GSTV
GSTV લેખમાળા

પ્રોટેક્ટિવ ફાર્મીંગ : સલામત રીતે ખેતી કરવા માટે 1 લાખથી વધારે ખેડૂતોને કરાયા તાલીમબદ્ધ

ખેતી ભારતની ઓળખ છે. પરંતુ હવે પરંપરાગત ખેતી સાથે ટેકનોલોજી ભળી રહી છે. દુનિયાભરની ખેતીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડ્રોન ટેકનોલોજી, સીસીટીવી કેમેરાનો ઉપયોગ… વગેરેનો ઉપયોગ વધી રહ્યો છે. એગ્રિકલ્ચર હવે એગ્રિસાયન્સ બની ગયું છે. ભારતમાં પણ ઘણી સંસ્થાઓ અને કંપનીઓ આ દિશામાં નોંધપાત્ર કામ કરી રહી છે. નોંધપાત્ર કામ કરતી એક સંસ્થા છે GROWiT. ગ્રોઈટ નામ મુજબ પાક વધારે પેદા થાય એ માટે પ્રયત્નશીલ છે. એમાં ખાસ ફોકસ મલ્ચિંગ પર છે. મલ્ચિંગ એટલે ખેતરમાં પાકને, માટીને ખાસ પ્રકારના આવરણમાં કવર કરી રાખવું. આમ તો ખેતી કુદરતી પ્રક્રિયા છે અને તેને પ્લાસ્ટિકનું આવરણ કરવાથી નુકસાન થાય એવો વિચાર આવે. પરંતુ મલ્ચિંગ એ ખેતી માટે ઘણુ લાભદાયી હોવાનું વૈજ્ઞાનિકો કહી ચૂક્યા છે. અલબત્ત, ભારતમાં ઘણા ખેડૂતો મલ્ચિંગ વિશે જાગૃત નથી. એ અંગે જાગૃતિ બહુ જરૃરી છે. એ કામ ગ્રોઈટ કરી રહી છે. અત્યાર સુધી ગ્રોઈટે 1 લાખથી વધારે ખેડૂતોને આ માટે તાલીમબધ્ધ કર્યા છે.

ખેડૂતો પાસે જઈને એમની નજીકના કોઈ સેન્ટરમાં ગ્રોઈટ દ્વારા કેમ્પ યોજવામાં આવે છે. ખેડૂતોને મલ્ચિંગ અંગે વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવે છે. જેથી ખેડૂતો મલ્ચિંગનું મહત્વ સમજીને પ્રોટેક્ટિવ ફાર્મિંગ કરતા થાય. આ અંગે વાત કરતા ગ્રોઈટના સૌરભ અગ્રવાલે કહ્યું હતું કે અમે જે પ્રકારે મલ્ચિંગ મટિરિયલ પુરુ પાડીએ છે તેનાથી ખેત પેદાશ બેગણી વધારે થાય છે. મલ્ચિંગ મટિરિયલ તો માર્કેટમાં ઘણુ ઉપલબ્ધ છે, પરંતુ દરેક ઉચ્ચ ગુણવત્તાના હોતા નથી. ખેડૂતોએ એ ફરક સમજવો પડે. એ માટે જ તાલિમબદ્ધ કરીને 15 હજારથી વધારે ખેડૂતોને અમે અમારી સાથે જોડ્યા છે. આ અંગે વાત કરતા જૂનાગઢ જિલ્લાના માળિયાના ખેડૂત મેણસીભાઈ બારડે કહ્યું હતું કે હું 3 વર્ષથી 40 એકરમાં ગ્રોઈટના મલ્ચિંગનો ઉપયોગ કરુ છું. મારી ટમેટાંની ખેતીમાં તેનાથી ઘણી બરકત આવી છે.

ખેડૂતો જો પ્રોટેક્ટિવ ફાર્મિંગ શરૃ કરે તો એકર દીઠ 20 હજાર જેવો ખર્ચ આવે. એ શરૃઆતી રોકાણ સામે ખેડૂતો સારી ઉપજ મેળવી શકે છે. આમ પણ હવે પરંપરાગત ખેતી સાથે આધુનિક ટેકનોલોજીનો સંગમ ન કરવામાં આવે તો ખેતી કરવી મુશ્કેલ છે. મલ્ચિંગનો ઉપયોગ દરેક પ્રકારના પાક પર થઈ શકે છે. પરંતુ ક્યા પાક સાથે કેવી ટ્રિટમેન્ટ કરવી એ સ્પષ્ટ થાય એટલા માટે 70 જેટલા કૃષિ વિજ્ઞાનીઓની ટીમ બનાવાઈ છે. તેમના સંશોધનના આધારે માર્ગદર્શન આપવામાં આવે છે. એ પણ વિવિધ પાંચ ભાષામાં.

પ્રોક્ટિવ ફાર્મિંગ હેઠળ છોડ-વેલા કે ફળોને કવર કરવામાં આવે છે. પરંતુ આ કવરથી તેને મળતા પોષકતત્વો કે સૂર્યપ્રકાશમાં ઘટાડો નથી થતો. હકીકતે પાકનો બચાવ બિનજરૃરી પર્યાવરણિય પ્રદૂષણ અને જમીનમાં રહેલા નુકસાનકારક તત્વોથી થાય છે. ભારતમાં મલ્ચિંગનો વપરાશ વધે એટલે ગ્રોઈટે વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ અને ખેતીવાડી સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે પણ જોડાણ કર્યું છે.

Related posts

વિઠ્ઠલભાઈ પટેલનો જન્મદિવસ / આ શહેરમાં સાચવી રખાઈ છે તેમની શબપેટી : કોંગ્રેસથી અલગ પડીને સ્થાપ્યો હતો પોતાનો પક્ષ

Hardik Hingu

ભારતના રાષ્ટ્રપિતા સાથે ચિત્તાની મુલાકાતનો ઐતિહાસિક પ્રસંગ : ગુજરાતના એ ભવ્ય મહેલમાં ગાંધીજીએ પગ મુક્યો ત્યાં સામે ચિત્તા ટહેલતા હતા!

Bansari Gohel

બ્રિટીશ રાજવી પરિવારમાં વહે છે ગુજરાતનું લોહી! : સુરત સાથે છે રોયલ ફેમિલી અમે આર્મેનિયાનું અનોખું કનેક્શન

Hemal Vegda
GSTV