GSTV

છઠની પૂજા પર પ્રતિબંધ લાદતા કેજરીવાલના ઘર સામે વિરોધ પ્રદર્શન, સાંસદ મનોજ તિવારી થયા ઈજાગ્રસ્ત

Last Updated on October 12, 2021 by Zainul Ansari

હાલ દિલ્લી સરકારના સાર્વજનિક સ્થળો પર છઠ પૂજાના સમારોહને અટકાવવાના નિર્ણયને લઈને મંગળવારના રોજ બીજેપી પક્ષના લોકો રસ્તા પર વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા હતા. બીજેપી સાંસદ મનોજ તિવારી, દિલ્લી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તા સહીત બીજેપીના ઘણા કાર્યકર્તાઓ સીએમ કેજરીવાલના ઘર તરફ વિરોધ પ્રદર્શન લઈને આવ્યા. આ સમય દરમિયાન દિલ્લીના પોલીસ અધિકારીઓએ રસ્તા પર બેરિકેડ્સ લગાવીને આ વિરોધ પ્રદર્શન કરતા લોકોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, બીજેપીના કાર્યકર્તાઓએ આ બેરિકેડ્સ તોડીને પણ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યુ.

પોલીસે આ લોકોને અટકાવવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. આ સમય દરમિયાન બીજેપી સાંસદ મનોજ તિવારીને ખુબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને તેમની સારવાર હેતુસર તુરંત જ તેમને સફદર જંગ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા. હાલ ડોક્ટર તરફથી તેમની ઇજા કે સ્વાસ્થ્યને લઈને કોઈ જ પ્રકારનુ નિવેદન બહાર પાડવામા આવ્યું નથી.

શું છે આખી ઘટના ?

વાસ્તવમાં ગયા અઠવાડિયે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ એક આદેશમા COVID-19 ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નદીકિનારા, જળાશયો અને મંદિરો સહિત જાહેર સ્થળોએ છઠ પૂજા ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે ભાજપના કાર્યકરોએ કેજરીવાલ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને જાહેર સ્થળોએ છઠ પૂજા કરવાની માંગ કરી છે.

સોમવારના રોજ આદેશ ગુપ્તાએ જાહેરાત કરી હતી કે, આ ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે અને પાર્ટી શાસિત મહાનગરપાલિકા તેની સંપૂર્ણ વ્યવસ્થા કરશે. દિલ્હી ભાજપના સાંસદ મનોજ તિવારીએ પૂર્વાંચલીયો નો મત લેવા માટે એક ‘રથયાત્રા’ શરૂ કરી હતી અને ચેતવણી આપી હતી કે, જો છઠ ઉજવણીથી લોકોને રોકવામા આવ્યા તો તે DDMAના આદેશનો અનાદર કરવામાં આવશે.

છઠના પ્રતિબંધની સામે તિવારીની આ રથયાત્રા પર પ્રતિક્રિયા આપતા કેજરીવાલે જણાવ્યું હતું કે, જાહેર સ્થળોએ ઉજવણી ના કરવા દેવાનો નિર્ણય લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો અને વિપક્ષ હાલ એક સંવેદનશીલ મુદા પર એક ખુબ જ ખરાબ રાજનીતિ રમી રહી છે.

Read Also

Related posts

શરમજનક/ ઉચ્ચ જાતિના ઘરના આંગણેથી દલિતનો વરઘોડો નિકળ્યો તો પથ્થરમારો કર્યો, કેટલાયને થઈ ઈજા

Pravin Makwana

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!