GSTV
Home » News » બ્રેકફાસ્ટમાં લઈ શકાય પ્રોટીન સમતોલ આહાર, જાણો તેનાં ફાયદા…

બ્રેકફાસ્ટમાં લઈ શકાય પ્રોટીન સમતોલ આહાર, જાણો તેનાં ફાયદા…

ઘણાં રિસર્ચ એવું કહે છે કે જો વજન ઉતારવું હોયતો ડાયેટમાં વધુને વધુ પ્રોટીન લેવા જોઈએ. આવામાં પ્રશ્ન એ થાય છે કે શું બ્રેકફાસ્ટમાં વધારે પ્રોટીન લેવાથી વજન ઘટશે? જવાબ છે હા, રિસર્ચ કહે છે કે ડાયેટમાં વધારે પ્રોટીન લેવાથી તમારું વજન ઘટે છે અને ભૂખ ઓછી લાગવાને લીધે ફેટ વધવાને બદલે મસલ્સ મજબુત થશે. પ્રોટીનયુક્ત ખોરાક ખાવાથી જલદી ભૂખ નથી લાગતી. પ્રોટીન તમને અંદરથી મજબુત બનાવીને તરોતાજા રાખે છે. વાત એમ છે કે પ્રોટીનવાળો ખોરાક ખાવાથી પેટની ચરબી ઘટવા લાગે છે.

પ્રોટીનના બે પ્રકાર છે – મઠ્ઠા પ્રોટીન અને કેસીન પ્રોટીન. મઠ્ઠા પ્રોટીનમાં માંસપેશીઓના નિર્માણ માટે જરૂરી દરેક પ્રકારના એમીનો એસિડ હોય છે. બીજી તરફ કેસીન પ્રોટીનને પચાવવા માટે શરીરને વધારે વાર લાગે છે. પ્રોટીનના ઘણાં લાભ છે જેમકે માંસપેશીઓને તાકાત આપવી, હાડકાં મજબુત કરવા, ટીશ્યૂનું રિપેરિંગ, મેટાબોલિઝ્મમાં વધારો કરવો વગેરે. તેથી જ આપણાં ડાયેટમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોવા જોઈએ.

ગ્રીક દહી – સામાન્ય દહી કરતાં ગ્રીક દહી ઘટ્ટ હોય છે. તે સ્વાદિષ્ટ અને પોષકતત્વોથી ભરપૂર હોય છે. તમારે સાદા દહીને બદલે ડાયેટમાં ગ્રીક દહીનો સમાવેશ કરવો જોઈએ. ટેસ્ટમાટે તમે તેમાં મીઠું, અખરોટ કે મધ મિક્સ કરી શકો છો.

હાઈ પ્રોટીન ફૂડ છે દૂધ- માત્ર કેલ્શિયમ જ દૂધમાં ભરપૂર પ્રોટીન પણ હોય છે. દૂધ ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીનનું ઉત્કૃષ્ટ સ્ત્રોત હોય છે. સાથે જ દૂધ સાંજના નાસ્તા તરીકે બેસ્ટ ગણાય છે કારણ કે તેનાથી તમારું પેટ ભરાયેલું રહે છે. હાઈ પ્રોટીન ફૂડ છે નટ્સ અને કઠોળ – અખરોટ, બદામ અને પિસ્તા જેવા ડ્રાયફ્રૂટ્સને સાંજના નાસ્તામાં સ્થાન આપવું જોઈએ. જો તમારે વજન ઉતારવામાં મદદ કરતા ડ્રાયફ્રૂટ્સ હૃદયરોગનું જોખમ પણ ઘટાડે છે. જો કે તેમાં હાઈ કેલેરી હોવાથી તેનું પ્રમાણસર સેવન કરવું જરૂરી છે.

READ ALSO

Related posts

આરાધ્યાની બર્થ ડે પાર્ટીમાં દાદા અમિતાભ પેંપર કરતાં મળ્યા જોવા

Dharika Jansari

મારા જલેબી ન ખાવાથી પ્રદૂષણ ખત્મ થાય છે તે હું જિંદગીભર જલેબી છોડી શકું છું, ગંભીર બગડ્યો

Mansi Patel

હવે તમારા દરેક શ્વાસનો રાખશે રિપોર્ટ આ સ્માર્ટ શર્ટ, આ છે તેની અનોખી ખાસિયત..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!