GSTV

સરકાર બની ગઈ હોય તો હવે કામે લાગો: STના કર્મચારીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ, આંદોલનના મૂડમાં છે કર્મચારીઓ

Last Updated on September 17, 2021 by Pravin Makwana

રાજ્યના એસટી નિગમમાં ફરજ બજાવતા ડ્રાઇવર-કંડક્ટર તથા અન્ય સ્ટાફ સાથે સરકાર દ્વારા સતત ઓરમાયું વર્તન કરવામાં આવ્યું છે. છઠ્ઠા પગારપંચની વિસંગતાઓ અને સાતમાં પગારપંચમાં આવતાં વિવિધ એલાઉન્સ સહિત ડ્રાઇવર-કંડક્ટર ગ્રેડ પે અને બાકી રહેલું એરીયર્સ હજુ સુધી ચુકવવામાં આવ્યું નથી. ત્યારે આ કર્મચારીઓ હવે આંદોલનના મુડમાં છે. જે અંતર્ગત આજે ગાંધીનગર ડેપોના કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરીને સરકારની નીતિનો વિરોધ કર્યો હતો.

ગુજરાત રાજ્યમાં મુસાફરોની સેવામાં રાત-દિવસ સતત કાર્યશીલ રહેતા એસટી નિગમના કર્મચારીઓ સાથે સરકાર દ્વારા સતત અન્યાય કરવામાં આવતો આવ્યો છે. આ નિગમ પ્રત્યે સરકાર દ્વારા જાણે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોય તેમ કર્મચારીઓના અધિકારો તથા તેમના પગાર પણ પુરતા પ્રમાણમાં આપવામાં આવતો નથી.જેના અનુસંધાને કર્મચારીઓ દ્વારા યુનિયન મારફતે  છઠ્ઠા પગારપંચની વિસંગતાઓ અને સાતમાં પગારપંચમાં આવતાં વિવિધ એલાઉન્સ સહિત ડ્રાઇવર-કંડક્ટર ગ્રેડ પે અને બાકી રહેલું એરીયર્સ હજુ સુધી ચુકવવામાં આવ્યું નથી, તે અંગે વિભાગમાં તથા સરકારમાં વારંવાર રજુઆતો કરવામાં આવી હતી, પણ વિભાગ દ્વારા નિર્ણય નહીં લેવાતાં ડ્રાઇવર-કંડક્ટર સહિત નિગમમાં સેવા આપતા અન્ય કર્મચારીઓમાં રોષ ઉભો થયો છે.

ST બસો

સ્થાનિક કક્ષાએથી યુનિયનના સભ્યો દ્વારા ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર આપીને સત્વરે આ પડતર માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો તે અંગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે. હાલ સરકાર પોતાના વિભાગોના મંત્રી બનાવવામાં વ્યસ્ત છે તેવી સ્થિતિમાં પણ એસટી નિગમના આ કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવાનું શરુ રાખ્યું છે. જે અંતર્ગત આજે ગાંધીનગર એસટી ડેપોના કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરીને સરકારની નીતિનો વિરોધ કરવાની સાથે પોતાની માંગણીઓ વધુ બુલંદ બનાવી છે. સત્વરે કર્મચારીઓના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ નહીં કરવામાં આવે તો કર્મચારીઓ દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ છેડવામાં આવે તો નવાઇ નહીં..!

READ ALSO

Related posts

Breaking / 28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

Zainul Ansari

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta

ગ્રેડ-પે મુદ્દે પોલીસ કર્મચારીઓનું મહા આંદોલન, રાજ્યભરમાં ઠેર-ઠેર કરાયું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!