GSTV
Surat ગુજરાત

ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઆે દ્વારા વિરોધ પ્રદર્શન, ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી

સુરતના અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેકટર કચેરી ખાતે ગુજરાત ગેસ કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓએ દેખાવ કરી વિરોધ નોંધાવ્યો હતો.

સુરત સહિત દક્ષિણ ગુજરાતના અંદાજીત 3500 જેટલા કર્મચારીઓ છેલ્લા 20 વર્ષથી ગુજરાત ગેસ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવી રહ્યા છે. ગુજરાત ગેસ કંપની કેન્દ્ર લેવલની કંપની હોવા છતાં સમાન વેતન કર્મચારીઓને આપવામાં આવતું નથી.

લાંબા સમયથી કર્મચારીઓનું શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેના વિરોધમાં કર્મચારીઓએ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. કર્મચારીઓએ સરકારને 20 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. 20 દિવસની અંદર જો આ મામલે કોઈ નિરાકરણ નહીં આવે તો આમરણાંત ઉપવાસ,ભૂખ હડતાળ સહિત આંદોલન પર ઉતરવાની તેમજ ચૂંટણી બહિષ્કાર કરવાની પણ ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી છે.

Related posts

BIG NEWS! ૨૦૧૭ની ચૂંટણીના પરિણામમાં ૭૭ બેઠકોમાં ત્રીજા નંબરે અપક્ષ, ૩૨ બેઠકો પર ત્રીજા ઉમેદવારના મત જીતના માર્જીનથી વધુ

pratikshah

પંચમહાલ / રામના અસ્તિત્વને નકારનારા હવે લાવ્યા છે ‘રાવણ’, કોંગ્રેસ પર મોદીનો પલટવાર

Nakulsinh Gohil

Gujarat Elections / પ્રથમ તબક્કામાં સૌથી વધુ મતદાન આદિવાસી બેલ્ટમાં, જાણો ક્યાં કેટલું થયું વોટિંગ

Nakulsinh Gohil
GSTV