GSTV
Home » News » સિંહો મામલે રૂપાણી સરકારના નિર્ણયો અધકચરા : સરકારે આપ્યો આ પૂરાવો

સિંહો મામલે રૂપાણી સરકારના નિર્ણયો અધકચરા : સરકારે આપ્યો આ પૂરાવો

ગીર પૂર્વ અને જશાધાર રેન્જમાં 23 સિંહનો મૃત્યુના બનાવ બાદ જંગલ ખાતુ સફાળુ જાગ્યુ છે. ગીરનાં સિંહોને રક્ષિત કરવા માટે ગુજરાત સરકારે અમેરીકાથી રસી મંગાવી છે. જો કે આ રસી ગીરમાં હરતા-ફરતા સિંહોને નથી આપવાની. પરંતુ હાલમાં રેસક્યુ સેન્ટરમાં જે 36 સિંહો છે તેમાંથી જે સિંહનાં રીપોર્ટ રસી આપવા લાયક આવશે તેવાં સિંહોને જ રસી અપાશે. ઉપરાંત ગીર સેન્ચુરીની બહાર બોર્ડર પર આવેલા 110 ગામડામાં પશુઓને પણ જુદા પ્રકારની રસી અપાશે.

અમેરીકાથી આવેલી રસીને ગીરના જંગલ ખાતાના અધિકારીઓને મોકલી અપાઈ છે. વનમંત્રી ગણપત વસાવા આ સંદર્ભમાં જણાવે છે કે, અમેરિકાથી આવેલી રસી માત્ર સિંહો માટે જ છે. પરંતુ બધા સિંહોને રસી આપી શકાય નહીં. સિંહોના કીડની, લાળ, લોહી વગેરેનાં નમુનાઓ પૂનાની લેબોરેટરીમાં મોકલ્યા છે. જેનો રીપોર્ટ આવતીકાલે શનિવારે આવી જશે. જેથી આ રીપોર્ટનો અભ્યાસ કરીને મેડીકલની ટીમ જ કેટલા સિંહોને રસી આપવી તેનો નિર્ણય કરાશે.

કારણ વગર તંદુરસ્ત સિંહોને રસી આપવાથી તે શારિરીક રીતે નબળા પડી જાય છે. આમ છતાં સરકારે લંડનથી અન્ય સ્થળોએથી નિષ્ણાત ડોક્ટરોની ટુકડીઓ બોલાવી છે. તેઓ સિંહોની તપાસ અને સારવાર કરશે. છેલ્લા પાંચ દિવસમાં એકપણ સિંહનું મૃત્યુ થયું નથી. ભવિષ્યમાં સિંહોના મોતની ઘટના ન બને તે માટેની તમામ તકેદરી અને વ્યવસ્થા કરાશે.

બીજી બાજુ વન ખાતા દ્વારા જણાવાયું છે કે સિંહોના રક્ષણ માટે સરકારે બધા પગલા લીધા છે. 23 સિંહના મૃત્યુના પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં સિંહના મૃત્યુનું વિવિધ કારણો દર્શાવાયા છે જેમાં ઇનફાઇટ, ઇનફાઇટથી થતી ઇજાઓ, રેસ્પીરેટરી તથા હિપેટીક ફેલ્યોર વગેરે છે.

ઉપરાંત સિંહોમાં વાયરસનો પ્રસાર રોકવા રોગ પ્રતિકારક વેક્સીન અમેરિકાથી મંગાવી છે. બીજી બાજુ ગીરની આજુંબાજુંના ગામડાઓમાં વસતા પશુઓને રસીકરણ કરવાની કામગીરી પશુપાલન ખાતાએ શરૂ કરી છે. એવો દાવો કરાયો છે કે છેલ્લા ચાર વર્ષમાં સિંહોના સંરક્ષણ માટે સરકારે કુલ 284 કરોડની રકમ બજેટમાં ફાળવાઈ હતી.

 

Related posts

લો બોલો! દિવાલોને સુશોભીત કરવા ભીતચિત્રો દોરવાની કામગીરીમાં પણ થયો ભ્રષ્ટાચાર

Arohi

ભાજપના કાર્યકારિણી અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે

Arohi

યોગી સરકાર ઝુકી, સોનભદ્રના પીડિત પરિવારને મળ્યા પ્રિયંકા ગાંધી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!