GSTV
Gujarat Government Advertisement

Photos: કૃષિ બિલના વિરોધની આગ દેશભરમાં ભભૂકી, ક્યાંક રેલ રોકો આંદોલન તો ક્યાંક રસ્તા પર ઉતર્યા ખેડૂતો

ખેડૂતો

Last Updated on September 26, 2020 by Bansari

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલના વિરોધમાં પંજાબ અને હરિયાણામાં વ્યાપક રૂપે વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યાં છે. પંજાબ અને હરિયાણાના હજારો ખેડૂતો કૃષિ બિલના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યાં છે. ખેડૂતોના વિરોધ પ્રદર્શનનો આજે ત્રીજો દિવસ છે. પહેલા અને બીજા દિવસે જ્યાં ખેડૂતોએ રેલવે ટ્રેક પ્રદર્શન કર્યુ હતું ત્યાં આજે હવે ખેડૂતો રેલવે લાઇનની સાથે રસ્તા પર પણ ઉતરી આવ્યાં છે. ખેડૂતોનું રેલ રોકો આંદોલન પણ ચાલી રહ્યું છે.

પંજાબ-હરિયાણામાં રેલ રોકો આંદોલન

જણાવી દઇએ કે પંજાબ હરિયાણાની કિસાન સમિતિએ કૃષિ બિલના વિરોધમાં 24થી લઇને 26 સપ્ટેમ્બર સુધી રેલ રોકો આંદોલન ચલાવ્યુ છે. આ સાથે સાથે ખેડૂતોએ ભારત બંધનું આહ્વાન કર્યુ છે.

કૃષિ બિલના વિરોધમાં પંજાબમાં ખેડૂતો દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે પંજાબના અમૃતસરમાં ખેડૂતોએ રેલ રોકો આંદોલન શરૂ કર્યુ.. ખેડૂતો બિલનો ઉગ્ર વિરોધ કરવા રેલના પાટા પર બેસી ગયા..અને બિલના વિરોધમાં સૂત્રોચાર કર્યા..  વિરોધ કરી રહેલા ખેડૂતોની માગ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જે બિલ લાવવવામાં આવ્યુ છે. તેને પરત લેવામાં આવે.. પંજાબ બાદ હરિયાણાના ખેડૂતો પણ બિલના વિરોધમાં રેલ રોકો આંદોલન કરી રહ્યા છે.

કૃષિ બિલના વિરોધમાં 10 રાજ્યોના ખેડૂતો રસ્તા પર ઉતર્યા, ઠેરઠેર ચક્કાજામ

મોદી સરકારે સંસદમાં કૃષિ સંબંિધત ત્રણેય બિલો પસાર તો કરાવી લીધા, પરંતુ હવે સમગ્ર દેશમાં ખેડૂતોમાં આ બિલોના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. પંજાબ અને હરિયાણામાં કૃષિ બિલના વિરોધમાં ત્રણ દિવસનું રેલ રોકો આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતોએ શુક્રવારે રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન કર્યું હતું.દેશના અનેક ભાગોમાં ખેડૂતો આ રાષ્ટ્રવ્યાપી બંધના આંદોલનોમાં જોડાયા હતા અને તેમણે ઠેરઠેર ચક્કાજામ કરી દીધા હતા. ખેડૂતોને વિપક્ષનો સાથ મળ્યો છે. બીજીબાજુ સરકાર પણ આ બિલોને ખેડૂતો માટે લાભદાયક હોવાનું બતાવવા ભરપૂર પ્રયાસો કરી રહી છે.

કૃષિ બિલોના વિરોધમાં દેશવ્યાપી બંધનું આહ્વાન

દેશના વિવિધ ખેડૂત સંગઠનોએ શુક્રવારે કૃષિ બિલોના વિરોધમાં દેશવ્યાપી બંધનું આહ્વાન કર્યું હતું. આ બિલનો સૌથી વધુ વિરોધ પંજાબ અને હરિયાણામાં થઈ રહ્યો છે. ત્યાં ખેડૂતોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. હવે વિરોધની આ આગ દેશના અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ છે અને અન્ય રાજ્યોમાં પણ ખેડૂત સંગઠનો રાષ્ટ્રવ્યાપી બંધમાં જોડાયા હતા.

રાષ્ટ્રવ્યાપી બંધની સૌથી વધુ અસર પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જોવા મળી હતી. ખેડૂતોએ પહેલાંથી જ રસ્તાઓ પર ચક્કાજામ કર્યા છે અને રેલવે ટ્રેક પર દેખાવો કરી રહ્યા છે.

ખેડૂતોના આંદોલનના કારણે રેલવેએ પંજાબ-હરિયાણામાંથી પસાર થતી 20 ટ્રેનો આગામી બે દિવસ માટે રદ કરી દીધી છે. કૃષિ બિલના વિરોધમાં બરનાલા-ચંડીગઢ હાઈવે પાસે ખેડૂતોએ ટ્રેક્ટરમાં આગ લગાવી દીધી હતી. જોકે સૃથળ પર પોલીસના પહોંચતા દેખાવકારો ત્યાંથી જતા રહ્યા હતા. ભારતીય કિસાન યુનિયન સાથે 31 ખેડૂત સંગઠનો પંજાબ બંધ માટે જોડાયા છે.

વિપક્ષોએ ખેડૂતોને ટેકો જાહેર કર્યો

કોંગ્રેસ અને વિપક્ષ આપે પણ ખેડૂતોના દેખાવોને ટેકો જાહેર કર્યો છે. કૃષિ બિલના વિરોધમાં શિરોમણી અકાલી દળના એકમાત્ર મંત્રી હરસિમરત કૌરે મંત્રીપદેથી રાજીનામુ આપ્યા પછી શિરોમણી અકાલી દળ વધુ આક્રમક બન્યો છે. તેણે 1લી ઑક્ટોબરે વિરોધ માર્ચનું આયોજન કર્યું છે. અકાલીદળના પ્રમુખ સુખબીર બાદલે કહ્યું હતું કે તેમની વિરોધ માર્ચથી દિલ્હીનું શાસન હચમચી જશે.

ઉત્તર પ્રદેશમાં નોઈડામાં દિલ્હી સરહદ પાસે પણ ખેડૂત સંગઠનોના કાર્યકરોએ ચક્કાજામ કર્યા હતા. સિૃથતિ પર નિયંત્રણ મેળવવા માટે વિપુલ સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરવા પડયા હતા. ઉત્તર પ્રદેશમાં મુખ્ય વિપક્ષ સમાવાદી પક્ષ પણ ખેડૂતોના સમર્થનમાં આગળ આવ્યો છે.

પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં બંધના એક દિવસ પહેલાં ખેડૂત સંગઠનોએ દિલ્હીને શાકભાજી-દૂધનો પૂરવઠો અટકાવી દેવાનો પણ દાવો કર્યો હતો. ભારતીય કિસાન યુનિયનનું કહેવું હતું કે માત્ર એમ્બ્યુલન્સ અને આવશ્યક વસ્તુઓને રોકવામાં નહીં આવે.

તેજસ્વી યાદવે ટ્રેક્ટર ચલાવી વિરોધ નોંધાવ્યો

બિહારમાં પણ ખેડૂતો આંદોલનમાં જોડાયા હતા. અહીં મુખ્ય વિપક્ષ રાજદના અગ્રણી નેતા તેજસ્વી યાદવે પટનામાં ટ્રેક્ટર ચલાવી બિલો સામે વિરોધ નોંધાવ્યો હતો. બિહારમાં પણ ખેડૂતોએ અનેક જગ્યાએ ચક્કાજામ કર્યા હતા.

ઉત્તર ભારતના ખેડૂતોના વિરોધની આગ દક્ષિણમાં છેક તમિલનાડુ સુધી પહોંચી હતી. શુક્રવારે તમિલનાડુમાં રાષ્ટ્રીય દક્ષિણ ભારતીય નદી ઈન્ટરલિંકિંગ ખેડૂત સંઘે કૃષિ બિલોના વિરોધમાં અલગ અંદાજમાં દેખાવો કર્યા હતા.

અહીંના ખેડૂતોએ ત્રિચીમાં કલેક્ટર ઓફિસ બહાર માનવ ખોપડીઓ, સાંકળો અને માનવ હાડપિંજર સાથે વિરોધ નોંધાવ્યો હતો. કેરળમાં પણ 250થી વધુ સ્થળો પર ખેડૂતોએ દેખાવો કર્યા હતા. કર્ણાટકમાં કર્ણાટક રાજ્ય ખેડૂત સંઘના સભ્યોએ કર્ણાટક-તમિલનાડુ રાજમાર્ગ પર બોમ્મનહલ્લી પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પશ્ચિમ બંગાળમાં ડાબેરી અને શાસક તૃણમૂલ કોંગ્રેસના ખેડૂત સંગઠનોએ ઉત્તર 24 પરગણા, બાંકુરા, મુર્શિદાબાદ અને હૂગલીમાં દેખાવો કર્યા હતા. દેખાવકારોએ અનેક જગ્યાઓ પર રસ્તા પર ચક્કાજામ કરતાં ભારે ટ્રાફિક થઈ ગયો હતો.

મહારાષ્ટ્રમાં પણ હજારો ખેડૂતો બેનરો અને પ્લેકાર્ડ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઓડિશામાં શાસક પક્ષ બીજુ જનતા દળના કાર્યકરો પણ ખેડૂતો સાથે જોડાયા હતા. ભુવનેશ્વરમાં એજી સ્ક્વેર ખાતે રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનના ખેડૂતોએ દેખાવો યોજ્યા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

હદ કરી: અચાનક કપડા ઉતારીને જાહેર સ્થળે લાગેલા ફૂંવારામાં ન્હાવી લાગી યુવતી, પોલીસે ખૂબ સમજાવી તો પણ ન માની

Pravin Makwana

જાણવા જેવું/ 22 કેરેટ સોનાના ઘરેણાના ભાવ કેવી રીતે થાય છે નક્કી, જાણો મેકિંગ ચાર્જથી કેટલી વધી જાય છે કિંમત

Bansari

વોટ્સએપ ખૂબ જ જલદી લાવી રહ્યું છે મોસ્ટ એવેટેડ ફીચર્સ, એક સાથે આટલા ડિવાઈસ ઉપર ચલાવી શકાશે

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!