GSTV
Gujarat Government Advertisement

નાના બાળકોને કોરોનાથી બચાવવા અપનાવો આ ઉપાયો, કોવિડ વિરુદ્ધ લડવામાં બનાવી રાખશે સુરક્ષા કવચ

Last Updated on May 12, 2021 by Harshad Patel

ભારતમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરી છે. ત્રીજી લહેર બાળકો માટે જોખમી સાબિત થશે. આવા ભયને ધ્યાને રાખીને ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે મોટાએ નાના બાળકોની સલામતી પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બાળકોને કોરોના સુરક્ષિત રાખવાના ઉપાયો પણ બતાવ્યા છે.

કોરોના

6 વર્ષથી વધુ ઉંમરના બાળકોને માસ્ક પહેરાવો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનિસેફનું કહેવું છે કે 6 થી 11 વર્ષની વયના બાળકોને માસ્ક પહેરવું તે એ વાત પર નિર્ભર કરે છે કે તે જે વિસ્તારમાં રહે છે ત્યાં સંક્રમણ કેવું છે. ઉપરાંત, બે વર્ષથી નાના બાળકો પર માસ્ક લાગુ ન કરવાનું યાદ રાખવું. બાળકોને સોશ્યલ ડિસ્ટન્સ વિશે માતાપિતા સમજાવે. બાળકોમાં વારંવાર હાથ ધોવાની ટેવ પાડવામાં આવે.

લક્ષણો: જો લાલ ચકામા પડે તો સાવધ થઈ જાઓ

  • બાળકને 1-2 દિવસથી વધુ સમય સુધી તાવ હોય
  • જો બાળકના શરીર અને પગ પર ફોલ્લીઓ જોવા મળે
    -જો તમે બાળકના ચહેરાનો રંગ નીલો દેખાય
    -બાળકમાં ઉલટી-ઝાડા થવાની સમસ્યા
  • જો બાળકના હાથ અને પગમાં સોજો આવવા લાગે
બાળકો

આ પદ્ધતિઓ અપનાવીને બાળકોના ફેફસાને મજબૂત બનાવો

1 ફેફસાંને મજબૂત બનાવવા માટે, બાળકોને ફુગ્ગાઓ ફૂલાવવા માટે આપો.
2 બાળકોને પીવા માટે નવશેકું પાણી આપો, તેનાથી સંક્રમણનું જોખમ ઓછું થશે.
3 જો બાળક થોડો મોટો હોય તો તેને શ્વાસની કસરત આપો.
4 બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, તેમને ખટાશયુક્ત -સાઇટ્રસ ફળો ખાવા દો.
5 બાળકોને બેક્ટેરિયાના ચેપ અને વાયરલ ઈન્ફેક્શનથી બચાવવા માટે હળદર સાથે દૂધ આપો.
6- બાળકોને આ રોગ અને સાવધાની વિશે સમજાવો, ડરશો નહીં.

મોબાઇલ અને તણાવથી દૂર રાખો

તણાવ ફક્ત પુખ્ત વયના લોકોમાં જ થતો નથી, પરંતુ નાના બાળકો પણ તેનો શિકાર બને છે. ધ્યાનમાં રહે કે તણાવ શરીરની રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. આ મહામારીના સમયગાળામાં તમારા બાળકો મોબાઇલ-ટીવી પર શું જોઈ રહ્યાં છે તેના પર નજર રાખો. બાળકોને ધ્યાન, કસરત અને શ્વાસ નિયંત્રણની ટેકનિક શીખવવી જોઈએ.

નવજાતની સલામતી આ રીતે રાખો

નવજાત શિશુઓને સાવચેતીના પગલાં રૂપે વધુ લોકોના સંપર્કમાં આવવાનું અટકાવો. જેટલા ઓછા લોકો બાળકને હાથમાં લે છે, તેટલું સારું રહેશે. માતા માટે પણ વારંવાર હાથ ધોવાનું ખૂબ મહત્વનું બની જાય છે. નવજાતને ખોરાક આપતી વખતે, માતાએ માસ્ક પણ પહેરવું જેથી તેને સંક્રમણથી બચાવી શકાય. સ્તનની સફાઈ રાખો.

સંક્રમણ કેવા પ્રકારનું છે તે મુજબ આવી રીતે સારવાર કરાવો

લક્ષણો – ગળામાં દુખાવો પણ શ્વાસની તકલીફ, પાચક સમસ્યાઓ હોય તો બાળકને ઘરે આઈસોલેટ કરીને તેની સારવાર કરી શકાય. જો બાળકને પહેલાથી જ અન્ય સમસ્યાઓ છે, તો તબીબી સહાયની જરૂર છે.
મધ્યમ પ્રકારનો ચેપ કે હળવા ન્યુમોનિયાના લક્ષણો હોય કે પછી ઓક્સિજનનું સ્તર 90% અથવા નીચે જતું રહે તો બાળકોને આ સારવાર કારગત નીવડશે. બાળકને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરો, શરીરમાં પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટનું પ્રમાણ સંતુલિત રાખો.
જો કોઈ ગંભીર સંક્રમણ જેવું લાગે તો ફેફસાં-કિડનીના સંક્રમણની તપાસ કરાવવી. છાતીનો એક્સ-રે જરૂરી છે, કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવો જોઇએ. સારવારમાં રેમેડિસિવિર જેવા સ્ટીરોઇડ્સનો ઉપયોગ તબીબી દેખરેખ હેઠળ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!