શિયાળાની ઠંડી હવા શરીરને સ્ફૂર્તિલું રાખવામાં મદદ કરે છે પરંતુ ત્વચાને રૂક્ષ બનાવી દેવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. શિયાળામાં હોઠ ફાટવા, ત્વચા શુષ્ક થવી સામાન્ય ફરિયાદો છે. આપણા ત્વચાની નીચેના પડમાં રહેલી તૈલીય ગ્રંથિઓ વધુ પડતી ઠંડી હવાને કારણે ગતિશીલ રહેતી નથી પરિણામે ત્વચાના બાહ્ય પડને પૂરતું તૈલ પહોંચતું નથી અને ત્વચા રૂક્ષ થઈ જાય છે એટલું જ નહીં ચહેરા પર કરચલી પડી જવાનો ભય રહ્યા કરે છે.

શિયાળામાં ચહેરાની ચમક જાળવવા બે બાબત પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. ત્વચાની સ્વચ્છતા (કિલજિંગ) અને મોઈશ્ચરાઈઝીંગ નિયમિત કરવું. આ બે કાર્યો કરવા બિલકુલ સમય લાગશે નહીં. આ માટે સવારે અને સાંજે ફક્ત ૧૦-૧૦ મિનિટ ફાળવવી. એટલે કે ફક્ત ૨૦ મિનિટ કે વધારેમાં વધારે ૩૦ મિનિટ થશે.
ત્વચાની સામાન્ય કાંતિ જાળવી રાખવા કિલજિંગ આવશ્યક છે. ચહેરાને ધૂળ, માટી તથા ઠંડી હવાના ભોગ બનવું પડે છે. ચહેરા પર લગાડેલા મેકઅપ પણ ત્વચા પર ચોંટી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ધૂળ, માટી, તથા મેકઅપ ચહેરા પર ચોંટી જતા ચહેરો ગંદો દેખાય છે એટલું જ નહીં. પરંતુ તેના રોમછિદ્રો બંધ થઈ જાય છે. પરિણામે ચહેરા પર ખીલ તથા ફોડલીઓ ઉપસી આવે છે.
સાબુનો ઉપયોગ ઓછો કરવો
ચહેરાની સ્વચ્છતા જાળવવા યુવતીઓ વધુ પડતા સાબુનો ઉપયોગ કરે છે. પરંત ુઆજ વધુ પડતો વપરાશ ત્વચાને રૂક્ષ બનાવી દે છે. તેથી સાબુનો ઉપયોગ ઓછો કરવો. શિયાળામાં જે સાબુ વાપરવાના હોઈ તે સાબુમાં ડિટરજન્ટનું પ્રમાણ ઓછું હોવું આવશ્યક છે. ડિટરજન્ટ ત્વચાને હાનિ પહોંચાડે છે. પરિણામે ત્વચા શુષ્ક થઈ જાય છે. જે સાબુમાં તેલનું પ્રમાણ વધુ હોય તે સાબુનો ઉપયોગ કરવો.
સાબુની બદલે ઉબટનનો વપરાશ કરવો
સાબુના સ્થાન પર ઘરગથ્થુ ખાદ્યપદાર્થનો ઉપયોગ કરી શકાય છે. તે માટે ચણાનો લોટ અતિ ઉત્તમ છે. વધુ પડતી રૂક્ષ ત્વચા માટે ચણાના લોટમાં થોડું મલાઈ અથવા દહીં ભેળવી ચહેરા પર લગાડવું. સૂકાઈ જાય બાદ ધોઈ નાખવું. દૂધમાં જવનો લોટ તથા લીંબુનો રસ ભેળવી ઉબટન બનાવી સાબુની બદલીમાં વાપરી શકાય.
સૂતાં પહેલાં ચહેરા પર આટલું અવશ્ય કરવું
રાત્રે સૂતાં પહેલાં ચહેરાને કિલજિંગ મિલ્કથી સાફ કરવું ભૂલવું નહીં. કિલજિંગ મિલ્કમાં છિદ્રોમાં ભરાયેલાં રજકણ તથા મેલને દૂર કરવામાં મદદ કરે છે. જે સાબુથી થતું નથી. થોડું કિલજિંગ મિલ્ક રૂ પર લઈ ચહેરા પર લગાડવું અને ત્યારબાદ ભીના રૂના પૂમડાથી ચહેરો સાફ કરી નાખવો. સૂકું રૂ ત્વચાને ખેંચશે જેથી સૂકા રૂનો ઉપયોગ કરવો નહીં.
મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ
ત્વચાની સફાઈ બાદ હવે વારો આવે છે. મોઈશ્ચરાઈઝિંગ કરવાનો મોઈશ્ચરાઈઝર ત્વચામાં ભેજ તથા તૈલ જાળવી રાખવામાં સહાય કરે છે અને ત્વચા ચિકાશયુક્ત રહે છે.
મોઈશ્ચરાઈઝર દિવસના બે વખત કરવું આવશ્યક છે. પ્રથમ મેકઅપ કરતાં પૂર્વે અને બીજું રાતે સૂતાં પહેલા,ં મોઈશ્ચરાઈઝર લગાડતાં પૂર્વે ચહેરાને બરાબર ધોઈ લેવો. બજારમાં જાતજાતનાં મોઈશ્ચરાઈઝર ઉપલબ્ધ છે. ત્વચા અનુસાર મોઈશ્ચરાઈઝર ખરીદવું. શિયાળામાં વપરાતું મોઈશ્ચરાઈઝિંગ ક્રીમમાં તૈલીય તત્વનું પ્રમાણ વધુ હોવું જરૂરી છે.
ફેશિયલ
ચહેરાને કિલજિંગ તથા મોઈશ્ચરાઈઝર કર્યા બાદ ૧૫ દિવસમાં એક વખત ફેશિયલ કરવું આવશ્યક છે. ફેશિયલ કરતી વખતે માલિશ કરવાથી ચહેરાની માંસપેશીઓ મજબૂત બને છે. પરિણામે ત્વચા લચી પડતી નથી. ઉપરાંત ફેશિયલ કરતી વખતે સ્ટિમ લેવાથી ચહેરાના રોમછિદ્રો ખુલી જાય છે. સાબુ, અને કિલજિંગ મિલ્કથી જે સ્વચ્છતા અધૂરી રહી જાય છે તે ફેશિયલ દ્વારા દૂર થાય છે અને ચહેરાની રોનક, લાવણ્ય વધી જતાં તાજગી અનુભવાય છે.
ફેશિયલ કરવાની રીત દરેક મોસમમાં એકસરખી હોય છે. પરંતુ તેમાં વપરાતાં ક્રીમ તથા ફેસ-પેકમાં ફરક હોય છે. શિયાળામાં માલિશ કરતી વખતે કોલ્ડ ક્રીમનો ઉપયોગ કરવો. ફેસપેક બનાવતી વખતે એક બાબતનું વિશેષ ધ્યાન રાખવું કે તે ત્વચાની ભેજ અને ચિકાશ જાળવી શકે તેવું હોવું જરૂરી છે.
શિયાળામાં વપરાતા વિશેષ ફેસ-પેક
* એક મોટો ચમચો બદામના ભૂક્કાને દૂધમાં ભેળવી ચહેરા પર લગાડવું.
* એક ઈંડાની સફેદીમાં ત્રણ ચમચા જવનો લોટ તથા એક ચમચો મધ ઉમેટી મિશ્રણ ચહેરા પર લગાડવું અને ૧૫ મિનિટ બાદ સૂકાઈ જાય એટલે ધોઈ નાખવું.
* મુલતાની માટીમાં પર્યાપ્ત માત્રામાં ગ્લિસરીન, કેસર તથા ગુલાબજળ ભેળવી લેપ લગાડવો લાભકારી છે.
હોઠની દેખભાળ
શિયાળામાં સદાય હોઠ ફાટી જવાની સમસ્યા અનેકને સતાવતી હોય છે. હોઠની સુરક્ષા કાજે તથા તેનું સૌંદર્ય જાળવી રાખવા રાતે સૂતાં પહેલાં તથા સવારે સ્નાન કર્યા બાદ હોઠ પર શુધ્ધ ઘી લગાડવું. ઘીને બદલે મલાઈ પણ લગાડી શકાય. ઘી કે મલાઈને બદલે બજારમાં ઉપલબ્ધ ઊંચી ગુણવત્તાના લિપસ્ટિક લગાડવાથી પણ ફાયદો થશે.
શિયાળામાં ત્વચાની દેખભાળ
* ક્ષારીય સાબુનો વપરાશ ન કરવો. સાબુ શરીરમાંના તેલને નષ્ટ કરે છે. ગ્લિસરીનયુક્ત કે ક્રીમયુક્ત સાબુ વાપરવો લાભદાયી છે.
* કાચા દૂધથી ત્વચાનું કિલજિંગ કરવું.
* સ્નાન કરવાના પાણીમાં એક ચમચો ઓલીવ ઓઈલ નાખવું, ત્વચા કાંતિયુક્ત થશે.
* બદામનો ભૂક્કો તથા ચંદન તેલ ભેળવી પેસ્ટ બનાવી માલીશ કરવું અને ૩૦ મિનિટ બાદ કાચા દૂધમાં રૂ ભીનું કરી ચહેરો સાફ કરવો.
* મેકઅપ કરતાં પૂર્વે ચહેરા પર મિલ્ક પાવડરનો ફેસપેક બનાવી લગાડવાથી ત્વચાની ચીકાશ જળવાઈ રહેશે અને મેકઅપ લાંબા સમય સુધી રહેશે.
* પાકા કેળામાં મિલ્ક પાવડર નાખી તેને ફીણી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ફાયદો થશે
- બ્રિટનમાં ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર અવતાર સિંહ ખાંડાની ધરપકડ, ખાલિસ્તાનીઓએ ભારતીય હાઈ કમિશનમાં ઘૂસવાનો કર્યો હતો પ્રયાસ
- નર્મદા / આયોજન અધિકારીએ કરોડોના કામોનું બારોબાર ‘આયોજન’ કરી નાખ્યું, AAP ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરી ફરિયાદ
- આ દેશમાં વેચાય છે ૧૦ લાખ રુપિયાનું ૧ નંગ તરબૂચ, આરોગવું બધાના નસીબમાં નથી
- ગુજરાતમાં આગામી 3-4 દિવસ સુધી હળવો વરસાદ થવાની શક્યતા, કેટલાક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર
- સાબરકાંઠા / ઈડર-હિમતનગર હાઈવે રોડ પર યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા મચી ચકચાર