GSTV
Home » News » ઇન્દોરમાં રેપ બાદ બાળકીની હત્યા કરનારાને વકીલોએ કોર્ટ બહાર જ ઢીબી નાંખ્યો

ઇન્દોરમાં રેપ બાદ બાળકીની હત્યા કરનારાને વકીલોએ કોર્ટ બહાર જ ઢીબી નાંખ્યો

મધ્ય પ્રદેશના ઇંદૌરમાં આવેલા મહૂમાં પાંચ વર્ષની બાળકી પર રેપ કરવામાં આવ્યો હતો. આ કેસમાં બળાત્કારીને ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે શનિવારે જ્યારે તેને કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર વકીલોએ આ આરોપીને ફટકાર્યો હતો.

બાળકી પર આ નરાધમે ન માત્ર રેપ કર્યો સાથે તેની હત્યા પણ કરી લીધી હતી. બાળકીના માતા પિતા અત્યંત ગરીબ અને ઘર વીહોણા છે. પોલીસના જણાવ્યા અનુસાર રસ્તા પાસે ફુટપાથ પર આ બાળકી તેના માતા પિતાની સાથે ઉંઘી રહી હતી ત્યારે બાળકીનું નરાધમે અપહરણ કરી લીધુ હતું અને એક ખંઢેર વિસ્તારમાં લઇ ગયો હતો. જ્યાં તેના પર રેપ કર્યા બાદ તેની હત્યા કરી દીધી હતી. આ ઘટના બાદ આરોપી ભાગી ગયો હતો. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આરોપીને ઝડપી લીધો હતો.

શનિવારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર વકીલો આ આરોપી પર તુટી પડયા હતા. પોલીસ જેવી કોર્ટ પરિસરમાં લાવી કે પહેલાથી જ ત્યાં હાજર વકીલો આરોપી પર તુટી પડયા હતા માર માર્યો હતો. બાદમાં પોલીસે જેમતેમ કરીને વકીલોના હાથમાંથી આરોપીને છોડાવ્યો હતો અને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ હતી.

READ ALSO

Related posts

દિકરી સાથે દયાબેનનો ફોટો આવ્યો સામે, શું શોમાં પાછા ફરવાની તૈયારી

pratik shah

ઉદ્ધવ સરકારને અંધારામાં રાખી કેન્દ્ર સરકારે ભીમા કોરેગામ હિંસાની તપાસ NIA સોંપી

Pravin Makwana

કોરોના વાયરસના ખતરાને પહોંચી વળવા દિલ્હી એઈમ્સ તૈયાર, બનાવ્યો અલગ વોર્ડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!