે ખેડૂતોની સાથે તરત જ વાત કરે અને પ્રદર્શન રોકે. અમરિંદરે કહ્યું કે ખેડૂતોનો અવાજ દબાવી ન શકાય, સરકાર ત્રણ ડિસેમ્બર સુધી શા માટે રાહ જોઇ રહી છે.

સતત બીજા દિવસે ખેડૂતો અને પોલીસ વચ્ચે ટકરાવ

ખેડૂતો માટે નવા કાયદાના વિરોધમાં દિલ્હી કૂચ કરવા માટે નિકળેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે સતત બીજા દિવસે પણ ટકરાવ ચાલુ રહ્યો છે.પંજાબ અને હરિયાણાના ખેડૂતોની સાથે હવે યુપીમાં પણ ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે.પશ્ચિમ યુપીમાં ખેડૂતોએ હાઈવે જામ કર્યો હોવાના અહેવાલો મળ્યો છે.બીજી તરફ સિંધુ બોર્ડર પર એક વખત ફરી સ્થિતિ બગડી છે.ખેડૂતો પર પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા છે અને તેના કારણે ખેડૂતોએ થોડી પીછે હઠ કરી છે.પંજાબથી નિકળેલા ખેડૂતો કહી રહ્યા છે કે, અમે એક મહિનાના રાશન સાથે દિલ્હી જઈ રહ્યા છે અને એક મહિના સુધી પણ અમારી ધરણા કરવાની તૈયારી છે.

આ પહેલા દિલ્હી પોલીસે દિલ્હી નજીક સિંધુ બોર્ડર પર ખેડૂતો સાથે વતા કરી હતી.પોલીસે ખેડૂતોને કોરોનાના નિયમોનુ પાલન કરવા કહ્યુ છે.જોકે ખેડૂતો દિલ્હી જવા પર અડેલા છે અને ખેડૂતોએ કહ્યુ છે કે, અમારે જે કહેવાનુ છે તે દિલ્હી જઈને કહીશું.સરકાર અમારી વાત સાંભળી રહી નથી.અમે દિલ્હીના રામલીલા મેદાનમાં જઈને જ અટકીશું.

ખેડૂતો અને પોલીસ થયા આમને-સામ

કૃષિ બિલની વિરુદ્ધમાં ખેડૂતોનો વિરોધ વધુને વધુ ઉગ્ર બનતો જઇ રહ્યો છે. સાથે જ સરકાર પણ સખત વલણ અપનાવી રહી છે. શુક્રવારે ખેડૂતો અને દિલ્હી પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ થયુ. પોલીસે ખેડૂતોને રોકવા માટે સિંધુ બોર્ડર પર ટીયર ગેસના શેલ છોડ્યા. જો કે ખેડૂતો એક ડગલુ પણ પીછેહઠ કરવા તૈયાર નથી. ખેડૂતો દિલ્હી આવવાની જિદ પર મક્કમ છે.

ખેડૂતોના આ વિરોધ પ્રદર્શનના કારણે દિલ્હીમાં અનેક સ્થળો પર મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે. હવે તે સૂચના પણ મળી રહી છે કે દિલ્હી રાજધાની ક્ષેત્રમાં અસ્થાયી જેલ બનાવવામાં આવશે. દિલ્હી મેટ્રોની ગ્રીમ લાઇન પર બ્રિગેડિયર હોશિયાર સિંહ, બહાદુરગઢ સિટી, શ્રીરામ શર્મા, ટિકરી બોર્ડર, ટિકરી કલાં, ઘેવરા સ્ટેશનની એન્ટ્રી અને એગ્ઝિટ ગેટને બંધ કરી દેવામાં આવ્યા છે.

સિંધુ બોર્ડર ઉપરાંત પંજાબ-હરિયાણા બોર્ડરના 6 રસ્તાઓ પર મોટી સંખ્યામાં ખેડૂતો જમા થયેલા છે જે દિલ્હી આવી રહ્યાં છે. પોલીસે દરેક સ્તરે પોલીસને રોકવાની તૈયારી કરી છે. આ લોકો ગમે ત્યારે દિલ્હી આવી શકે છે. દિલ્હી પોલીસે રાજ્ય સરકાર પાસે કુલ 9 સ્ટેડિયમમાં અસ્થાયી જેલ બનાવવાની અનુમતિ માંગી છે.

કોરોના સંકટમાં રાજધાનીમાં મોટી સંખ્યામાં એક જગ્યાએ જમા થવા પર પ્રતિબંધ છે. તેવામાં જો ખેડૂતો દિલ્હી આવે તો તેમની ધરપકડ કરીને અસ્થાયી જેલોમાં બંધ કરી દેવામાં આવશે. દિલ્હી મેટ્રો નોએડા અને ગુરુગ્રામ તો જઇ રહી છે પરંતુ ત્યાંથી સવારી લઇને પરત નથી આવી રહી.

હવે ઉત્તર પ્રદેશના ખેડૂતો પણ પંજાબ-હરિયાણાના ખેડૂતો સાથે મેદાનમાં ઉતરશે. માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં હજારોની સંખ્યામાં ખેડૂતો આવવાના છે. આ દિલ્હી-દહેરાદૂન હાઇવેને જામ કરશે. આ વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે ત્રણ ડિસેમ્બરે તે ખેડૂતો સાથે વાતચીત કરશે. ખેડૂતોની માગ છે કે પીએમ તેમની સાથે વાત કરે.

તેવામાં કોંગ્રેસ સહિતના અન્ય વિપક્ષી દળોનું કહેવુ છે કે ખેડૂતો પર પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી અયોગ્ય છે. કેન્દ્ર સરકારે તરત જ ખેડૂતો સાથે વાત કરવી જોઇએ અને કૃષિ સંબંધિત કાયદો પરત લેવો જોઇએ. આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ડાનું કહેવુ છે કે રાજ્ય સરકારને દિલ્હી પોલીસની અસ્થાયી જેલ બનાવવાની અપીલ ઠુકરાવી દેવી જોઇએ. ખેડૂત પોતાના હકની વાત કરી રહ્યાં છે તે કોઇ આતંકી નથી.

ગઇ કાલે એટલે કે 26 નવેમ્બરે અંબાલામાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ. ત્યારે પોલીસે પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ ખેડૂતો હટવા તૈયાર નથી. ખેડૂતોએ રસ્તા રોકનાર બેરિકેડિંગ્સને ટ્રેક્ટરથી ઉઠાવીને હટાવી દીધા હતા. વૉટર કેનની માર પણ ખેડૂતોને રોકી શકી નહી.

ખેડૂતો

જણાવી દઇએ કે પંજાબથી ખેડૂતો હરિયાણાના રસ્તે દિલ્હી  આવી રહ્યાં છે. મોડી રાત સુધી ખેડૂત પાનીપત પહોંચ્યા હતા, હવે દિલ્હી બોર્ડરથી નજીક છે. શુક્રવારે સવારે પોલીસ અને ખેડૂતો વચ્ચેસિંધુ બોર્ડર પર ઘર્ષણ થયુ, પોલીસે ખેડૂતોને પરત જવા કહ્યું.

ખેડૂતોના પ્રદર્શનના કારણે બોર્ડર પર ચક્કાજામની સ્થિતિ છે અને વાહનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસને ભય છે કે ખેડૂત વાહનોમાં નાના-મોટા ગ્રુપ બનાવીને આવી શકે છે. આ જ કારણ છે કે પોલીસ સખત વલણ અપનાવી રહી છે. આ ઉપરાંત મેટ્રો સ્ટેશનની એન્ટ્રી અને એગ્ઝિટ બંધ કરી દેવામાં આવી છે.

ખેડૂતો

ગુરુવારની જેમ જ આજે પણ દિલ્હી-ગુરુગ્રામ, દિલ્હી-નોએડા, કાલિંદી કુંજ, DND સહિત અન્ય રૂટ પર ભારે જામ મળવાની સંભાવના છે. દિલ્હી-હરિયાણા બોર્ડર પર સુરક્ષા સઘન છે. વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આજે યુપીમાં પણ ખેડૂતો રસ્તા પર ઉતરશે. ખેડૂતોએ દિલ્હી-દહેરાદૂન હાઇવે બંધ કરવાની ચેતવણી આપી છે. તેવામાં દિલ્હીની પાસે નોએડા, ગાઝિયાબાદ, મેરઠ રૂટ પર જામની સમસ્યા સર્જાઇ શકે છે.

Read Also

Related posts

PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર

Ali Asgar Devjani

વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ

Pravin Makwana

વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!