GSTV
Gujarat Government Advertisement

POKમાં હક્ક જમાવવા પાકિસ્તાન હવે ચીનના સહારે, આ શહેરમાં પ્રજાએ રોડ ઉપર ઉતરી કર્યો વિરોધ

Last Updated on July 7, 2020 by Mansi Patel

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવે પોતાનો હક્ક જમાવવા માટે નાપાક પાકિસ્તાન હવે ચીનનો સહારો લઈ રહ્યું છે. ત્યારે પાકિસ્તાનના મુઝફફરાબાદમાં લોકોએ પાકિસ્તાનની દમનકારી નીતિઓથી તંગ આવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ શહેરમાં ચીન સાથે મળીને ડેમ બનાવી રહ્યું છે પાકિસ્તાન

પાકિસ્તાન તેણે પચાવી પાડેલા કાશ્મીરના ભાગમાં પોતાનો અધિકાર જમાવવા માટે ચીનનો સહારો લઇ રહ્યું છે. પરંતુ ત્યાંની જનતા પાકિસ્તાનની દમનકારી નીતિથી તંગ આવી ગઇ છે. ત્યારે હવે જનતા ખુલ્લેઆમ માર્ગ પર ઉતરી આવી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સેંકડો લોકોએ ચીન વિરૂદ્ધ પ્રદર્શન કર્યુ અને પાકિસ્તાની સરકાર પર તેમની સાથે મિલીભગત કરવાનો આરોપ લગાવ્યો છે. અહીં મુઝફ્ફરાબાદમાં લોકો ચીન અને પાકિસ્તાન દ્વારા મળીને બનાવવામાં આવી પહેલા એક ડેમ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. મુઝફ્ફરાબાદમાં ઝેલમ અને નીલમ નદીની પાસે પાકિસ્તાની સરકાર ચીનની મદદથી એક ડેમ બનાવી રહી છે પરંતુ મુઝફ્ફરાબાદના નિવાસીઓનુ કહેવુ છે કે આ વિશે તેમને કોઈ જાણકારી નથી, ના તેમને પૂછવામાં આવ્યુ છે. PoKના નિવાસીઓએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાની સરકારે માત્ર પૈસા માટે ચીનની સાથે આ ડેમ બનાવવાની ડીલ કરી છે. જેમાં PoKના લોકોને કોઈ ફાયદો નથી અને ના તેમની સલાહ લેવામાં આવી છે. આવુ પહેલી વાર નથી કે PoKમાં પાકિસ્તાન અને ચીન વિરૂદ્ધ અવાજ ઉઠી હોય. અગાઉ પણ PoKના લોકો ચીન દ્વારા બનાવવામાં આવી રહેલા વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટનો વિરોધ કરતા આવ્યા છે.

Gujarat Government Advertisement

Related posts

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah

પૂર્વોત્તરમાં ભારતમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા, આ શહેરોમાં ધરા ધ્રુજી

Damini Patel

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!